માર્ચ ૨૦૧૬ના ઉત્તમ સમાચારો એક સાથે ….. !

૧) શારીરિક તકલીફને અવગણીને ધો.૧૦ની પરિક્ષા આપતો બહાદુર જેનિલ:

અમદાવાદની એશિયા સ્કૂલના વિદ્યાર્થી જેનિલ મોદીને બાળપણથી જ આંખની તકલીફ છે, જેને લીધે તેને વાંચવા કે લખવા બેસે ત્યારે પ્રોપર પ્રકાશની જરૂર પડે છે. આથી જેનિલ એક હાથે ટોર્ચ પકડી બીજા હાથે ધો. ૧૦ની પરિક્ષાનાં પેપર લખે છે. આવી શારીરિક તકલીફ હોવા છતાં જેનિલ ભણવામાં હોંશિયાર છે અને સરેરાશ ૭૫ થી ૮૫ ટકા મેળવે છે.

તો હવે વિગતથી વાંચો તા. ૧૧-૦૩-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર અને ખૂબ અભિનંદન આપો બહાદુર જેનિલને!       

20160322_170356

૨) અકસ્માતે અપંગ બન્યા છતાં ઢગલાબંધ પેરાઓલિમ્પિક મેડલ્સ જીત્યા !

અમેરિકાનો માઈક સ્કેલ્પી ૧૪ વર્ષનો હતો, ત્યારે મિત્રો સાથે બંદુક વડે રમતાં અકસ્માતે બંદુકની ગોળી લાગવાથી તેની કમર નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઇ ગયો. નાની ઉંમરમાં આટલી મોટી અપંગતા આવી જવા છતાં બહાદુર માઈક હિંમત હાર્યો નહીં. મજબૂત મનોબળ ધરાવતા માઈકે વ્હીલચેર બાસ્કેટ બોલમાં નિપૂર્ણતા મેળવી, એટલું જ નહીં સતત ચાર વર્ષ સુધી પેરાઓલિમ્પિક ગેમ્સના વ્હીલચેર બાસ્કેટ બોલમાં ઢગલાબંધ મેડલ્સ પણ જીત્યા !

હાલ માઈક મોટીવેશનલ સ્પીકર અને લેખક તરીકે કામ કરીને લોકોની નિરાશા દૂર કરવાનું ઉમદા કાર્ય કરી રહ્યો છે.      

તો હવે વિગતથી વાંચો તા. ૧૩-૦૩-૨૦૧૬ના દિવ્ય ભાસ્કરમાં છપાયેલ આ સમાચાર અને ખૂબ અભિનંદન આપો બહાદુર માઈકને!       

20160322_170315

૩) પશુઓની કતલ સિવાય માંસાહાર શક્ય બનાવ્યું !

પહેલી દ્રષ્ટીએ અશક્ય લાગતું આ કાર્ય એક ભારતીય-અમેરિકન વિજ્ઞાનીએ શક્ય બનાવ્યું છે. મૂળ આન્ધ્રપ્રદેશના અને અમેરિકામાં વસતા ઉમા વાલેતી નામના ભારતીય-અમેરિકન વિજ્ઞાનીએ લેબોરેટરીમાં કૃત્રિમ “માંસ” બનાવ્યું છે. પશુઓના કોષોમાંથી બનતું આ માંસ ૨૧ દિવસમાં તૈયાર થાય છે અને તેના ઉપયોગથી પશુઓની કતલ નિવારી શકાશે.

વિગતથી વાંચો તા. ૧૪-૦૩-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર અને ખૂબ અભિનંદન આપો ઉમા વાલેતીને !

20160322_170408

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” પર જવા અહીં ક્લિક કરો.   

અગાઉના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.   

આના પછીના “સરસ સમાચાર”  વાંચવા માટે અહીં ક્લિક કરો.  

આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ “મારો અભિપ્રાય” કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશભાઈ ચીમનલાલ

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s