સંભારણાં

sambharana[suresh trivedi]

મારા પુસ્તક “સંભારણાં”માં પચાસેક વર્ષ પહેલાંના ગામડાના લોકજીવનની ખાટી-મીઠી વાતો રજૂ થઇ છે.

આ પુસ્તકનો રીવ્યુ ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ’ના પ્રતિષ્ઠિત ગુજરાતી અખબાર ‘નવગુજરાત સમય’ની તારીખ ૦૬.૦૫.૨૦૧૫ની આવૃત્તિમાં ‘કદર અને કિતાબ’ કોલમમાં વિદ્વાન પ્રોફેસર શ્રી સંજય ભાવે દ્વારા આ મુજબ થયો છે:

“સુરેશ ત્રિવેદીનું ‘સંભારણાં’ હાથમાં લીધા પછી પૂરું કરીને જ મૂકાય તેવું છે. તેમાં લેખકે ગુજરાતના છેવાડાના અછતગ્રસ્ત વાવ તાલુકાના સાવ નાના ગામમાં વીતેલાં આઠ વર્ષના શૈશવની યાદો, સ્વસ્થ અને તટસ્થ નાગરિક-ચિંતનની સાથે વર્ણવી છે. સરળ અને સરસ ગદ્યમાં લખાયેલાં સાત પ્રકરણો છે – મારું ગામ માડકા, બાપા અને બા, નિશાળ, મકાનોની બાંધણી, લોકજીવન, મનોરંજન અને ગામડાંનાં દૂષણો.

ગામના ચોકનું સમૂહજીવન, ઠંડા પાણી માટેનું બાનું વ્યવસ્થાપન, દરજી અને વાળંદનું કામ, ભંગાર બસમાં ખુશીભર્યો પ્રવાસ જેવાં કેટલાંય અંશો બહુ મજાના છે. લાક્ષણિક અતીતરાગ નથી. વર્તમાન સાથેની વાસ્તવદર્શી સરખામણી છે. પાણી, માટી, વૃક્ષો, ખેતી, પરંપરાગત ઇકોફ્રેન્ડલિ જીવનશૈલી જેવાંનો નાશ થઈ રહ્યો છે તેનો રંજ છે. ગામડાનું આદર્શીકરણ નથી. ત્યાં સ્ત્રીઓ માટે શૌચાલય, શિક્ષણ અને સ્વાતંત્ર્યનો અભાવ, લોકોમાં નિરક્ષરતા, આભડછેટ, અંધશ્રદ્ધા અને વ્યસનો માટે સાફ અણગમો છે. દેશ અને દુનિયાના પ્રવાહોનું ભાન છે. બદલાવ માટેની કોશિશોની કદર છે. વાચન-લેખન માટેની લગન છે.

ગામડામાં મધ્યમવર્ગના શિક્ષકના કુટુંબમાં સંસ્કારી રીતે ઉછેર પામેલા એક નિવૃત્ત બૅન્ક કર્મચારી કેવી આંતરસમૃદ્ધિ ધરાવી શકે અને તેને કેવી સંઘેડાઉતાર લખાવટથી લોકો સમક્ષ મૂકી શકે તેનો આ પુસ્તક ઉત્તમ દાખલો છે.”

નીચેની લિંકસ પર ક્લિક કરીને આ પુસ્તકનાં વિવિધ પ્રકરણોનો રસાસ્વાદ માણી શકાશે:

# પ્રસ્તાવના

૧) મારું ગામ માડકા

૨) બાપા અને બા

૩) નિશાળ

૪) મકાનોની બાંધણી

૫) લોકજીવન

૬) મનોરંજન

૭) ગામડાનાં દૂષણો,

# વાચકોના પ્રતિભાવો

# સંભારણાં પુસ્તક ડાઉનલોડ (PDF File -1 MB)

આ પુસ્તક આપને ગમ્યું હોય તો, વોટ્સ એપ, ફેસબુક, ટ્વીટર, વિગેરે પર આપના મિત્રો સાથે શેર કરવા વિનંતી છે.  

આ પુસ્તક વિષે આપનો ફીડબેક આપશો તો આભારી થઈશ.

આ પેજની મુલાકાત માટે આપનો આભાર અને આવી જ રીતે આ બ્લોગનાં અન્ય પેજની મુલાકાત પણ લો એવી અપેક્ષા રાખું છું.

આપના સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે, 

-સુરેશ ત્રિવેદી  

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s