ચટાકેદાર ઊંધિયું

ચટાકેદાર ઊંધિયું

undhiyu

ખાવાના શોખીન ગુજરાતીઓની પ્રિય વાનગીઓમાંની એક વાનગી છે “ઊંધિયું”. તમે શિયાળાની ઋતુમાં ગુજરાતના કોઈપણ શહેરમાં (હવે તો કોઈપણ ગામડામાં પણ), કોઈપણ જ્ઞાતિના અને કોઈપણ આર્થિક સ્તરના ગુજરાતીને ત્યાં લગ્નપ્રસંગે જાઓ, તો જમવાના મેનુમાં એક અનિવાર્ય વાનગી તરીકે ઊંધિયું તો આ બધી જ જગ્યાએ હોય ને હોય જ.

ઊંધિયું મૂળે સુરતની વાનગી છે, જે અત્યારે આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ છે. અસલમાં એક માટલામાં એટલેકે માટીના ઘડામાં વિવિધ શાકભાજીનાં અલગ અલગ પડ વ્યવસ્થિત રીતે ભરીને, માટલાનું મોઢું બંધ કરી, તેને એક ખાડામાં ઊંધું મૂકી તેના ઉપર દેવતા (સળગતા કોલસા) મૂકીને શાક બનાવવામાં આવતું. આમ માટલું ઊંધું મૂકીને આ વાનગી બનાવવામાં આવતી, તેથી તેનું નામ ઊંધિયું પડ્યું.

સામાન્ય રીતે કોઈપણ જમણવારમાં મીઠાઈ મુખ્ય વાનગી ગણાય અને તે પછી ઉતરતા ક્રમમાં બીજો નંબર ફરસાણનો આવે. એટલેકે મીઠાઈને જમણવારની થાળીનો “રાજા” કહીએ તો ફરસાણને “પ્રધાન” કહેવો પડે. બાકીની વાનગીઓ જેવીકે શાક, દાળ, ભાત, પુરી, રોટલી વિગેરેને પુરક વાનગીઓ એટલેકે “સૈનિકો” સમકક્ષ કહેવાય. જયારે સલાડ, ચટણી, પાપડ જેવી વાનગીઓ પરચુરણ વાનગી એટલેકે સૈન્યમાં વાજિંત્ર વગાડનાર “વાદકો” જેવી ગણાય.

આમ તો ઊંધિયું એક જાતનું શાક જ છે, પણ ગુજરાતી થાળીમાં તેનો દબદબો એવો છે કે તે મીઠાઈ સમકક્ષ ગણાય છે. ગુજરાતી થાળીનો ભાવ કેટરર્સ નક્કી કરે ત્યારે મીઠાઈની સંખ્યા જેમ વધતી જાય તેમ તે થાળીનો ભાવ વધતો જાય. ફરસાણ, શાક, દાળ, ભાત, પુરી, રોટલી જેવી બાકીની વાનગીઓ સામાન્ય રીતે જે તે પેકેજમાં આવી જાય, જેનો જુદો ભાવ ના ગણાય. પરંતુ જો તમે આ થાળીમાં ઊંધીયાનો સમાવેશ કરો, તો તમારે એક વધારાની મીઠાઈ જેટલો વધારાનો ખર્ચ કરવા તૈયાર થવું પડશે, કારણકે કેટરર્સ ઉંધિયાને એક મીઠાઈ સમક્ક્ષ ગણે છે. આમ “ઊંધિયું” ગુજરાતી થાળીનો ‘રાજા’ ગણાય.

હવે ઊંધિયું બનાવવામાં સુરતી પાપડી, વાલોળ, લીલી તુવેર અને લીલા વટાણાના દાણા, રીંગણ, બટાકા, સૂરણ, રતાળુ, કાચાં કેળાં, લીલું લસણ, કોથમીર જેવાં વિવિધ શિયાળુ શાક વપરાય છે, પરંતુ જ્યાં સુધી તેમાં મેથીનાં મુઠીયાં નાખવામાં ના આવે ત્યાં સુધી તે અસલ ઊંધિયું ગણાતું નથી. હવે મેથીનાં મુઠીયાં પોતાની રીતે એક ફરસાણ છે. તે ઉપરાંત ઉંધિયામાં પાતરાં પણ નાખવામાં આવે છે, જે પણ એક જાતનું ફરસાણ છે. આમ ઊંધિયું ભલે એક શાક હોય, તેમાં બે ફરસાણનો સ્વાદ એકસાથે આવે છે. એટલે “ઊંધિયું” ગુજરાતી થાળીનો ‘પ્રધાન’ પણ ગણાય.

આમ ઉંધિયાને ગુજરાતી થાળીના રાજા અને પ્રધાન બંનેનો દરજ્જો એકસાથે મળે, પછી તો તેનો દબદબો હોય જ ને મારા ભાઈ !

તો આ થઇ આજના શિર્ષક વિષે રસપ્રદ વાતો, પરંતુ આ શિર્ષક પસંદ કરવા પાછળ મારો મૂળ હેતુ તો એકદમ અલગ જ છે. એટલે જો વાંચકોએ, ખાસ કરીને બહેનોએ “ચટાકેદાર ઊંધિયું“ એવું શિર્ષક વાંચીને ઊંધિયું કેવી રીતે બનાવવું એ જાણવા માટે અહીં ક્લિક કરી હશે તો તેઓએ નિરાશ થવું પડશે.

વાસ્તવમાં ઊંધિયું બનાવવામાં જે રીતે વિવિધ જાતનાં શાકભાજી ભેગાં કરીને તેમાંથી ચટાકેદાર અને લિજ્જતદાર વાનગી બને છે, તેજ રીતે મારા વિવિધ વિષય ઉપરના લેખો અહીં એકઠા કરીને એક શિર્ષક હેઠળ રજુ કરવાનો મારો આશય છે, એટલે મેં આ કેટેગરીને “ચટાકેદાર ઊંધિયું” એવી નામ આપ્યું છે.

તો આપની સમક્ષ રજુ કરું છું વિવિધ વિષયો પરના કેટલાક લેખો:

આપની પસંદગીના લેખ પર જવા માટે તેના પર ક્લિક કરો:

૧) શ્રેષ્ઠ દાનવીર કોણ છે ?

૨) અંગદાન-શ્રેષ્ઠદાન

૩) બ્રાહ્મણ ઈતિહાસ 

૪) શ્રીમાળી બ્રાહ્મણ ઈતિહાસ

 

આશા રાખું છું કે તમને આ લેખો ઉંધિયા જેવા સ્વાદિષ્ટ અને ચટાકેદાર લાગશે. પરંતુ જો તમને તેવું ના લાગે, તો નીચે આપેલ “મારો અભિપ્રાય” કોલમમાં મને ઠપકો આપવાનો તમને પૂરો અધિકાર છે.

તમારો અભિપ્રાય, સલાહ-સૂચન અને અનુભવ બધાની સાથે વહેંચવા અહિ નીચે આપેલ “મારો અભિપ્રાય” કોલમમાં જણાવશો એવી આશા રાખું છું.

તો આ બ્લોગનાં અન્ય પેજની પણ મુલાકાત લેવા અને આપને જે તે લખાણ કેવું લાગ્યું તે દરેક પેજની નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જરૂરથી જણાવવા વિનંતી.   
જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો તમારું ઇમેલ આઈડી અહીં રજીસ્ટર કરીને આ બ્લોગના ચાહક બનવા વિનંતી છે. જેથી કરીને  બ્લોગ પર જયારે જયારે નવી પોસ્ટ મુકાય ત્યારે આપને ઈમેલ દ્વારા જાણ થાય તેવી સુવિધા મળશે.  
મિત્રો, જો શક્ય હોય તો, આ બ્લોગનાં જે પેજ તમે વાંચો તેના પરનો તમારો અભિપ્રાય અને સલાહ-સૂચન દરેક પેજની નીચે આપેલ "મારો અભિપ્રાય"ના કોલમમાં આપવા વિનંતી છે. 

આપને જે પેજ પસંદ આવે, તે પેજને નીચેના ભાગમાં આપેલ લાઇક (like)ના બટન પર ક્લિક કરવા વિનંતી છે.  
દરેક પેજની આપની પસંદ અથવા નાપસંદ નીચે આપેલ "અહીં મૂલ્યાંકન કરો" કોલમમાં દર્શાવવા વિનંતી છે. 
જે પેજ તમને પસંદ પડે તેને વોટ્સ એપ, ફેસબુક, ટ્વીટર, ગુગલ+ અને અન્ય સોશિયલ મિડિયા ઉપર શેર કરવા વિનંતી છે.   

અવારનવાર અહીં મળતા રહેવાનું ભૂલશો નહી હોં !!

મુલાકાત બદલ આભાર,

તમારા સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે, 

-સુરેશ ત્રિવેદી  

 

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s