મગજ કસો –ભાગ ૩

 

puzzles

મિત્રો,

અગાઉની પોસ્ટ “મગજ કસો” અને “મગજ કસો –ભાગ ૨”ની અસાધારણ સફળતાથી પ્રેરાઈને હવે રજૂ કરું છું, “મગજ કસો –ભાગ ૩”.

તો હવે માણો અગાઉના જેવા જ રસપ્રદ અને મગજનું દહીં કરે તેવા મસ્ત મજાના કોયડા.

આ કોયડા અંગે તમારો પ્રતિભાવ નીચે આપેલ “મારો અભિપ્રાય” કોલમમાં જણાવશો, તો આનંદ થશે.

કોઈ કોયડામાં કંઇ મુંઝવણ હોય તો અહીં જણાવશો, તો જવાબ આપીશ.  

તો હવે આપણે આગળ વધીએ, થોડું મગજ કસવા તરફ, પરંતુ મગજ કસ્યા વિના જવાબના પાના પર જવાની મનાઈ છે !

કોયડો (૧)

સર્વ પ્રથમ આપણે અંકગણિતનો સીધો સાદો દાખલો હોય તેવો એક સહેલો કોયડો લઈએ:

પાણીની એક ટાંકી ભરવા માટે તેમાં ચાર નળ મૂકેલ છે. પહેલા નળથી આ ટાંકી ૬ કલાકમાં ભરાય છે. બીજા નળથી ૧૨ કલાકમાં, ત્રીજા નળથી ૧ દિવસમાં અને ચોથા નળથી ૨ દિવસમાં ટાંકી ભરાય છે. તો હવે તમે કહો કે જો ચારેય નળ એકસાથે ખુલ્લા રાખીએ, તો આ ટાંકી કેટલા સમયમાં ભરાશે?

જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો 

કોયડો (૨)

હવે થોડો અઘરો અને અટપટો લાગે તેવો, પણ વાસ્તવમાં સહેલો છે તેવો એક કોયડો જોઈએ:

રેલ્વેનાં બે એન્જીન ૨૦૦ કિમી ના અંતરેથી એકબીજા તરફ ૫૦ કિમી ની ઝડપે રવાના થાય છે. તે જ સમયે એક માખી એક એન્જીનથી બીજા એન્જીન તરફ ૭૫ કિમી ની ઝડપે સતત હેરાફેરી કર્યા જ કરે છે. તો જયારે બંને એન્જીન ભેગાં થાય, ત્યાં સુધીમાં માખીએ કુલ કેટલું અંતર કાપ્યું હશે?

જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો 

કોયડો (૩)

હવે થોડું લોજીક ચલાવીને આ કોયડો ઉકેલો:

દેવઆનંદની મોટી ભીંતઘડિયાળ પાવર (Cell) ખલાસ થવાથી બંધ પડી ગઈ, એટલે દેવઆનંદે નવો પાવર નાખી ઘડિયાળ ચાલુ કરી. પણ હવે તેને મૂંઝવણ થઇ કે તેમાં સાચો સમય કઈ રીતે નાખવો, કારણ કે તેની પાસે બીજી કોઈ ઘડિયાળ અથવા મોબાઈલ, રેડીઓ, કોમ્પ્યુટર, વિગેરે જેવું સાચો સમય બતાવે તેવું કોઈ પણ સાધન નથી. અડધો કિમી દૂર રહેતા તેના મિત્ર રાજકપૂરને ઘેર જઈને સાચો સમય જાણી શકાય છે, પરંતુ ભીંતઘડિયાળ મોટી હોવાથી સાથે લઇ જવાનું શક્ય નથી. તો હવે તમે દેવઆનંદને એવો રસ્તો બતાવો, જેનાથી આ ભીંતઘડિયાળમાં સાચો સમય નાખી શકાય.

જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો

કોયડો (૪)

હવે એક અઘરા કોયડાનો વારો છે:

મનમોહનસિંહ પોતાની ગાડીમાં દિલ્હીથી અમદાવાદ આવવા નીકળે છે. ગાડી ધીમે ચલાવવાની ટેવવાળા મનમોહનસિંહ અડધું અંતર કલાકના ૩૦ કિમી ની ઝડપે કાપે છે. પછી ખ્યાલ આવે છે કે વહેલું પહોંચવું જરૂરી છે. તો કુલ અંતરની સરેરાશ ઝડપ કલાકના ૬૦ કિમી ની લાવવી હોય તો બાકીના અંતર માટે કેટલી ઝડપથી ગાડી ચલાવવી પડે?

જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો

કોયડો (૫)

હવે એક ઘણા અઘરા કોયડાનો વારો છે:

એક કારખાનામાં કાચના બલ્બ બને છે. હવે આ બલ્બની મજબૂતાઈ નક્કી કરવાની છે કે કેટલામા માળથી તે નીચે પડે, તો તે ફૂટે છે. આ માટે તમને માત્ર ૨ બલ્બ આપવામાં આવ્યા છે અને ૧૦૦ માળના બિલ્ડિંગ પરથી આ ટેસ્ટ કરવાનો છે, કે ૧ થી ૧૦૦ માળ સુધીમાં ક્યા માળથી આ બલ્બ નીચે પાડીને ફૂટે છે. તો તમે ઓછામાં ઓછા કેટલા પ્રયત્નમાં તે શોધી શકશો કે આ બલ્બ કેટલામા માળથી પડે તો ફૂટી જાય છે?

જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો

કોયડો (૬)

ચાલો હવે કેટલાક ચિત્રમય કોયડા જોઈએ:

પહેલાં એક સહેલો કોયડો:

IMG-20170720-WA0021

જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો

કોયડો (૭)

હવે થોડો અઘરો કોયડો લઇએ:

સ્વિસ ક્રોસ તરીકે જાણીતી નીચેની આકૃતિ મુજબના લાકડાના પાટિયાના ચાર એકસરખા એવા ભાગ કરો જેનાથી લંબચોરસ આકૃતિ બનાવી શકાય.

જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો

કોયડો (૮)

હવે ખરેખર અઘરો કોયડો પણ લઇ લઇએ:

ઉપર મુજબની સ્વિસ ક્રોસ લાકડાના પાટિયાના ચાર એકસરખા એવા ભાગ કરો જેનાથી ચોરસ આકૃતિ બનાવી શકાય.

(ખરેખર અઘરો કોયડો હોવાથી એક હિન્ટ પણ આપી દઉં. બે સીધી રેખાના કાપ મુકીને આ પાટિયાના ચાર ભાગ કરીને ચોરસ બનાવીને આ કોયડો ઉકેલી શકાય છે.)

જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો

કોયડો (૯)

હવે થોડા કોયડા રેત ઘડિયાળ (Hour Glass) ને લગતા પણ લઇ લઈએ.

તમારી પાસે ૪ મિનીટ અને ૭ મીનીટની ક્ષમતાવાળી બે રેત ઘડિયાળો છે. હવે આ ઘડિયાળોની મદદથી ૯ મીનીટનો સમય કઈ રીતે માપશો?

જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો

કોયડો (૧૦)

તમારે પ્રયોગશાળામાં એક પ્રવાહી ૧૫ મિનીટ માટે ગરમ કરવાનું છે. પરંતુ સમય માપવા માટે તમારી પાસે ૭ મિનીટ અને ૧૧ મીનીટની ક્ષમતાવાળી બે રેત ઘડિયાળો જ છે. તો આ ઘડિયાળોની મદદથી ૧૫ મીનીટનો સમય કઈ રીતે માપશો?

જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો

કોયડો (૧૧)

હવે ઉપરના કોયડાને થોડો વધુ અઘરો બનાવવાનો પ્રયત્ન કરીએ:

ઉપર મુજબની જ પરિસ્થિતિમાં રેત ઘડિયાળોને ફક્ત ત્રણ વખત જ સ્પર્શ કરીને ૧૫ મિનીટ માટે પ્રવાહી ગરમ કરી બતાવો.  

જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો

 

હવે છેલ્લે મને જણાવો કે તમારા કેટલા જવાબ સાચા પડ્યા અને આ કોયડા તમને કેવા લાગ્યા… 

રાહ જોતા રહો…..  “મગજ કસો ભાગ ૪” ની……….

-સુરેશ ત્રિવેદી 

Advertisements

7 thoughts on “મગજ કસો –ભાગ ૩

 1. મગજ કસી ને જવાબ આપો
  ”””””””””””””””””””””””””””””””””””
  જજ નો છોકરો ચોર છે
  અને
  વકીલ ચોર નો બાપ છે

  જજ અને વકીલ
  નો સંબંધ શું થાય. .?

  જવાબ આપશો

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s