શાહરુખખાને દિલગીરી વ્યક્ત કરી !

અસહિષ્ણુતાના મામલે બોલીવુડના માનીતા અને જાણીતા કલાકારો શાહરુખખાન અને આમિરખાને દેશની પ્રતિષ્ઠાને અસર થાય એવી કોમેન્ટ્સ કરી, જેનાથી દેશભરમાં ખૂબ જ ઉહાપોહ થયો. ખાસ કરીને ન્યુઝ અને સોશિયલ મિડિયા મારફત લોકોએ આ કલાકારોના આવા વલણનો ઉગ્ર વિરોધ કર્યો અને શાહરુખખાનની આગામી ફિલ્મ “દિલવાલે” જોવા થીએટરમાં ન જવા માટે ઘણો પ્રચાર કર્યો.

ભારતીય પ્રજાની ટૂંકી યાદદાસ્તના ભૂતકાળના કડવા અનુભવોના આધારે હું ધારતો હતો કે લોકો દર વખતની જેમ આ કલાકારોની અણગમતી કોમેન્ટ્સ અને દેશના અપમાનનો મામલો પણ ભૂલી જશે અને ફિલ્મ ન જોવાની અપીલ્સને માન નહીં આપે. વળી “દિલવાલે”ને બમ્પર ઓપનીંગ મળ્યું, તેથી મને મારી ધારણા સાચી પડતી લાગી, એટલે આપણી પ્રજાની ટૂંકી યાદદાસ્તનો રોગ હજુ યથાવત છે, તે સાબિત થતું જોઈ મન ખાટું પણ થયું.

પરંતુ ૧૨-૦૧-૨૦૧૬ના નવગુજરાત સમયમાં “દિલવાલેની દિલગીરી”ના સમાચાર વાંચી આપણા લોકોની વિચારશક્તિ, સમજશક્તિ અને નિર્ણયશક્તિ માટે ફરી એકવાર માન થયું. બાય ધ વે, આપણા દેશની પ્રજાએ થોડા દૂરના ભૂતકાળમાં દેશના સર્વેસર્વા કહેવાતાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને સત્તા પરથી સંપૂર્ણ રીતે ફેંકી દેવાનો અભૂતપૂર્વ ચુંટણી ચુકાદો અને નજીકના ભૂતકાળનો નરેન્દ્ર મોદીને દેશની સત્તા સોંપી દેવાનો એવોજ શકવર્તી ચુંટણી ચુકાદો આપીને પોતાની દ્રઢ નિર્ણયશક્તિનો પરચો તો દેખાડ્યો જ છે. પરંતુ આપણે કુંભકર્ણની જેમ ક્યારેક જ જાગીએ છીએ !!!

મૂળ વાત પર આવીએ તો શાહરુખખાને હવે કબૂલ્યું છે કે “અસહિષ્ણુતાના વિવાદને લીધે તેની ફિલ્મના કલેક્શન પર અસર થઇ છે અને હવેથી તે આવી બાબતો પર ટિપ્પણી નહિ કરે.” તો હવે વાંચો ૧૨-૦૧-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર અને આપણા લોકોની સંગઠનશક્તિને દાદ આપો.

20160128_114239

20160128_114221

સાથે સાથે એ પણ ભૂલતા નહીં કે ઉપરોક્ત વિવાદમાં ફસાયેલા બીજા કલાકાર આમીરખાને આ મામલે હજુ દિલગીરી વ્યક્ત કરી નથી. તો તેની આગામી ફિલ્મ જયારે પણ રજૂ થાય ત્યારે તેને પણ આવો જ પાઠ ભણાવવા તૈયાર રહેજો.

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” પર જવા અહીં ક્લિક કરો.

અગાઉના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.

આના પછીના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો. 
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s