એક જ દિવસમાં સારા સમાચારોનો જાણે કે રાફડો ફાટ્યો !

તા. ૩જી ફેબ્રુઆરીના રોજ તો સારા સમાચારોનો જાણે કે રાફડો ફાટ્યો !

પહેલા સરસ સમાચાર છે સૌરાષ્ટ્રના. અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ઈંગોરાડા ગામના વતની જેરામભાઈ સુરત જઈને ખુબ કમાયા, પરંતુ માદરે વતનને ભૂલ્યા નહીં.

આ ખેડૂતના દીકરાએ કિશોરાવસ્થામાં જ નક્કી કરી નાખ્યું હતું કે જો પૈસાદાર થઈશ, તો વતનના ખેડૂતો માટે કંઇક કરીશ. વર્ષો પહેલાનું આ સ્વપ્ન સાકાર કરવા જેરામભાઈ હવે તેઓ પોતાના વતનની ઠેબી નદી કે જે દસ કિલોમીટર લાંબી છે, તેને ઊંડી ઉતારી રહ્યા છે. વચ્ચે વચ્ચે અનેક નાના ડેમ બનાવવાનું પણ તેમનું આયોજન છે.

સરકારની કોઈ પણ મદદ લીધા સિવાય, પોતાના કરોડો રૂપિયા ખર્ચીને રાત દિવસ જોયા વગર જેરામભાઈ તેમનાં પત્ની સાથે આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. આ કાર્ય ઝડપથી પૂરું કરવા તેમણે રૂ ૭૫ લાખનું એક એવાં પાંચ જેસીબી અને રૂ ૩૦ લાખનું એક એવાં સાત ડમ્પર વસાવી લીધાં છે.

આ કાર્ય પૂર્ણ થયે આ વિસ્તારની પાણીની સમસ્યા દુર થશે અને લોકોની સુખાકારી વધશે.

પૈસા તો ઘણાં લોકો કમાય છે, પરંતુ સરકારે કરવાનાં જાહેર હિતનાં કામ જાતે કરવા મંડી પડે એવા વિરલા બહુ ઓછા જોવા મળે છે. તો હવે વિગતથી વાંચો તા. ૦૩-૦૨-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર અને અભિનંદન આપો જેરામભાઈને અને તેમની પત્નીને પણ !

 

20160205_135524

બીજા સરસ સમાચર છે અમદાવાદના જ્યાં એક દીકરીએ નીવૃત્ત જીવનમાં ભગવાનનું ભજન કરવાને બદલે માતૃભક્તિ કરવાનું નક્કી કર્યું.  તો હવે વિગતથી વાંચો તા. ૦૩-૦૨-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર અને ખૂબ ખૂબ અભિનંદન આપો આ સંગીતાબેનને !

20160205_135511

ત્રીજા સરસ સમાચર છે કાશ્મીરના. કોમી તંગદિલીથી બેહાલ કાશ્મીરમાં કોમી એખલાસ અને ભાઈચારાનો એકાદ કિસ્સો સાંભળવામાં આવે તો પણ દિલને તસલ્લી મળે છે.

કાશ્મીરના કુલગામ જીલ્લાના એક ગામમાં ૮૪ વર્ષીય કાશ્મીરી પંડિતનું અવસાન થયું. તેમના પરિવારજનોની હાજરી નહિ હોવાથી ગામના મુસ્લિમોએ મૃતકનાં અંતિમ સંસ્કાર કર્યા હતા.

તો હવે વાંચો તા. ૦૩-૦૨-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ ટુંકા સમાચાર.

20160205_135409

આપણે આશા રાખીએ કે આવા કોમી એખલાસના કિસ્સાઓ વધતા જાય અને કાશ્મીર ફરીથી પહેલાં જેવું સ્વર્ગ સમાન બની જાય.

આજના છેલ્લા સરસ સમાચર પણ અમદાવાદના જ છે, જે મુજબ પહેલી વાર નામદાર કોર્ટે લોન ના ભરનાર દંપતીને જેલની સજા ફરમાવી અને સાથે સાથે એ પણ નોંધ્યું કે દેશના વિકાસમાં આવા ગુના વિધ્નરૂપ છે.

સામાન્ય રીતે લોન ના ભરવાના કોર્ટ કેસમાં ખાસ દંડ કે સજા થતાં નથી, જેથી કરીને બેંક લોન ડીફોલ્ટના કિસ્સા ઘણા વધતા જાય છે. પરંતુ જો આવા ડિફોલ્ટરને જેલની સજા કરીને દાખલો બેસાડવામાં આવે, તો જાણી જોઇને લોન ના ભરતા ઘણા ડિફોલ્ટર સીધા થઇ જશે. જયારે આપણા દેશમાં નૈતિકતાનું ધોરણ ઘણું નીચું ઉતરી ગયું છે, ત્યારે કડક હાથે કામ લેવું જરૂરી છે.

તો ખુશ થાઓ તા. ૦૩-૦૨-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર.

20160205_135425

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” પર જવા અહીં ક્લિક કરો.   
અગાઉના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.   
આના પછીના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.  

આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ “મારો અભિપ્રાય” કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ  

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s