મે ૨૦૧૬ના પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ“ના વિજેતા છે …..

મિત્રો, જો તમે આ લેખમાળાનો મૂળ લેખ ના વાંચ્યો હોય તો આપને આ લેખમાળા પાછળનો મૂળભૂત હેતુ જણાવી દઉં.

આપણે બધા જ સામાન્ય જિંદગીમાં ઘણીવાર નાની-મોટી મૂર્ખાઈવાળું કામ જાણે-અજાણે કરી બેસતા હોઈએ છીએ. પરંતુ કેટલાક લોકો તો એટલી મોટી મૂર્ખાઈનું કામ કરી નાખે છે કે તેઓ પોતે તેમ જ તેમનો પરિવાર બહુ મોટી મુશ્કેલીમાં મુકાઇ જાય છે. એટલા માટે મને વિચાર આવ્યો કે વાસ્તવિક જિંદગીમાંથી આવા મૂરખના સરદારને શોધીને તમારી સમક્ષ રજૂ કરું અને આપણે બધા મળીને તેને આપીએ “મૂરખનો સરદાર એવૉર્ડ”.

મિત્રો,  મેં વર્ષ ૨૦૧૬ની શરૂઆતમાં દર અઠવાડિયે “મૂરખનો સરદાર એવૉર્ડ” અર્પણ કરવાની આ લેખમાળા શરુ કરી, ત્યારે મને થોડી આશંકા હતી કે કદાચ દર અઠવાડિયે આ એવોર્ડના યોગ્ય દાવેદાર મળશે કે નહીં. ખરેખર એવું બનત, એટલેકે કોઈ અઠવાડિયે લોકોની મૂરખાઈનો એક પણ કિસ્સો વાંચવા ના મળત, તો મને ઘણો આનંદ થાત. પરંતુ અફસોસની વાત છે કે લોકોની મૂર્ખાઈના કિસ્સાઓ ધાર્યા કરતાં વધારે પ્રમાણમાં છાપાઓમાં પ્રકાશિત થયા કરે છે. વળી છાપામાં આવતા નથી એવા તો કેટલાય કિસ્સાઓ બનતા હશે, એ તો અલગ !!!

વાસ્તવમાં આ લેખમાળા શરુ કરવા પાછળનો મારો હેતુ મૂરખાઈભર્યાં કામ કરનારાઓની મજાક ઉડાવવાનો જરાપણ નથી, પરંતુ આવા કિસ્સાઓ વાંચીને લોકો સજાગ બને અને આવા બનાવો ફરીથી ના બને તે દ્રષ્ટિકોણથી આ લેખમાળા શરુ કરી છે. તો આપ સર્વેને સજાગ અને સાવચેત બનવાની વિનંતી સાથે આપણે આગળ વધીએ નવા એવોર્ડ વિજેતાની શોધમાં ……..

૧) કહેવાય છે કે શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચેની ભેદરેખા બહુ પાતળી હોય છે, અર્થાત શ્રધ્ધા ક્યારે અંધશ્રધ્ધામાં પલટાઈ જાય છે, તેની જાણ પણ શ્રધ્ધા રાખનારને થતી નથી. ફક્ત ભગવાં કપડાં પહેરેલાં જોઇને કોઈ વ્યક્તિને સંત તરીકે પૂજતાં પહેલાં તે વ્યક્તિના ચારિત્ર્ય અને ચાલચલગત વિષે જાણી ના લઈએ તો શું થાય એ હવે જાણીએ.

ગાંધીનગરના પેથાપુરમાં આવેલા એક મંદિરના જે મહંતને ભણેલાગણેલા લોકો અને વીઆઈપી વર્ગ પણ પગે લાગીને આશીર્વાદ લેતા હતા, તે મહંત તો ઉત્તરપ્રદેશનો નામીચો ગુનેગાર, પોતાની પત્નીનું ખૂન કરનાર, પ્રોફેશનલ ખંડણીખોર અને અપહરણકાર નીકળ્યો. વિગતવાર સમાચાર માટે જુઓ ૦૨-૦૬-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ સમાચારની આ ક્લિપ.        

NS-020616-1

NS-020616-2

તો તમે જોયું ને કે ઉપરોક્ત મંદિરમાં કેટલા બધા લોકો ગુનેગારને સંત સમજીને મૂરખ બની ગયા. આ બધા લોકોને અર્પણ છે મે ૨૦૧૬ના પહેલા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”.

૨) ૩૫ બાળકોનો પિતા એવો પાકિસ્તાની નાગરિક મોહમ્મદ ખીલજી હવે ૧૦૦ બાળકોનો પિતા બનવા માગે છે. વિગતવાર સમાચાર માટે જુઓ ૦૪-૦૬-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ સમાચારની આ ક્લિપસ.

NS-040616-1

NS-040616-2

આજના જમાનામાં જયારે બે બાળકોનો પણ સારી રીતે ઉછેર કરવો મુશ્કેલ પડી જાય છે, ત્યારે ૩૫ બાળકો પેદા કરનાર અને વળી ૧૦૦ બાળકો પેદા કરવાની વાત કરનાર વ્યક્તિને તો “મૂરખનો સરદાર” કહેવું પણ ઘણું ઓછું કહેવાય. પરંતુ આપણે હજુ આનાથી મોટો એવોર્ડ આપવાનું હજુ ચાલુ કર્યું નથી, તેથી આ પાકિસ્તાની મહાશયને હાલ પુરતું તો આપણે આપી શકીશું મે ૨૦૧૬ના બીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”.

૩)  અમેરિકાના વિશ્વવિખ્યાત મુક્કાબાજ (બોક્સર) મોહમ્મદ અલીનું તાજેતરમાં અવસાન થયું. તેના અનુસંધાનમાં પત્રકારોએ કેરળના ખેલપ્રધાનને પૂછ્યું તો તેમણે જવાબ આપતાં બાફ્યું કે મોહમ્મદ અલી કેરળના મોટા ખેલાડી હતા, જેમણે કેરળ માટે અનેક ગોલ્ડ મેડલ જીત્યા હતા. વિગતવાર સમાચાર માટે જુઓ ૦૫-૦૬-૨૦૧૬ના ગુજરાત સમાચારમાં છપાયેલ સમાચારની આ ક્લિપસ.   

GS-050616

હવે ‘મોહમ્મદ અલી’ વિશ્વ ખેલજગતનું બહુ મોટું અને જાણીતું નામ છે, જેથી આપણા દેશના પણ મોટાભાગના લોકો તેમના વિષે થોડી ઘણી જાણકારી ધરાવતા હોય જ. વળી રાજ્યના ખેલપ્રધાન તરીકે તો તેમની પાસે આવી સામાન્ય જ્ઞાનની માહિતી હોય જ એવી અપેક્ષા બધા રાખે. આમ છતાં આપણે માની લઈએ કે કેરળના આ પ્રધાન મોહમ્મદ અલી વિષે કંઇ જાણતા ના હોય. પરંતુ પ્રધાન જેવો હોદ્દો ધરાવનાર વ્યક્તિ પાસે સેક્રેટરીથી માંડીને અનેક સહાયકોનો કાફલો હોય છે. તો તેમની પાસેથી પુરતી જાણકારી મેળવીને યોગ્ય નિવેદન કરવાની તો તેમની જવાબદારી બને જ છે ને! તેમ કરવાને બદલે પોતાના જ્ઞાનનું(?) જાહેર પ્રદર્શન કરનાર કેરળના આ પ્રધાનને અર્પણ છે મે ૨૦૧૬ના ત્રીજા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”.   

૪) જયારે આગ, પૂર કે ધરતીકંપ જેવી કુદરતી દુર્ઘટના બને ત્યારે જાગૃત નાગરિકોની ફરજ બને છે કે પોતાની યોગ્યતા અને શક્તિ મુજબ રાહતકામમાં મદદરૂપ થવું. પરંતુ જે તે દુર્ઘટનાને અનુરૂપ પોતે મદદ ના કરી શકે તેમ હોય તો પછી બીજા યોગ્ય લોકોને સરળતાપૂર્વક રાહતકામ કરવા દેવા માટે પોતે દૂર ખસી જવું જોઈએ.

તાજેતરમાં અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આગ લાગી ત્યારે આગનું દ્રશ્ય જોવા માટે અને તેના ફોટા અને સેલ્ફી લેવા માટે એટલા બધા લોકોનાં ટોળાં ભેગાં થઇ ગયાં કે રસ્તાઓ પર મોટો ટ્રાફિક જામ સર્જાયો અને ફાયરબ્રિગેડને પણ ઘટના સ્થળે પહોંચવામાં ઘણી મુશ્કેલી સર્જાઈ. વિગતવાર સમાચાર માટે જુઓ ૦૮-૦૬-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ સમાચારની આ ક્લિપ.

NS-080616

દુર્ઘટના વખતે મદદરૂપ થવાને બદલે અડચણરૂપ થનાર આ સર્વે લોકોને અર્પણ છે મે ૨૦૧૬ના ચોથા અઠવાડિયાનો પ્રતિષ્ઠિત “મૂરખનો સરદાર એવૉર્ડ”.   

આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “મૂરખનો સરદાર કોણ છે ?” પર જવા અહીં ક્લિક કરો.
અગાઉના મહિનાના “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.  
હવે પછીના મહિનાના “મૂરખનો સરદાર એવૉર્ડ વિજેતા” કોણ છે તે જાણવા માટે અહીં ક્લિક કરો.  
આ લેખ અંગે તમારા વિચાર નીચે આપેલ "મારો અભિપ્રાય" કોલમમાં જણાવવા વિનંતી છે.

– સુરેશ ત્રિવેદી

Advertisements

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s