જાપાનમાં એક છાત્રા માટે ટ્રેન દોડે છે !

આપણા દેશમાં સરકાર બાળકોના શિક્ષણ માટે પાયાની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી પડી શકાતી નથી, ત્યારે જાપાનમાં ફક્ત એક છાત્રા માટે ટ્રેન દોડાવવાનું ચાલુ રાખીને બાળકોને શિક્ષણ આપવા માટે સરકારે કેટલી હદ સુધી જવું જોઈએ, તેનું ઉમદા ઉદાહરણ જાપાને પૂરું પાડ્યું છે. તો હવે વાંચો તા. ૧૦/૦૧/૨૦૧૬ના “નવગુજરાત સમય”માં છપાયેલ આ સમાચાર અને તેની નીચે લખેલ મારી કોમેન્ટસ પર આપનો મત પણ જણાવશો:

20160112_124457

 

જોકે આપણા દેશમાં શિક્ષણની નીચી ગુણવત્તા માટે બધો દોષ સરકાર પર નાખી દેવાનું પણ યોગ્ય નથી, કારણકે સરકારના જેટલો જ દોષ પ્રજાનો (એટલેકે આપણા બધાનો) પણ છે.

બાળકના વિકાસ માટે “મા” પછી સૌથી અગત્યનું સ્થાન “શિક્ષક”નું છે, તે ધ્યાનમાં રાખીને જાપાનના સમાજમાં શિક્ષકને ઊંચું આદરભર્યું સ્થાન અને માનપાન મળે છે. જેમ કે ત્યાંના કોઈ ગામમાં મેળાવડો હોય તો તેમાં મામલતદાર, પોલીસ ઇન્સ્પેકટર કે ડોક્ટર જેવાં સરકારી અધિકારીઓ કરતાં શિક્ષક્ને ઊંચું સ્થાન પ્રાપ્ત થાય છે.

આપણા દેશમાં પણ પુરાતન કાળમાં શિક્ષક એટલે કે “ગુરુ”ને ઘણું ઊંચું સ્થાન પ્રાપ્ત થતું હતું. રામાયણ અને મહાભારતની સીરીયલમાં તમે બધાએ દશરથરાજાને વશિષ્ઠ ઋષિને અને ધૃતરાષ્ટ્ર રાજાને દ્રોણાચાર્યને પગે પડતાં જોયા જ હશે. તે જમાનામાં દરેક ગુરુને તેવો જ આદર અને માન-સન્માન મળતાં.     

આપણો આવો ભવ્ય ભૂતકાળ ભૂલીને આજે આપણે શિક્ષણ અને શિક્ષકની ઉપેક્ષા કરતા થઇ ગયા છીએ, જેને લીધે હોંશિયાર વ્યક્તિઓ શિક્ષણ-ક્ષેત્રમાં આવવાનું પસંદ કરતા નથી. પરિણામે આપણા શિક્ષકોની ગુણવત્તા ઉત્તરોત્તર ઘટતી જાય છે. 

પ્રજા તરીકે આપણે જયારે જાગૃત થઈને શિક્ષક્નો આદર કરવાનું શરુ કરીશું, ત્યારે આપણે ત્યાં શિક્ષણ સુધરશે અને તો સારા ભાવી નાગરીકો તૈયાર થશે. ભગવાન આપણને સૌને સદબુદ્ધિ આપે. 

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” પર જવા અહીં ક્લિક કરો.

અગાઉના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.

આના પછીના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો. 
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s