Home

નમસ્કાર, મિત્રો,

એક ગુજરાતી દ્વારા, બધા ગુજરાતીઓ માટે, આપણી પોતાની ગુજરાતી ભાષામાં પ્રસ્તુત છે બ્લોગ “દાદાજીની વાતો”.

અહીં આપને મળશે આરોગ્ય વિષયક અધિકૃત માહિતીવાળા આર્ટીકલ્સ, પ્રેરણાત્મક લેખો, વાર્તાઓ અને કવિતાઓ, હાસ્ય અને વિનોદની વાતો, પ્રવાસકથાઓ, રસપ્રદ સાહિત્ય, માહિતી લેખો, રોજબરોજના સમાચારમાંથી ચૂંટેલા પોઝીટીવ સમાચારો, ગળે ના ઉતરે તેવા લોકોની મૂર્ખાઈના બનાવો, જોતાં જ ગમી જાય તેવા ફોટોગ્રાફ્સ, અને બીજું ઘણું બધું… 

તો હવે કરો ક્લિક નીચે આપેલ વિવિધ લિંકસ પર અને ઉઠાવો આપના મનપસંદ વિષયનો આનંદ…

૧) તાજા ખબર:

તાજેતરના બનાવો અને કાર્યક્રમો અંગે જાણવાલાયક રસપ્રદ માહિતી અહીં મળશે:

# કઈ રીતે પસંદ કરશો નવા નિયમ મુજબનું ટીવી ચેનલ પેકેજ?

tv-2

૧લી ફેબ્રુઆરી ૨૦૧૯થી ટ્રાઈ દ્વારા ટીવી ચેનલના ગ્રાહકો માટે ક્રાંતિકારી કહી શકાય તેવા નિયમો લાગુ પાડવામાં આવનાર છે. ટ્રાઈના આ નવા નિયમોની રજેરજ માહિતી તેમજ વિવિધ ચેનલ્સ અને તેનાં પેકેજની પસંદગી કઈ રીતે કરવી તેનું સંપૂર્ણ માર્ગદર્શન ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ આ વેબસાઈટ “દાદાજીની વાતો” પર રજૂ થઇ રહ્યું છે. આ પેજ પર જવા અહીં ક્લિક કરો.

 # અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૧૯:

asf-1

ભારતના અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ “અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૧૯” અમદાવાદમાં તા. ૧૭ થી ૨૮ જાન્યુઆરી ૨૦૧૯ દરમ્યાન યોજાયેલ છે. આ “ખરીદોત્સવ” વિષેની રજેરજ માહિતી ગુજરાતી ભાષામાં ફક્ત આ બ્લોગ રજૂ થઈ છે. આ પેજ પર જવા અહીં ક્લિક કરો.

# અમદાવાદ ફ્લાવર શૉ ૨૦૧૯:

flower show

અમદાવાદ ખાતે તા. ૧૬ થી ૨૨ જાન્યુઆરી ૨૦૧૯ દરમ્યાન યોજાયેલ અદભૂત ફ્લાવર શો વિષે આકર્ષક ફોટા સાથે સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ વખત આ બ્લોગ પર રજૂ થઇ છે. આ પેજ પર જવા અહીં ક્લિક કરો.

૨) પહેલું સુખ તે જાતે નર્યા :

images
સમયની સાથે લોકો તંદુરસ્તી વિષે ઘણા સભાન થયા છે. પરંતુ ઘણીવાર છાપાં કે મેગેઝીનોમાં છપાતા અથવા વોટ્સએપ કે ફેસબુક પર આવતા જાતજાતના નુસખા યોગ્ય ડોક્ટરની સલાહ વગર જાતે જ અજમાવવા લાગ્યા છે.

વળી ઘણી વાર અનધિકૃત લોકો સસ્તી લોકપ્રિયતા માટે અનુભવસિધ્ધ ન હોય તેવા નુસખા પણ આયુર્વેદના નામે રજૂ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. એટલે મેં આરોગ્ય વિશેની જાણવા જેવી તમામ માહિતી પ્રમાણિત અને અધિકૃત સ્ત્રોતોમાંથી મેળવીને અહીં રજૂ કરેલ છે.

તો ક્લિક કરો આ લિંકસ પર અને માણો વિવિધ વિષયોનો રસાસ્વાદ:

# પહેલું સુખ તે…

# કબજીયાતનો ક…

# શું તમારા લોહીમાં લોખંડ છે ?

# શું દવા વગર કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય?

# ફળ ક્યારે અને કઈ રીતે ખાવાં

# આર્થ્રાઇટિસ (સંધિવા)થી કેવી રીતે બચવું?

# હાર્ટએટેક અને એલોપથી – આશ્ચર્યજનક ચોખવટ

દેશી ગાયનું દૂધ અને જર્સી ગાયનુ દૂધ – વૈજ્ઞાનિક દ્રષ્ટિએ

(વધુ પોસ્ટ્સ ટૂંક સમયમાં મૂકાશે, તો આ બ્લોગ જોતા રહેશો.)

૩) મનની શક્તિ અપાર:

mind

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે ‘હે અર્જુન, હું દરેક મનુષ્યના હૃદયમાં વસું છું.’

જો ભગવાન સ્વયં દરેક મનુષ્યના શરીરમાં વસતો હોય, તો પછી મનુષ્ય પણ ભગવાનના જેવી અનંત શક્તિઓ ધરાવતો હોવો જોઈએ. પ્રશ્ન એ છે કે આ અનંત શક્તિઓ મનુષ્યમાં હોય છે, તો તે ક્યાં હોય છે અને તેને જગાડવા માટે શું કરવું જોઈએ?

મનની શક્તિને લગતા આવા પ્રશ્નોના જવાબ આ લેખમાળા દ્વારા આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આ લેખમાળાની વિવિધ પોસ્ટ્સ પર જવા આ લિંકસ પર ક્લિક કરો: 

# મનની શક્તિ અપાર

# શક્ય છે

# મનની શક્તિથી તંદુરસ્તી

# મનની શક્તિથી સફળતા

# મનની શક્તિથી સુખ, શાંતિ, સંતોષ અને આનંદ

૪) મગજ કસો:

images

મગજમારીના શોખીનો માટે બુદ્ધિવર્ધક કોયડા, પઝલ્સ, બ્રેઈન ગેઈમ્સ અને બીજું ઘણું બધું જુઓ અને તમારા IQનો ટેસ્ટ કરો નીચેની લિંકસ પર:

મગજ કસો

મગજ કસો ભાગ ૨

# મગજ કસો ભાગ ૩

પણ મગજ કસ્યા સિવાય જવાબોના પાના પર જશો નહિ હોં કે !

૫) વેદ થી પુરાણ સુધી:

ved

“વેદ થી પુરાણ સુધીનાં શાસ્ત્રો” કેટલાં છે, ક્યાંક્યાં છે અને તેમાં શાનું વર્ણન છે, તે રસપ્રદ માહિતી અહીં સરળ શબ્દોમાં રજૂ કરેલ છે.

તો કરવા માંડો ક્લિક વિવિધ પોસ્ટ્સની આ લિંકસ પર:

# પ્રસ્તાવના

# વેદ થી પુરાણ સુધી

# શાસ્ત્રોનું વિભાગીકરણ

# વેદ -સૌથી પ્રાચીન ગ્રંથ

# વેદોનું જ્ઞાન

# ઋગ્વેદ

# યજુર્વેદ

# સામવેદ

# અથર્વવેદ

# ‘વેદ’ના આધુનિક સંદેશ

હાલ દસ પેજ અપલોડ કરેલ છે, બાકીનાં પેજ ટૂંક સમયમાં મૂકાશે. તો આ બ્લોગ જોતા રહેશો.

આ બ્લોગ ‘ફોલો’ કરશો, તો જયારે પણ અહીં નવી પોસ્ટ મૂકાશે, ત્યારે તમને ઈમેલથી જાણ થશે.

૬) પ્રવાસકથા:

i) ચારધામ યાત્રા:

SAM_4413

મે, ૨૦૧૮માં કરેલ બદરીનાથ અને કેદારનાથની યાત્રાની માહિતીસભર વિગતો રસાળ શૈલીમાં ફોટા તથા વિડીઓ સાથે અહીં જોઈ શકાશે: 

# ચારધામ યાત્રા -૧) હરદ્વાર

# ચારધામ યાત્રા -૨) કેદારનાથ

હાલ બે પોસ્ટ્સ અપલોડ કરેલ છે, વધુ પોસ્ટ્સ ટૂંક સમયમાં મૂકાશે. તો આ બ્લોગ જોતા રહેશો.

ii) હમ્પી પ્રવાસ:

20180919_102218

સપ્ટેમ્બર, ૨૦૧૮માં કર્ણાટકના મશહૂર પર્યટન સ્થળ હમ્પીના પ્રવાસની માહિતીસભર વિગતો રસાળ શૈલીમાં ફોટા તથા વિડીઓ સાથે અહીં જોઈ શકાશે: 

# હમ્પી –(૧) પમ્પાદેવી (પાર્વતી)ની તપસ્યા ભૂમિ

# હમ્પી –(૨) વીર હનુમાનની કિષ્કિન્ધા નગરી

# હમ્પી –(૩) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી ભાગ (૧)

# હમ્પી – (૪) ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુવર્ણયુગનું સાક્ષી ભાગ (૨)

આ ચાર પોસ્ટ્સ સાથે હમ્પી પ્રવાસકથા લેખમાળા પૂર્ણ થયેલ છે. આ પ્રવાસકથા વિષે આપનો ફીડબેક જણાવવા વિનંતી છે. 

૭) વાર્તા રે વાર્તા:

Chorti
અહીં ટૂંકી વાર્તાઓ મળશે:

# ચોરટી: આ વાર્તા સુપ્રસિદ્ધ ગુજરાતી વાર્તામાસિક મમતા ના ઓક્ટોબર, ૨૦૧૭ના અંકમાં છપાયેલ છે.

ગામડાની ગરીબ, અભણ અને વારસાગત મજબૂરીથી ચોરીની આદત ધરાવતી સ્ત્રી ગુલાબો અને શહેરના નામાંકિત પ્રોફેશનલ અભય વચ્ચે પાંગરેલ પ્રેમની કથા કહેતી આ લવસ્ટોરી “ચોરટી” વાંચવા અહીં ક્લિક કરો.

# માઈક્રોફિક્શન વાર્તાઓ: ૧૦૦ શબ્દો સુધીની માઈક્રો વાર્તાઓ વાંચવા માટે અહીં ક્લિક કરો.

# સાચી નિવૃત્તિ: આ વાર્તા માતૃભારતી અભિયાન દ્વારા ઓક્ટોબર ૨૦૧૭માં આયોજિત રાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં વિજેતા જાહેર થયેલ છે.

અનિલરાય નિવૃત્તિ પછી નવરા પડવાથી કંટાળીને ઉદાસીન રહેવા લાગ્યા છે, ત્યારે તેમનો દીકરો મુકેશ તેમને ફરી ખુશખુશાલ કરવા શું કરે છે, તે આ ટૂંકી વાર્તા “સાચી નિવૃત્તિ” માં રજૂ થયેલ છે.

આ વાર્તા વાંચવા અહીં ક્લિક કરો.

# કળિયુગનો કાનુડો: તાજેતરમાં રાજકોટના એક વ્યક્તિએ પોતાની વૃદ્ધ અને બીમાર માતાને ધાબા પરથી ફેંકી દઈને તેનું મૃત્યુ નીપજાવ્યું હતું. આ કરુણ સત્ય ઘટના પર આધારિત વાર્તા “કળિયુગનો કાનુડો” વાંચવા અહીં ક્લિક કરો.

૮) હાસ્ય વિનોદ:

laughter-300x3001

હસે તેનું ઘર વસે. તો ચાલો આપણે પણ થોડું હસી લઈએ. 

# પૌરાણિક પ્રસંગો – તીરછી નજરે

વોટ્સ એપ પર મળેલા જોક્સમાંથી પૌરાણિક પ્રસંગોને લગતા હાસ્યપ્રસંગો અહીં મૂકેલ છે.  

# હાસ્યગીત અને શાયરી

કેટલીક જાણીતી રચનાઓ, રચનાકારના આભાર સાથે અહીં મૂકેલ છે.

# English Vinglish

વોટ્સ એપ પર મળેલા જોક્સમાંથી કેટલાક અંગ્રેજી હાસ્યપ્રસંગો અહીં મૂકેલ છે.

# વણનોંધાયેલા ભારતીય વિશ્વવિક્રમો  -તીરછી નજરે

# વણનોંધાયેલા ભારતીય વિશ્વવિક્રમો  -તીરછી નજરે ભાગ ૨ 

આ મૌલિક હાસ્યલેખમાં પૌરાણિક પાત્રોના કેટલાક પ્રસંગોને તીરછી નજરે જોવાનો પ્રયત્ન કર્યો છે.

૯) સંભારણાં:

sambharana[suresh trivedi]

“સંભારણાં” માં પચાસેક વર્ષ પહેલાંના ગામડાના લોકજીવનની ખાટી-મીઠી વાતો રજૂ થઇ છે.

તો ક્લિક કરો તેનાં વિવિધ પ્રકરણોની આ લિંકસ પર અને માણો આ પુસ્તકનો રસાસ્વાદ:

# પ્રસ્તાવના

# મારું ગામ માડકા

# બાપા અને બા

# નિશાળ

# મકાનોની બાંધણી

# લોકજીવન

# મનોરંજન

# ગામડાનાં દૂષણો,

# વાચકોના પ્રતિભાવો

# સંભારણાં પુસ્તક ડાઉનલોડ (PDF File -1 MB)

૧૦) ચટાકેદાર ઊંધિયું:

undhiyu
ઊંધિયું બનાવવામાં જે રીતે વિવિધ જાતનાં શાકભાજી ભેગાં કરીને તેમાંથી ચટાકેદાર અને લિજ્જતદાર વાનગી બને છે, તેજ રીતે વિવિધ વિષય ઉપરના લેખો અહીં એક શિર્ષક હેઠળ રજુ કર્યા છે, એટલે આ કેટેગરીને ચટાકેદાર ઊંધિયું એવું નામ આપ્યું છે.

ઊંધિયું નામ વાંચીને રેસીપી માટે અહીં સર્ચ કરનાર બહેનો માફ કરે !!

હવે ક્લિક કરો નીચેની લિંકસ પર અને માણો વિવિધ વિષયોનો રસાસ્વાદ:

# ચટાકેદાર ઊંધિયું

# શ્રેષ્ઠ દાનવીર કોણ છે ?

# અંગદાન-શ્રેષ્ઠદાન

# બ્રાહ્મણ ઈતિહાસ

# શ્રીમાળી બ્રાહ્મણ ઈતિહાસ

૧૧) મનમોહક ફોટોગ્રાફ્સ:

IMG_225088677232657

ચિત્રકામ કે ફોટોગ્રાફીનો થોડોઘણો શોખ હોય તો સરસ ફોટો જોઇને હંમેશાં દિલ ખુશ થઇ જાય છે. હવે તો અત્યાધુનિક અને ઉંચી ગુણવત્તા ધરાવતા કેમેરા મોબાઈલમાં જ મળતા થઇ ગયા હોવાથી અને પ્રિન્ટ કાઢવાનો ખર્ચ તથા સમયની બચત પણ થતી હોવાથી લોકો આડેધડ ફોટા પાડતા થઇ ગયા છે. પરંતુ પ્રોફેશનલ ફોટોગ્રાફરના ફોટા માણવાની મજા તો કંઇક અલગ જ હોય છે.

અત્યારના ઈન્ટરનેટના યુગમાં આવા અદભૂત ફોટા માણવાનું પણ સહેલુંસટ થઇ ગયું છે. પરંતુ દરેક જણ પાસે નેટ પર ખાંખાખોળા કરવાનો સમય, ધીરજ અને કુશળતા હોતી નથી. તેથી મને થયું કે ચલો, દિલ ખુશ થાય એવા ફોટા સહેલાઈથી જોઈ શકાય તેવું એક પેજ બનાવું. તો ક્લિક કરો નીચેની લિંકસ પર અને માણો મનમોહક ફોટોગ્રાફ્સની મઝા.

# અદભૂત ક્ષણે ઝડપેલા ફોટોગ્રાફસ

# અહો ! આશ્ચર્યમ્ !!

૧૨) ગુડમોર્નિંગ, ઇન્ડિયા:

newspaper

સવારના પહોરમાં ચા સાથે છાપું લઈને બેસીએ તો મોટાભાગના સમાચાર મારધાડ કે લૂંટફાટ, ખૂન કે બળાત્કાર, ચોરી, દગો કે ઠગાઈ અથવા લાંચ કે કૌભાંડને લગતા જ નજરે પડે છે. આવા ખરાબ સમાચાર વાંચીને આપણને સવાર પહોરમાં જ ઢગલો નેગેટીવ વાયબ્રેશન્સ મળે છે, જેની અસરથી આપણો આખો દિવસ નિરાશાજનક અને ગમગીન નીવડે છે.

આથી મને વિચાર આવ્યો કે દરરોજના છાપામાંથી જે કંઇ સારા સમાચાર હોય તેને તારવી લઈને આ બ્લોગમાં તેનું એક અલગ પેજ બનાવી રજુ કરું, જેથી વાંચકોને આ સારા સમાચાર વાંચીને પોઝીટીવ વાયબ્રેશન્સ મળે અને સવારના પહોરમાં કરેલી આવી “ગુડમોર્નિંગ વિશ” આ મિત્રોનો દિવસ સુધારવામાં થોડીઘણી નિમિત્ત બને. તો ચાલો સરસ અને આનંદદાયક સમાચારો વાંચવા અહીં ક્લિક કરો.

૧૩) મૂરખનો સરદાર કોણ છે:

download (1)

આપણને બધાને બીજા લોકોની મૂર્ખાઈની વાત કરવામાં અને તેને ચગાવવામાં બહુ જ રસ પડે છે. પરંતુ વાસ્તવમાં દરેક જણ નાની-મોટી મૂર્ખાઈ તો કરતા જ રહેતા જ હોય છે. જો આપણે આજુબાજુ સુક્ષ્મ દ્રષ્ટિથી જોતા રહીએ, તો કેટલાય મૂરખ આપણને નજરે પડશે.

આવા મૂરખ લોકોમાંથી વધારે મૂર્ખાઈનું કામ કરનાર એટલે કે “મૂરખનો સરદાર” વાસ્તવિક જિંદગીમાંથી શોધીને અહીં તમારી સમક્ષ રજૂ કરેલ છે, જેમને આપણે બધા મળીને આપીશું “મૂરખનો સરદાર એવૉર્ડ”. તો ચાલો, મૂરખના સરદારને ઓળખવા અહીં ક્લિક કરો.

૧૪) કેટલાંક રેખાચિત્રો:

20150109_145850

મારા કોલેજકાળ અને તે પછીના સમય દરમ્યાન દોરેલા સ્કેચીઝ  અહીં જોવા મળશે.

૧૫) સ્ટેમ્પ્સ ઓફ ઇન્ડિયા:

1

આપણા દેશની ટપાલ ટિકિટોના આલ્બમ સ્ટેમ્પ્સ ઓફ ઇન્ડિયા”  પર જવા અહીં ક્લિક કરો.

૧૬) સ્વપરિચય:

1934-4x6-1

મારી ઓળખાણ તથા સંપર્કની વિગતો અહીં મળશે.

૧૭) વાંચકોના પ્રતિભાવ:

K.3

આ બ્લોગ માટે મળેલ વાંચકોના પ્રતિભાવ અહીં જોવા મળશે.  

આ બ્લોગનું આઈ ડી હવે એકદમ ટૂંકું, સરળ અને યાદ રહી જાય તેવું બનાવ્યું છે – દાદાજીની વાતો ડોટ કોમdadajinivato.com, જેની નોધ લેવા વિનંતી છે.

તો હવે તમારી પસંદગીના વિષયોની મઝા માણો અને આપનો પ્રતિભાવ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવો. 
આ બ્લોગને ફોલો કરો, જેનાથી બ્લોગની નવાજુની આપને ઈમેલ દ્વારા પ્રાપ્ત થશે.  
મિત્રો, આપને જે પેજ પસંદ આવે, તે પેજને લાઇક (like) કરવા, "અહીં મૂલ્યાંકન કરો" કોલમમાં રેટિંગ આપવા અને 
અને વોટ્સ એપ, ફેસબુક, વિગેરે સોશિયલ મિડિયા પર આપના મિત્રો સાથે શેર (SHARE) કરવા વિનંતી છે.   

અવારનવાર અહીં મળતા રહેજો…

મુલાકાત બદલ આભાર,

આપના સુંદર સ્વાસ્થ્યની શુભ કામનાઓ સાથે,

-સુરેશ ત્રિવેદી

Advertisements

તાજેતરની પોસ્ટ્સ

કઈ રીતે પસંદ કરશો નવા નિયમ મુજબનું ટીવી ચેનલ પેકેજ?

ટીવી રસિયાઓ આનંદો! હવે તમારા ‘અચ્છે દિન’ આવી ગયા છે! કારણકે હવે તમે વણજોઈતી ચેનલો કેન્સલ કરીને ટીવી ચેનલનો બિનજરૂરી ખર્ચ ઘટાડી શકશો! ૧લી ફેબ્રુઆરી ૨૦૧૯થી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા –ટ્રાઈ દ્વારા ટીવી ચેનલના ગ્રાહકોની સવલત, સરળતા અને બિનજરૂરી ખર્ચને ધ્યાનમાં રાખીને ક્રાંતિકારી કહી શકાય તેવા નિયમો લાગુ પાડવામાં આવનાર છે. ટ્રાઈના આ નવા નિયમોની … વાંચન ચાલુ રાખો કઈ રીતે પસંદ કરશો નવા નિયમ મુજબનું ટીવી ચેનલ પેકેજ?

Rate this:

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૧૯

ભારતના અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ “અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૧૯” અમદાવાદમાં શરૂ થઇ ગયો છે. આ “ખરીદોત્સવ” વિષેની રજેરજ માહિતી ગુજરાતી ભાષામાં ફક્ત આ વેબસાઈટ “દાદાજીની વાતો” @dadajinivato.com પર રજૂ થઈ રહી છે. તા. ૧૭ થી ૨૮ જાન્યુઆરી, ૨૦૧૯ દરમ્યાન બાર દિવસ સુધી ચાલનારા આ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ … વાંચન ચાલુ રાખો અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૧૯

Rate this:

અમદાવાદ ફ્લાવર શૉ ૨૦૧૯

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  દ્વારા દર વર્ષે સુંદર ફ્લાવર શૉ નું આયોજન કરવામાં આવે છે. આ પ્રણાલિકા અંતર્ગત આ વર્ષે પણ અમદાવાદના સાતમા ફ્લાવર શૉ “અમદાવાદ ફ્લાવર શૉ ૨૦૧૯” નું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તારીખ ૧૬.૦૧.૨૦૧૯ના રોજ સવારે ૮.૩૦ કલાકે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આવેલ ફ્લાવર ગાર્ડન અને ઈવેન્ટ ગ્રાઉન્ડ, ટાગોર હોલ પાછળ, … વાંચન ચાલુ રાખો અમદાવાદ ફ્લાવર શૉ ૨૦૧૯

Rate this:

દેશી ગાયનું દૂધ અને જર્સી ગાયનુ દૂધ – વૈજ્ઞાનિક દ્રષ્ટિએ

  કુદરતની વ્યવસ્થા મુજબ દરેક સસ્તન પ્રાણીઓનાં બચ્ચાંઓ પોતાની માતાનું દૂધ પી ને મોટાં થાય છે. પરંતુ એક વાર બીજો ખોરાક લેવાનું ચાલુ કરે, પછી તે દૂધ પીવાનું છોડી દે છે. ફક્ત મનુષ્ય જ એવું પ્રાણી છે, જે જન્મે ત્યારથી દૂધ પીવાનું ચાલુ કરે છે, તે છેક મૃત્યુપર્યંત ચાલુ રાખે છે. જંગલી અવસ્થામાં હતો ત્યારથી … વાંચન ચાલુ રાખો દેશી ગાયનું દૂધ અને જર્સી ગાયનુ દૂધ – વૈજ્ઞાનિક દ્રષ્ટિએ

Rate this:

More Posts