ફેબ્રુઆરી ૨૦૧૬માં વાંચવા મળેલ બાકીના સારા સમાચારો

અગાઉના પેજમાં આપણે ફેબ્રુઆરી ૨૦૧૬ના કેટલાક સારા સમાચારો જોયા. હવે આ પેજમાં આપણે જોઈશું ફેબ્રુઆરી ૨૦૧૬માં વાંચવા મળેલ બાકીના સારા સમાચારો:

૧) આજકાલના કોલેજના વિદ્યાર્થીઓ મોજમસ્તી માટે જ કોલેજ જતા હોય છે, એવી આપણા બધાની એક સામાન્ય છાપ છે. પરંતુ મેં જયારે જાણ્યું કે અમદાવાદની સી યુ શાહ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં ૨૦૦ જેટલા છોડ લગાવ્યા છે અને તેની માવજત રવિવારે પણ કોલેજ આવીને કરી રહ્યા છે, ત્યારે દિલ ખુશ થઇ ગયું. તો તમે પણ ખુશ થઇ જાઓ ૦૭-૦૨-૨૦૧૬ના ગુજરાત સમાચારમાં છપાયેલ આ સમાચાર વાંચીને !

20160229_192331

૨) લોકો પોતાના ઘરમાં વરસાદી પાણીના સંગ્રહ માટેનો ટાંકો બનાવે તે પ્રશંસનીય કાર્ય છે, પરંતુ કોઈ ખેડૂત ખેતી માટે પોતાના ખેતરમાં વરસાદી પાણીના સંગ્રહ માટેનો  ટાંકો બનાવે તેને તો અતિપ્રશંસનીય કાર્ય ગણવું જ પડે ને !

અમરેલી જિલ્લાના મોટી ખિલોરી ગામના ખેડૂત મનસુખભાઈ વસોયાએ આવું અદભૂત સરાહનીય કાર્ય કરી દેખાડ્યું છે. તેમણે પોતાના ખેતરમાં ૨૦ ફૂટ ઊંડો ટાંકો બનાવ્યો છે, જેમાં ૩૫ લાખ લિટર પાણી સંગ્રહ થઇ શકે છે, જે તેમની ૨૭ વીઘા જમીનને બારેય માસ ખેતી માટે પાણી પૂરું પાડે છે.   

તો હવે વિગતથી વાંચો તા. ૧૨-૦૨-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર અને ખૂબ ખૂબ અભિનંદન આપો આ મનસુખભાઈ વસોયાને !

20160225_115651

૩) હવે વાત કરીશું દ્રઢ મનોબળ ધરાવતી એક દિવ્યાંગ (“વિકલાંગ” માટે આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સૂચવેલો નવો શબ્દ) યુવતીની.

જેતપુરની બહાદુર યુવતી વંદના કટારિયાને જન્મના પહેલા અઠવાડિયામાં જ લકવો થવાથી બંને હાથ તથા પગ નકામા થઇ ગયા હતા. પરંતુ મજબુત મનોબળવાળી વંદનાએ હિંમત ના હારી. તેના જમણા પગનો અંગુઠો કામ કરતો હોવાથી તેના વડે પેન પકડીને ભણવાનું શરુ કર્યું અને જોતજોતામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવી લીધું.

વંદનાની ભણવાની ધગશ એટલી બધી હતી કે તેણે પગના અંગુઠાથી જ લખીને ગેજ્યુએશન પણ મેળવ્યું. વાત અહીં પૂરી થતી નથી. વંદના તે પછી પગના અંગુઠાથી જ કોમ્પ્યુટર ચલાવતાં શીખી અને તેમાં એટલી કુશળતા પ્રાપ્ત કરી કે તેણે કોમ્પ્યુટરમાં માસ્ટર ડીગ્રી પણ હાંસલ કરી. હાલ વંદના પીસીઓ, ઝેરોક્ષ અને કોમ્પ્યુટર પર ટાઈપનું કામ કરીને સ્વનિર્ભર બની ગઈ છે.

હાલ કેટલાય હટ્ટાકટ્ટા યુવાનો નોકરી કે રોજગાર નથી મળતાં એમ કહીને રખડી ખાતા જોવા મળે છે, ત્યારે ૮૦ ટકા વિકલાંગતા હોવા છતાં પરિશ્રમ અને ધગશથી સ્વનિર્ભર બનેલી આ વંદનાને લાખ લાખ સલામ ! તો હવે વિગતથી વાંચો તા.૧૫-૦૨-૨૦૧૬ના ગુજરાત સમાચારમાં છપાયેલ આ સમાચાર અને ખૂબ ખૂબ અભિનંદન આપો આ વંદનાને !

20160225_120130

૪) તામિલનાડુના ૫૫ વર્ષીય કુમાર નામના વાયરમેન વિજળીના થાંભલા પરથી પડી જવાથી બ્રેઈનડેડ થઇ ગયા હતા. તેમનાં વિવિધ અંગોને અન્ય છ વ્યક્તિઓને પ્રત્યારોપણ કરીને ડોક્ટરોએ આ છ જણાને જીવતદાન આપ્યું છે !

તો હવે વિગતથી વાંચો તા. ૧૮-૦૨-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર અને અંગદાનના ઉમદા કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન આપો ભાઈશ્રી કુમાર અને તેમના પરિવારને !        

20160225_115624

૫) જામનગરના જોડીયાના વતની અને વરાછા-સુરતમાં કડિયા કામ કરતા હિરેન ગોહિલ તેમના કામના સ્થળે અકસ્માતે નીચે પટકાતાં બ્રેઈન ડેડ થઇ ગયા હતા. તેમનાં કીડની, લીવર અને ચક્ષુનાં દાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન અને બે વ્યક્તિઓને નવી રોશની મળી હતી.

તો હવે વિગતથી વાંચો તા. ૨૮-૦૨-૨૦૧૬ના ગુજરાત સમાચારમાં છપાયેલ આ સમાચાર અને અંગદાનના ઉમદા કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન આપો ભાઈશ્રી હિરેન અને તેમના પરિવારને !

20160301_171100

૬) ગુજરાતના પ્રખ્યાત નળસરોવરમાં દર વર્ષે અસંખ્ય દેશી-વિદેશી પક્ષીઓ ઉતરી આવે છે, જેનો અદભૂત નઝારો જોવા માટે સેંકડો સહેલાણીઓ આવતા રહે છે.

આ પક્ષીઓને પકડવા કે મારવા એ કાયદાવિરુધ્ધ છે, છતાં ઘણા દુઃખની વાત છે કે નળસરોવરની આજુબાજુના ગામડાઓમાં કેટલાક લોકો પોતાની રોજીરોટી માટે આ પક્ષીઓનું મારણ કરે છે. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આ હિંસા અટકાવવા અવારનવાર વિવિધ અભિયાન ચલાવવામાં આવે છે, જે સરાહનીય કાર્ય છે.

તાજેતરમાં આ ટ્રસ્ટ દ્વારા ૭૦ લોકોની ટીમે ૮૦ કિમીની પદયાત્રા કરી દરેક ગામમાં પક્ષીઓને ન મારવાનો સંદેશો પ્રસરાવ્યો હતો.

તો હવે વિગતથી વાંચો તા. ૨૮-૦૨-૨૦૧૬ના ગુજરાત સમાચારમાં છપાયેલ આ સમાચાર અને આ ઉમદા કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન આપો માનવ સેવા ટ્રસ્ટને તથા તેમના સમગ્ર કાર્યકરોને !

20160301_171119

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” પર જવા અહીં ક્લિક કરો.  

અગાઉના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.  

આના પછીના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.  

જો તમે અંગદાન વિષે વધુ વિગત જાણવા ઉત્સુક હો તો આ બ્લોગના એક અન્ય લેખ પર જવા અહીં ક્લિક કરો.

આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ “મારો અભિપ્રાય” કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s