ગુડમોર્નિંગ, ઇન્ડિયા

newspaper

સવારના પહોરમાં ચા સાથે છાપું લઈને બેસીએ તો આખા છાપામાં મોટાભાગના સમાચાર મારધાડ કે લૂંટફાટ, ખૂન કે બળાત્કાર, ચોરી, દગો કે ઠગાઈ અથવા લાંચ કે કૌભાંડને લગતા જ નજરે પડે છે. આવા ખરાબ સમાચાર વાંચીને આપણને સવાર પહોરમાં જ ઢગલો નેગેટીવ વાયબ્રેશન્સ મળે છે, જેની અસરથી આપણો આખો દિવસ નિરાશાજનક અને ગમગીન નીવડે છે.

વાસ્તવમાં આ દુનિયામાં જેટલા ખરાબ બનાવો બને છે, તેના કરતાં ઘણી મોટી સંખ્યામાં સારા બનાવો બનતા રહે છે અને તેને લીધે જ આ દુનિયા હજુ જીવવાલાયક અને માણવાલાયક રહી છે. પરંતુ છાપાંવાળા અને ટીવી ન્યુઝ ચેનલવાળાઓ તો એમ જ માને છે કે ખરાબ સમાચારોને હાઈલાઈટ કરીને જ વાચકોને આકર્ષી શકાશે અને ટકાવી રખાશે. તેને લીધે પોઝીટીવ વાયબ્રેશન્સ આપે તેવા આનંદદાયક, ઉત્સાહજનક કે પ્રેરણાત્મક સમાચાર એક તો છપાતા હોય છે જ ઓછા અને વળી પાછા તે છપાયા હોય પણ ખૂણેખાંચરે એવી જગ્યાએ કે તેના પર આપણું ધ્યાન ભાગ્યે જ પડે.

આથી મને વિચાર આવ્યો કે દરરોજના છાપામાંથી આવા સારા સમાચાર તારવી લઈને આ બ્લોગમાં તેનું એક અલગ પેજ બનાવી રજુ કરું, જેથી વાંચકોને આ સારા સમાચાર વાંચીને પોઝીટીવ વાયબ્રેશન્સ મળે અને સવારના પહોરમાં કરેલી આવી “ગુડમોર્નિંગ વિશ” આ મિત્રોનો દિવસ સુધારવામાં થોડીઘણી નિમિત્ત બને.

તો રજુ કરું છું દરરોજનાં છાપાંઓમાંથી પસંદ કરેલા મન ખુશ થાય તેવા સમાચારો.

આપને છાપું વાંચતા હોય તેવો જ અનુભવ થાય તે માટે જે તે મૂળ સમાચારને ફોટોગ્રાફરૂપે જ રજુ કર્યાં છે. તો આપની પસંદગીના સમાચાર વાંચવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને હો જાઓ શરુ:

૧)     “આઈ લવ યુ” કહેવાનું શરુ કર્યું અને મોત પાછું ઠેલાયું ! (નવગુજરાત સમય, તા. ૨૨/૧૨/૨૦૧૫)

૨)     દુર્લભ ઝાડ કપાઈ ન જાય તે માટે પોલીસે “ઈ ટેગિંગ” કરાવ્યું ! (નવગુજરાત સમય, તા. ૨૭/૧૨/૨૦૧૫)

૩)     વૃક્ષપ્રેમી સજ્જને વૃક્ષ કપાતું રોકવા મહીને રૂ ૬૦ હજારના ભાડાથી દુકાન રાખી ! (નવગુજરાત સમય, તા. ૦૮/૦૧/૨૦૧૬)

૪)     ૧૪ વર્ષથી દર્દીઓ અને તેમનાં સગાંઓને એક ટંક જમવાનું મફત પહોંચાડતા સેવાભાવી હેમંતભાઈ ! (નવગુજરાત સમય, તા. ૦૯/૦૧/૨૦૧૬)

૫)     જાપાનમાં એક છાત્રા માટે ટ્રેન દોડે છે ! (નવગુજરાત સમય, તા. ૧૦/૦૧/૨૦૧૬)

૬)     શાહરુખખાને દિલગીરી વ્યક્ત કરી ! (નવગુજરાત સમય, તા. ૧૨/૦૧/૨૦૧૬)

૭)     સુરતી હૃદય મેળવનાર મુંબઈના રાજન કહે છે કે ‘ગુજરાતનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું” ! (નવગુજરાત સમય, તા. ૧૨/૦૧/૨૦૧૬)

૮)     રિક્ષા ડ્રાઈવરનો પુત્ર સી.એ. ફાઈનલની પરિક્ષામાં પાસ ! (નવગુજરાત સમય, તા. ૧૮/૦૧/૨૦૧૬)

૯)     એક માલિકે તેની સેવા કરનાર નોકરને ભેટ આપી રૂ. એક કરોડની માતબર રકમ ! (નવગુજરાત સમય, તા. ૧૨/૦૧/૨૦૧૬)

૧૦)    સુરતની બ્રેઈન ડેડ વ્યક્તિએ ત્રણ જણને નવું જીવન બક્ષ્યું! (નવગુજરાત સમય, તા. ૨૧૦૧/૨૦૧૬)

૧૧)    ફ્રાન્સે ૧૩૦ વર્ષ પહેલાં મેળવેલું હરિહર ભગવાનની મૂર્તિનું મસ્તક કંબોડિયાને પરત કર્યું ! (નવગુજરાત સમય, તા. ૨૨/૦૧/૨૦૧૬)

૧૨)    માણસાનાં શારદાબેને અંગદાન થકી ત્રણ જણને જીવનદાન આપ્યું ! (નવગુજરાત સમય, તા. ૨૪/૦૧/૨૦૧૬)

૧૩)   ઠાકોર સમાજની લાખોની રેલીમાં લોકોએ બતાવી અદભૂત સ્વયંશિસ્ત ! (નવગુજરાત સમય, તા. ૨૮/૦૧/૨૦૧૬)

૧૪)   દારૂ છોડાવવા દારૂડિયાઓનાં માથાનું મુંડન ! (નવગુજરાત સમય, તા. ૨૯/૦૧/૨૦૧૬)

૧૫)    આપણા અમદાવાદની કીડની હોસ્પીટલે એક વર્ષમાં ૭૭ કીડની ટ્રાન્સપ્લાન્ટ કરીને અમેરિકાની હોસ્પિટલનો ૬૮ કીડની ટ્રાન્સપ્લાન્ટનો વિશ્વવિક્રમ તોડ્યો ! (નવગુજરાત સમય, તા. ૩૧/૦૧/૨૦૧૬)

૧૬)    દારૂના અડ્ડાઓ પર પ્રજાની રેડ ! (દિવ્ય ભાસ્કર, તા. ૩૧/૦૧/૨૦૧૬)

૧૭ )   લીવર અને કીડનીનું દાન કરીને ત્રણ લોકોની જિંદગી બચાવી ! (ગુજરાત સમાચાર, તા. ૩૧/૦૧/૨૦૧૬)

મારો આ પ્રયત્ન તમને કેવો લાગ્યો તે માટે તમારો અભિપ્રાય અને સલાહ-સૂચન નીચે આપેલ “મારો અભિપ્રાય” કોલમમાં આપવા વિનંતી.

-સુરેશ ત્રિવેદી 

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s