પ્રસ્તાવના-

 

ved

સામાન્ય વ્યવહારમાં લોકો અવારનવાર કહેતા હોય છે કે શાસ્ત્રમાં આમ કહ્યું છે ને તેમ કહ્યું છે. પરંતુ જો તેમને પૂછવામાં આવે કે ક્યા શાસ્ત્રમાં આવું કહ્યું છે, તો જરૂરથી તેઓ મૂંઝવણમાં મૂકાઇ જાય. કારણકે મોટાભાગના લોકોએ વેદો, ઉપનિષદો, પુરાણો, વિગેરે શાસ્ત્રોનાં નામ તો સાંભળ્યાં હોય છે, પરંતુ તે ઉપરાંત બીજાં ક્યાં ક્યાં શાસ્ત્રો છે અને કયા શાસ્ત્રમાં કઈ વાતનું વર્ણન છે, તેની જાણકારી તેમને હોતી નથી.

આથી મને થયું કે ચાલો આપણે તપાસ કરીએ કે શાસ્ત્રો કેટલાં છે, કયાં કયાં છે અને દરેક શાસ્ત્રમાં શાનું વર્ણન કરેલું છે. આ માટે મેં કેટલાંય પુસ્તકો ફંફોળ્યા અને ગુગલ મહારાજનું પણ શરણ લીધું. છેવટે આપણાં શાસ્ત્રો વિષે માહિતી એકઠી થવા માંડી ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ શાસ્ત્રો કંઈ બેચાર કે આઠદસની સંખ્યામાં નથી, પરંતુ લગભગ ૪૦ થી ૫૦ તો મુખ્ય ગ્રંથ છે અને તેના ઉપગ્રંથો, મીમાંસા, સંબંધિત ગ્રંથો વિગેરેને સાથે ગણતાં સાથે કુલ આંકડો ૫૦૦ની સંખ્યાને પણ પાર કરી જાય છે. આ ઉપરાંત જો તેમાં હાલ અપ્રાપ્ય છે એવા અસંખ્ય ગ્રંથો, હજુ સુધી હસ્તલિખિત પ્રતના સ્વરૂપમાં જ છે અને પ્રકાશિત થયા નથી તેવા અનેક ગ્રંથો, સંખ્યાબંધ અમાન્ય ગ્રંથો અને અગણિત સાંપ્રદાયિક ગ્રંથોને પણ ગણતરીમાં લઈએ, તો કુલ શાસ્ત્રોની સંખ્યા હજારોમાં પહોંચે.

ઉપરાંત આ માથાફોડીમાં એક બીજી વાત પણ ધ્યાનમાં આવી કે શાસ્ત્રોની વિગતો જાણવા માટે મેં જે જે સ્ત્રોત તપાસ્યા હતા, તે બધામાં શાસ્ત્રો વિષેની સમજ તથા શાસ્ત્રોમાં સમાવિષ્ટ વિષયોનું વર્ણન એટલા અઘરા શબ્દપ્રયોગો દ્વારા કરવામાં આવ્યું છે કે ફક્ત વિદ્વાનોને જ તેમાં સમજ પડે. આથી મેં સામાન્ય માણસને પણ સહેલાઇથી સમજ પડે તેવી સરળ ભાષામાં ‘વેદથી માંડીને પુરાણો સુધીનાં’ શાસ્ત્રો વિષેની પ્રાથમિક માહિતી અહીં રજૂ કરી છે. 

આ ઘણો પ્રાચીન અને વિશાળ ફલક પર વિસ્તરેલો વિષય છે. પ્રાચીનકાળના અનેક ઋષિમુનીઓએ આ શાસ્ત્રોની રચના, વિવરણ અને ટીકામાં પોતપોતાની રીતે અમૂલ્ય યોગદાન આપ્યું છે તેમજ આધુનિકકાળના અસંખ્ય પંડિતો અને વિદ્વાનોએ પણ આ ગ્રંથો વિષે ઘણી છણાવટ કરેલી છે. આ દરેક ઋષિઓ અને પંડિતોએ શાસ્ત્રોના સિદ્ધાંતોનું પોતપોતાના મત મુજબ અર્થઘટન કરેલ છે. તેને લીધે કાળક્રમે મૂળ શાસ્ત્રના રૂપરંગ, મંત્રોની સંખ્યા, તેના ઉપદેશનો અર્થ અને અન્ય વિગતોમાં ઘણા ફેરફાર પણ થયેલ છે. આથી એક જ શાસ્ત્ર અંગે જુદાજુદા સ્ત્રોતમાં જુદીજુદી અને વિરોધાભાસી માહિતી પણ ઘણી વાર જોવા મળે છે. એટલા માટે અહીં શક્ય એટલી તમામ માહિતી એકસાથે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે અને તેના સ્ત્રોત પણ દર્શાવ્યા છે. છતાં પણ શક્ય છે કે કોઈ અન્ય સ્ત્રોતમાં કે કોઈ અન્ય વિદ્વાનના મત મુજબ આ માહિતી સાથે થોડો ઘણો વિરોધાભાસ પણ જણાય. 

આ લેખ સંપાદન કરવા માટે મેં અનેક પુસ્તકો અને ઈન્ટરનેટ મારફત કેટલાક બ્લોગ અને વેબસાઈટ પરથી માહિતી એકઠી કરેલ છે. આ નામી અનામી સર્વે લેખકો અને માહિતીસ્ત્રોતોનો હું ઋણી છું અને તે સર્વેનો હું જાહેર આભાર માનુ છું.

તો ચાલો હવે આપણે  મેળવીએ “વેદ થી પુરાણ સુધીનાં શાસ્ત્રો” વિષેની રસપ્રદ માહિતી.  

 

આ લેખમાળાના હવે પછીના લેખ “વેદ થી પુરાણ સુધી” પર જવા અહીં ક્લિક કરો.

આ લેખ આપને ગમ્યો હોય તો, વોટ્સ એપ, ફેસબુક, ટ્વીટર, વિગેરે પર આપના મિત્રો સાથે શેર કરવા વિનંતી છે.  

આ લેખ અને આ બ્લોગ વિષે આપનો ફીડબેક અહીં આપશો તો આભારી થઈશ.

આ પેજની મુલાકાત માટે આપનો આભાર અને આવી જ રીતે આ બ્લોગનાં અન્ય પેજની મુલાકાત પણ લેશો એવી અપેક્ષા રાખું છું.

આપના સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે, 

-સુરેશ ત્રિવેદી

Advertisements

3 thoughts on “પ્રસ્તાવના-

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s