અદભૂત ક્ષણે ઝડપેલા ફોટોગ્રાફસ

સારો ફોટોગ્રાફ લેવા માટે ચોક્કસ સમય (timing)નું ઘણું મહત્વ હોય છે. અમુક ચોક્કસ ક્ષણે પાડેલા ફોટા (Perfectly timed photos) માણવાલાયક બની રહે છે. પરંતુ જો તે ક્ષણ ચૂકી જઈને ફોટો પાડીએ, તો પછી માત્ર સામાન્ય ફોટો જ મળે છે. ખાસ કરીને કુદરતી દ્રશ્યોના અને દરેક જીવંત પ્રાણીઓ, પક્ષીઓ અથવા વ્યક્તિઓના ફોટો લેતી વખતે ચોક્કસ સમયે ફોટો લેવો ઘણો જરૂરી બને છે.

તો હવે આપણે માણીએ ચોક્કસ ક્ષણે લીધેલા કેટલાક અદભૂત ફોટોગ્રાફસ…..


IMG_24080988890219

સૂર્ય અને ચંદ્ર બંને એક સીધી લીટીમાં અને તે પણ બે સીધાંસટ ઊંચાં વ્રુક્ષોની એકદમ વચ્ચે. વળી સૂર્યનો તેજસ્વી લાલ પ્રકાશ અને ચંદ્રનો મંદ શ્વેત પ્રકાશ આકાશના શીતળ આસમાની રંગ સાથે મળી કેટલું સરસ રંગ સંયોજન બનાવે છે !! ફોટોગ્રાફરે કેટલી ધીરજ અને કેટલા આયોજન પછી આ ફોટો લીધો હશે ! અદભૂત !!


IMG_38583175438383

લાલ રંગના આ પોપટની લીલાંછમ વ્રુક્ષોની પૃષ્ઠભૂમિમાં ઉડાન, પૂર્ણ રીતે ખેંચાયેલી બંને પાંખોથી બનતી કલાત્મક ડિઝાઈન અને નીચેની તરફ વળેલાં પીંછાં કેટલું મનમોહક દ્રશ્ય સર્જે છે !!


IMG_38914420620020

હારબંધ ગોઠવેલી ફૂલોની નાજુક કળીઓ જેવો આભાસ કરાવતી આ પક્ષીની સંપૂર્ણ ખૂલેલી બંને પાંખો કેટલું સુંદર વર્તુળ રચે છે ! ખરેખર, ફોટોગ્રાફરે કેટલી ચોક્કસ ક્ષણે આ ફોટો ક્લિક કર્યો હશે ! માન ગયે ઉસ્તાદ !!


IMG_38924320731685

જંગલના રાજાને પણ સામૂહિક શક્તિ સામે તો ઝૂકવું પડે જ છે ! પણ ફોટોગ્રાફર તેની સામે દોડતા આવતા આવા ભયાનક ઝૂંડને જોઇને કેમેરા મૂકીને ભાગી નથી ગયો તે બદલ તેને ધન્યવાદ તો આપો !!


IMG_40656434536485

પોતાના બચ્ચા માટે ખોરાક લઇ આવતું આ લક્કડખોદ કશા આધાર વિના હવામાં લટકીને પાંખો ફડફડાવતું સ્થિર થઈને પોતાની ફરજ અદા કરે છે, અને બચ્ચું કેટલી આતુરતાથી ખોરાકની રાહ જોઈ રહ્યું છે. ફોટોગ્રાફરને આવો પરફેકટ ફોટો લેવા કેટલી મહેનત પડી હશે !!


IMG_41569370481398

વિજળી ત્રાટકતી તો ઘણી જોઈ હશે, પરંતુ વિજળીના આવા ચમકતા રૂપેરી લીસોટા કદાચ ભાગ્યેજ જોવા મળ્યા હશે. વળી પાણીની સપાટીમાં તેનાં પ્રતિબીંબ પણ બરાબર જીલાયાં છે. પશ્ચાદભૂમિમાં પીળો પ્રકાશ આ ફોટાને અલગ પરિમાણ પૂરું પડે છે.


IMG_48445933303122

ભલે કહેવાય એક સામાન્ય કુતરાનો ફોટો, પરંતુ તે એટલી ચોક્કસ ક્ષણે ઝડપ્યો છે કે કુતરાનું ધનુષ્યની પણછ જેવું આખું ખેચાયેલું શરીર અને તંગ થઈને ઉપર ઉઠેલી પૂંછડી આસમાની આકાશ અને શ્વેત વાદળાંની પશ્ચાદભૂમિમાં એક અદભૂત દ્રશ્ય સર્જે છે !!


IMG_85941633822771

ઉપરના ફોટાની જેમ આ પણ એક સામાન્ય વૃક્ષનો જ ફોટો છે, પરંતુ પૂર્ણ ખીલેલોં ચંદ્ર વૃક્ષની બરાબર વચ્ચે જ આવ્યો, ત્યારે જ ખેંચેલો આ ફોટો જાણેકે ચંદ્રને અનેક તિરાડો પડી ગઈ એવું દ્રશ્ય ઉભું કરે છે. વળી ચંદ્રનો પ્રકાશ ઝાંખો હોવાથી અને વૃક્ષથી ઢંકાઈ જવાથી પીળા રંગને લીધે સૂર્યના જેવો આભાસ ઉભો કરે છે. ઉપરાંત ઝાંખા પ્રકાશને લીધે બાકીનું વૃક્ષ સ્પષ્ટ રીતે ઘેરા રંગનું દેખાય છે અને એક અદભૂત દ્રશ્ય ઉભું કરે છે !!!


IMG_110092048762975

નળમાંથી ટપકતું પાણીનું ટીપું ઝડપવા આ પક્ષી બંને પાંખો પૂરેપૂરી ફેલાવી જેવું નળ પાસે પહોંચ્યું કે તરતજ ઝડપાયેલો આ ફોટો બદામી રંગની પૃષ્ઠભૂમિમાં ઘેરા મોરપિચ્છ રંગના પક્ષીનું આછા બદામી રંગની પાંખો સાથે કેટલું અદભૂત દ્રશ્ય રચે છે !!


IMG_171210832516830

એક મસ્ત હાથીયુગલ તેમની સૂંઢના બેનમૂન વળાંકો દ્વારા કેટલું સુંદર પ્રેમનું પ્રતિક બનાવે છે !! વળી સૂર્યોદય કે સુર્યાસ્ત સમયે લીધેલ હોવાથી આ ફોટો આહ્લાદક આસમાની અને પીળા રંગની પૃષ્ઠભૂમિ પુરી પાડે છે, જેથી હાથીઓનો કાળો રંગ છાયા ચિત્રનો આભાસ ઉભો કરે છે !!


IMG_173227657259972

વૃક્ષની ડાળીનો સહારો લઈને વાંકા વળી તરસ છિપાવતું આ પક્ષી પાંખો ફેલાવી સંતુલન જાળવે છે, તે ક્ષણને પાણી અને આકાશની એકાકાર થઇ ગયેલી પૃષ્ઠભૂમિમાં ફોટોગ્રાફરે એવી કુશળ રીતે કેદ કરી છે કે પક્ષી અને ડાળીનું પ્રતિબીંબ પણ આબાદ ઝીલાયું છે !!!


IMG_201566837196383

કોઈ નીરવ રાત્રિમાં શાંત સમુદ્રમાં વહી જતું આ વહાણ જેવું પૂનમના ચંદ્રની સમક્ષ આવ્યું કે ફોટોગ્રાફરે એવી રીતે ફોટો લીધો કે જાણે કે ચંદ્ર ઉપર કોઈએ વહાણના સઢની ડિઝાઈન દોરી હોય એવું દ્રશ્ય રચાયું !!


IMG_224970564784335

કટાઈ ગયેલી પાણીની પાઈપમાંથી ટપકતું પાણી હવામાં જ ઝીલતું આ પક્ષી તેની નીચે ખૂલેલી પાંખો, આગળ ખેંચાયેલા બંને પગ અને અધખુલ્લી ચાંચથી કેટલું મનમોહક દેખાય છે !! વળી પાણીની ધારમાં પાણીનાં ટીપાં સ્પષ્ટ રીતે અલગ અલગ દેખાય છે અને કદાચ પક્ષીની પાંખોના ફડફડાટને લીધે લાગેલા પવનથી છેલ્લું ટીપું મોટું બની ગયું છે, જયારે વધારે મોટું એક ટીપું પક્ષીની પાંખની પૃષ્ઠભૂમિમાં આબાદ રીતે ઝીલાયું છે. તો આટલી નજાકતથી લીધેલા આ ફોટા બદલ ફોટોગ્રાફરને શાબાશી તો આપશો ને !!!


IMG_225080104242659

આ ફોટો જોયા પછી હવે તમે ભવિષ્યમાં એવું તો નહીં જ કહો કે “દેડકાંના ફોટા વળી કોઈ દિવસ મનમોહક હોય ?” કારણકે પીળા અને બદામી રંગની પશ્ચાદભૂમિમાં આ બહુરંગી નાજુક દેડકો કોઈ છોડની પાતળી ડાળી અને તેના પરના સુંદર ફળની ઉપર એવું અદભૂત બેલેન્સીંગ કરે છે કે એ મલખમના દાવ કરતા કોઈ ચપળ કિશોર જેવો દેખાય છે. વળી એની ઘેરા મરુન રંગની આંખથી જાણે કે આપણી તરફ નજર રાખી રહ્યો હોય તેમ લાગે છે. ભાઈ ફોટોગ્રાફર, દેડકા વિષે અમારો અભિપ્રાય બદલવા બદલ તારો ખુબ આભાર !!


IMG_225088677232657

શિકારી અને શિકાર બંને એક સાથે  અને તે પણ કેવી માની ન શકાય એવી સ્થિતિમાં !! મગરને ખોરાકનો ઇંતજાર છે અને દેડકું તેનો જીવ બચાવવાના પ્રયાસમાં તેના શિકારીના ઝડબાનો જ ટેકો લઇ લટકી રહ્યું છે. મગરનો આશય પૂરો થાય અથવા દેડકાનો ભાગી જવાનો પ્રયત્ન સફળ થાય, એ પહેલાં ફોટોગ્રાફરે તો તેનો ઉદેશ્ય પૂરો કરી લીધો અને આ બહેતરીન ફોટો આપણને આપ્યો !! વાહ ભાઈ વાહ !! કહેવું પડે !!


 

એક ચોખવટ જરૂરી છે. આ ફોટોગ્રાફસ મારા પાડેલ નથી. ઈન્ટરનેટ, ફેસબુક અને વોટ્સ એપ પર જોયેલા ફોટોગ્રાફસમાંથી મારી પસંદગીના ફોટોગ્રાફસ અહી અપલોડ કર્યાં છે. તો તમામ નામી-અનામી મૂળ ફોટોગ્રાફર્સનો હું આભાર માનું છું.

આ ફોટોગ્રાફસ કેવા લાગ્યા તે “મારો અભિપ્રાય” કોલમમાં જણાવશો તો આભારી થઈશ.

– સુરેશ ત્રિવેદી 

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s