૩૦ ટકા વળતરની લ્હાયમાં રૂપિયા ગુમાવનાર લોકોને મળે છે ફેબ્રુઆરી ૨૦૧૬ના પહેલા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ” !

આમ તો બધા લોકો જાણે જ છે કે સલામત મૂડીરોકાણ હમેશાં ઓછું વળતર આપે છે. બેંક અને પોસ્ટઓફિસ જેવી સરકારી સંસ્થાઓ ૭ થી ૯ ટકા જેટલું સામાન્ય વ્યાજ આપે છે, કારણકે તેમાં મુદ્દલ અને વ્યાજ મળવાની ૧૦૦% ખાત્રી હોય છે. સધ્ધર ખાનગી કંપનીઓ ૧૦ થી ૧૨ ટકા વ્યાજ આપે અને સારી પેઢીઓ ૧૪ કે ૧૫ ટકા વ્યાજ પણ આપે, જોકે એમાં રૂપિયા ફસાઈ જાય તેવી થોડી શક્યતાઓ હોય છે.

પરંતુ આનાથી પણ વધારે વ્યાજ કમાવવાની લાલચ રાખીએ તો મુદ્દલ (મૂળ મૂડી) પણ ગુમાવવાની સંભાવનાઓ વધતી જાય છે. તો હવે કોઈ વ્યક્તિ ૩૦ ટકા જેટલું વ્યાજ મેળવવા જાય તો તેની દશા શું થાય ?

તા. ૦૫-૦૨-૨૦૧૬ અને ૦૭-૦૨-૨૦૧૬ના “નવગુજરાત સમય”માં વાંચ્યું કે ઈન્દોરની “ક્યુ સેવન ટેકનોલોજી” નામની કંપનીએ અમદાવાદમાં ઓફીસ ખોલી ૩૦ ટકા જેટલું વ્યાજ આપવાની લાલચ આપી લોભિયા લોકોના કરોડો રૂપિયા ખંખેરી લીધા. નીચેની ક્લિપ્સમાં આ સમાચારની વિગતો વાંચો અને આપણી જૂની અને જાણીતી કહેવત યાદ કરો કે “લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે” !  

20160225_115708

 

 

20160225_115724

હવે તમે જ કહો કે વધુ વ્યાજ લેવા જતાં મુદ્દલ પણ ગુમાવનાર આ બધા લોકોને મૂરખના સરદાર કહેવાય કે નહિ ? તો ઉપરોક્ત કંપનીના તમામ ઇન્વેસ્ટર્સ લોકોને સમર્પિત છે ફેબ્રુઆરી ૨૦૧૬ના પહેલા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“.

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “મૂરખનો સરદાર કોણ છે ?” પર જવા અહીં ક્લિક કરો.

અગાઉનો “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.  

આના પછીનો “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.  
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s