આપેલા ૯ સિક્કાના ૩ સરખા ભાગ પાડો.
હવે પહેલો અને બીજો ભાગ ત્રાજવામાં મૂકો. જો કોઈ એક ભાગનું પલ્લું ઉપર રહે, તો ઓછા વજનવાળો સિક્કો તે ભાગમાં હશે અને જો બંને પલ્લાં સરખાં રહે તો ઓછા વજનવાળો સિક્કો ત્રીજા ભાગમાં હશે. આમ એક વખત ત્રાજવાનો ઉપયોગ કરવાથી ૯ માં થી ૩ એવા સિક્કા મળી જશે, જેમાં એક ઓછા વજનવાળો સિક્કો છે.
હવે આ ત્રણ સિક્કામાંથી કોઈપણ બે સિક્કા ત્રાજવામાં મૂકો. જો કોઈ પલ્લું ઉપર રહે, તો ઓછા વજનવાળો સિક્કો તે પલ્લામાં રહેલો સિક્કો છે. અને જો બંને પલ્લાં સરખાં રહે તો ઓછા વજનવાળો સિક્કો બાકી રહેલો સિક્કો છે. આમ ત્રાજવાનો બે જ વખત ઉપયોગ કરીને ઓછા વજનવાળો સિક્કો શોધી શકાશે.
હવે “મગજ કસો” ના પેજ પર પાછા જવા માટે અહીં ક્લિક કરો.