એપ્રિલ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ વિજેતા છે …..

મિત્રો, જો તમે આ લેખમાળાનો મૂળ લેખ ના વાંચ્યો હોય તો આપને આ લેખમાળા પાછળનો મૂળભૂત હેતુ જણાવી દઉં.

આપણે બધા જ સામાન્ય જિંદગીમાં ઘણીવાર નાની-મોટી મૂર્ખાઈવાળું કામ જાણે-અજાણે કરી બેસતા હોઈએ છીએ. પરંતુ કેટલાક લોકો તો એટલી મોટી મૂર્ખાઈનું કામ કરી નાખે છે કે તેઓ પોતે તેમ જ તેમનો પરિવાર બહુ મોટી મુશ્કેલીમાં મુકાઇ જાય છે. એટલા માટે મને વિચાર આવ્યો કે વાસ્તવિક જિંદગીમાંથી આવા મૂરખના સરદારને શોધીને તમારી સમક્ષ રજૂ કરું અને આપણે બધા મળીને તેને આપીએ “મૂરખનો સરદાર એવૉર્ડ”.

મિત્રો,  મેં વર્ષ ૨૦૧૬ની શરૂઆતમાં દર અઠવાડિયે “મૂરખનો સરદાર એવૉર્ડ” અર્પણ કરવાની આ લેખમાળા શરુ કરી, ત્યારે મને થોડી આશંકા હતી કે કદાચ દર અઠવાડિયે આ એવોર્ડના યોગ્ય દાવેદાર મળશે કે નહીં. ખરેખર એવું બનત, એટલેકે કોઈ અઠવાડિયે લોકોની મૂરખાઈનો એક પણ કિસ્સો વાંચવા ના મળત, તો મને ઘણો આનંદ થાત. પરંતુ અફસોસની વાત છે કે લોકોની મૂર્ખાઈના કિસ્સાઓ ધાર્યા કરતાં વધારે પ્રમાણમાં છાપાઓમાં પ્રકાશિત થયા કરે છે. વળી છાપામાં આવતા નથી એવા તો કેટલાય કિસ્સાઓ બનતા હશે, એ તો અલગ !!!

વાસ્તવમાં આ લેખમાળા શરુ કરવા પાછળનો મારો હેતુ મૂરખાઈભર્યાં કામ કરનારાઓની મજાક ઉડાવવાનો જરાપણ નથી, પરંતુ આવા કિસ્સાઓ વાંચીને લોકો સજાગ બને અને આવા બનાવો ફરીથી ના બને તે દ્રષ્ટિકોણથી આ લેખમાળા શરુ કરી છે. તો આપ સર્વેને સજાગ અને સાવચેત બનવાની વિનંતી સાથે આપણે આગળ વધીએ નવા એવોર્ડ વિજેતાની શોધમાં ……..

૧) ઊંચા વ્યાજની લાલચમાં અમદાવાદના ૨૦૦થી વધુ લોકોએ રૂ ૪૦ લાખ ગુમાવ્યા. વિગતવાર સમાચાર માટે જુઓ ૨૪-૦૪-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ સમાચારની આ ક્લિપ.        

20160604_174540

ઊંચું વ્યાજ મેળવવાની લ્હાયમાં મૂળ મૂડી પણ ગુમાવનારા આ રોકાણકારોને આપણે બધા સાથે મળીને અર્પણ કરીએ એપ્રિલ ૨૦૧૬ના પહેલા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“.

૨) દોલત શર્મા નામના ઠગે મેટ્રીમોનિઅલ સાઈટ દ્વારા સંપર્ક કરી થલતેજની સિદ્ધિ નામની યુવતીને લગ્નનું વચન આપી લગ્ન ભેટનું પાર્સલ મોકલ્યું અને તે પાર્સલ છોડાવવા રૂ ૫૩૦૦૦ ભરાવ્યા. જો કે તે પછી બીજા રૂ ૨ લાખ ભરવાની માંગણીથી સિદ્ધિને શંકા જાગી. જેથી તેણીએ પોલીસની મદદથી બેંક ખાતું સ્થગિત કરી રૂ.૫૩૦૦૦ બચાવી લીધા.

વિગતવાર સમાચાર માટે જુઓ ૨૭-૦૪-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ સમાચારની આ ક્લિપ.        

20160604_174501

20160604_174512

સમયસર જાગૃતિ બતાવીને પોતાના બાકીના પૈસા બચાવી લેવા માટે સિદ્ધિને અભિનંદન પરંતુ રૂબરૂ મળ્યા સિવાય લગ્નની વાત પાકી સમજીને ભેટ સ્વીકારવાની અને પાર્સલ છોડાવવા માટે પૈસા ભરવાની મૂર્ખાઈ કરવા માટે સિદ્ધિ હકદાર તો છે જ એપ્રિલ ૨૦૧૬ના બીજા અઠવાડિયાના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ માટે.

૩) આપણી જૂની અને જાણીતી કહેવત ફરી યાદ કરવી પડશે કે “લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે” ! અમલસાડના મહેન્દ્રસિંગ લબાના નામના એક વેપારીએ સસ્તા દીરહામ લેવાની લાલચમાં રૂ ૨.૫૦ લાખ ગુમાવ્યા.

વિગતવાર સમાચાર માટે જુઓ ૨૯-૦૫-૨૦૧૬ના ગુજરાત સમાચારમાં છપાયેલ સમાચારની આ ક્લિપ.

20160604_174402

તો સસ્તાની લાલચમાં મૂર્ખ બની જનાર અમલસાડના આ મહેન્દ્રસિંગને આપણે બધા સાથે મળીને અર્પણ કરીએ એપ્રિલ ૨૦૧૬ના ત્રીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“. સાથે સાથે આપણે બધા આશા રાખીએ કે આવા સમાચાર વાંચીને લોકોમાં જાગૃતિ આવે અને ‘સસ્તું’ કે ‘મફત’ મેળવવાની લાલચ છોડીને આ રીતે છેતરાઈ જતા અટકે.

૪) અમદાવાદની ધ્રુમા નામની, કેનેડામાં ભણતી વિદ્યાર્થીની પર કોઈ ગઠીયાએ ફોન કર્યો કે તમારી ઈમિગ્રેશનની પ્રક્રિયા યોગ્ય રીતે પૂર્ણ થઇ નથી, જેથી તમારા કેનેડાના PR કેન્સલ થઇ જશે. આ ધમકીથી ડરી જઈને ધ્રુમાએ આ ગઠીયાના ખાતામાં ૧૪૫૦ ડોલર ભરી દીધા. પરંતુ તે પછી પણ વધુ પૈસાની માંગણી થતાં આ યુવતીએ તેના પરિવારને જાણ કરી, જેમણે ઠગાઈ થઇ હોવાથી પોલીસ ફરિયાદ કરી.

વિગતવાર સમાચાર માટે જુઓ ૩૧-૦૫-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ સમાચારની આ ક્લિપ.

20160604_174709

20160604_174647

ફોન પરની વાતથી ગભરાઈ જઈ પૈસા ગુમાવનાર અમદાવાદની ધ્રુમા મેળવે છે એપ્રિલ ૨૦૧૬ના ચોથા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“.

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “મૂરખનો સરદાર કોણ છે ?” પર જવા અહીં ક્લિક કરો. 
અગાઉનો “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો. 
આના પછીનો “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.  
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

-સુરેશ ત્રિવેદી 

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s