૬) ડાયાબિટીસને મન સાથે શું સંબંધ છે?

Diabitis

આમ તો મારી લેખમાળા “મનની શક્તિ અપાર” પાંચ પ્રકરણોમાં પૂરી થયેલ છે. પરતું તાજેતરમાં સુપ્રસિદ્ધ લેખિકા જિગીષા જૈનનો ડાયાબિટીસ પર એક આર્ટીકલ વાંચવામાં આવ્યો, જે મારી લેખમાળાને ઘણો સંબંધિત અને પૂરક લેખ છે. એટલે ‘જિગીષાબેન અને  ‘મીડ ડે ગુજરાતી’ના આભાર સાથે વાંચકોના લાભાર્થે અહીં મૂકું છું.

 

ડાયાબિટીસને જડથી નાબૂદ કરવો હશે તો સ્વભાવ બદલવો પડશે
લેખક: જિગીષા જૈન

 

ભારતીય વિજ્ઞાન માને છે કે મન જ છે, જે દરેક રોગનું કેન્દ્ર છે. કોઈ પણ રોગને ઠીક કરવા માટે આ કેન્દ્ર પર કામ કરવું જરૂરી છે.

નિષ્ણાતો કહે છે કે ડાયાબિટીસ ઉતાવળિયો સ્વભાવ, ગુસ્સો, સતત વિચારતા રહેવાની આદત અને પર્ફેક્શનના દુરાગ્રહને કારણે જન્મે છે. ડાયાબિટીસના દરદીઓએ સંપૂર્ણ રોગમુક્ત થવું હોય અથવા કોઈ ચમત્કારિક પરિણામ મેળવવું હોય તો આ સ્વભાવ બદલવો જરૂરી છે.

આપણું જૂનું વિજ્ઞાન અને આપણું વૈદિક જ્ઞાન હજારો વર્ષોથી જાણે છે કે દરેક બીમારીનું મૂળ મનમાં રહેલા કોઈ ડિસ્ટર્બન્સ સાથે જ સંકળાયેલું છે. ખાસ કરીને જે ક્રોનિક એટલે કે લાંબા ગાળાના રોગ છે, જે એક વાર થાય પછી લાંબા સમય સુધી ચાલે એવા રોગો, પાછળનું મૂળ પરિબળ મન હોય છે. મનથી શરૂ થતો રોગ જ્યારે મન એકદમ હેલ્ધી બને અને એનાં બધાં ડિસ્ટર્બન્સ પૂરાં થાય, ત્યારે જ જડથી દૂર થાય છે.

આવો જ એક રોગ છે ડાયાબિટીસ. જે વ્યક્તિને ડાયાબિટીસ હોય તે વ્યક્તિને લાઇફ-સ્ટાઇલ બદલવાની હિમાયત ડૉક્ટરો અને બીજા હેલ્થ-પ્રોફેશનલો કરતા રહેતા હોય છે.

ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિનો ખોરાક બરાબર હોવો જરૂરી છે, તેની ઊંઘ સારી ક્વૉલિટીની રહેવી ખૂબ જરૂરી છે, એટલું જ નહીં; ખાવાનો, ઊંઘવાનો અને ઊઠવાનો એમ બધા સમય નિશ્ચિત હોવા પણ જરૂરી છે. એટલે કે જીવનમાં ડિસિપ્લિન હોવી ખૂબ જરૂરી છે. તેણે નિયમિત કસરત કરતા રહેવું જરૂરી છે અને એની સાથે-સાથે જરૂરી ટેસ્ટ કરાવતા રહેવું પણ એટલું જ જરૂરી છે.

જોકે આ બધું કરવાથી ડાયાબિટીસને ફક્ત કાબૂમાં રાખી શકાય છે. પરંતુ જો એને પાછો ધકેલવો હોય, અર્થાત્ જો તમે ઇન્સ્યુલિન લેતા હો અને ઇન્સ્યુલિન બંધ કરીને તમારે ગોળીઓ પર આવવું હોય કે પછી એકદમ શરૂઆતના સ્ટેજમાં હો અને તમે ઇચ્છતા હો કે તમારો ડાયાબિટીસ જતો જ રહે, તો દવાઓ અને લાઇફ-સ્ટાઇલ ચેન્જથી પણ એક ડગલું આગળ વધવું પડશે. આ ડગલું મન અને સ્વભાવ સંબંધિત છે જે વિષે આજે સમજીએ.

મન અને ડાયાબિટીસ:

મોટાભાગના લોકો માને છે કે પેન્ક્રિયાસ દ્વારા જો જરૂરી ઇન્સ્યુલિન ઉત્પન્ન ન થાય તો ડાયાબિટીસ થાય છે. આ વાતને નકારતાં હોમિયોપૅથ ડૉ. મયંક શાહ કહે છે, ‘ડાયાબિટીસ પાછળ જવાબદાર જે છે એ પેન્ક્રિયાસ નહીં પરંતુ લિવર અને સ્પ્લીન -બરોળ  છે. જો તમારું લિવર બરાબર કામ કરતું ન હોય તો તમને ડાયાબિટીસ થવાનું રિસ્ક વધુ રહે છે. જેમ કે તમે જન્ક-ફૂડ વધારે ખાતા હો તો તમારા શરીરમાં પિત્ત વધે છે, જેનો લિવર સાથે સીધો સંબંધ છે. આમ તમારા ખોરાકની આદતો યોગ્ય ન હોય તો તમને ડાયાબિટીસનું રિસ્ક વધુ છે.’

એ જ રીતે જો તમારામાં ગુસ્સો વધુ હોય તો પણ એની અસર લિવર પર થાય છે. જો તમે સતત વધુ પડતા વિચારો કરતા રહેતા હો, તો એની અસર તમારા સ્પ્લીન પર થાય છે. આ વધુ પડતા વિચારને આજની ભાષામાં સ્ટ્રેસ કહેવાય છે. આ કોઈ ઊપજાવી કાઢેલી વાતો નથી, પરંતુ હજારો વર્ષોથી ચાલ્યું આવતું આપણા પૂર્વજોનું જ્ઞાન છે. એ ત્યારે પણ સાચું હતું અને આજે પણ એટલું જ સાચું છે. આમ મનની પરિસ્થિતિ અને તમારી લાગણીઓ તમારા શરીર પર અસર કરે જ છે.

સ્વભાવ બદલવો જરૂરી:

ડાયાબિટીસ માટે યોગ અત્યંત ઉપયોગી ગણાય છે. ઘણા દરદીઓ યોગનો માર્ગ અપનાવતા જ હોય છે. યોગને અહીં ફક્ત આસન ન સમજવાં. યોગ એક જીવનશૈલી છે. જો ડાયાબિટીસની વાત કરીએ તો આ રોગ ધરાવતા લોકોએ તેમનો સ્વભાવ બદલવાની ખૂબ જ જરૂર છે.

આ વાત પર ભાર આપતાં યોગાચાર્ય હંસા યોગેન્દ્ર કહે છે, ‘આટલાં વર્ષોના અનુભવ પરથી હું કહી શકું કે ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિને જે સૌથી વધુ નડે છે એ છે તેનો સ્વભાવ. તે તેનો ખોરાક બદલે, યોગાસન કરે, ઊંઘ બરાબર લે; પરંતુ જો તેનો સ્વભાવ ન બદલે તો તેના ડાયાબિટીસનું કંઈ ન થઈ શકે.’

પરફેક્શનનો દુરાગ્રહ:

જે લોકો ડાયાબિટીસ ધરાવે છે તેમનો સ્વભાવ અમુક રીતે પરફેક્શનિસ્ટ હોય છે. ઘરમાં દરેક વસ્તુ એની જગ્યા પર જ જોઈએ. બધું એકદમ ચોખ્ખુંચણાક હોવું જોઈએ. એ સિવાય દરેક વસ્તુમાં ઝીણવટ ખૂબ હોય અને દરેક કામમાં પર્ફેક્શનનો આગ્રહ અધિક હોય. આ સ્વભાવને લીધે એવું થાય કે ન તો તે પોતે સ્ટ્રેસ વગર જીવે કે ન તે બીજાને સ્ટ્રેસ વગર જીવવા દે.

એનું એક ઉદાહરણ આપતાં હંસાબહેન કહે છે, ‘ઘરમાં ફૂલદાનમાં ફૂલો સજાવ્યાં હોય તો એને જોઈને બાકીના લોકો ખુશ થાય, પરંતુ ડાયાબિટીસ ધરાવતા લોકો ફૂલોની ગોઠવણમાં ખામી શોધ્યા કરે. તે કહેશે કે આ આમ નહોતાં ગોઠવવાનાં અથવા કહેશે કે આ કેટલા રૂપિયાનાં ફૂલ આવ્યાં? મોંઘાં લઈ આવી. તે ફૂલોને માણી નહીં શકે.

જો તમારો સ્વભાવ  આ પ્રકારનો હોય તો તમે તેને બદલો એ બહુ જરૂરી છે. એવું કરશો તો તમને ડાયાબિટીસ ન આવે એની શક્યતા વધશે. જો તમને ડાયાબિટીસ છે અને તમારે એને કન્ટ્રોલમાં રાખવો છે કે પાછો ધકેલવો છે તો પણ ચોક્કસ તમારે સ્વભાવ બદલવો રહ્યો.’

યોગની મદદ:

એવું કહેવાય છે કે સ્વભાવ જન્મજાત હોય અને પ્રાણ જાય ત્યારે જ એ છૂટે. જોકે એ સાચી હકીકત નથી.

આપણા ગ્રંથો કહે છે કે દરેક રોગ મનમાંથી જન્મે છે. મનમાં ઊઠેલા વિકારો, નકારાત્મક વિચારો અને અમુક પ્રકારની લાગણીઓની શરીર પર અસર એ જ રોગ છે. જો મન ઠીક કરો તો બધું ઠીક થઈ શકે છે.

યોગને લોકો આસન સાથે જોડતા હોય છે. યોગાસન એ યોગનો એક ભાગ છે, સંપૂર્ણ યોગ નથી. આસનોની સાથે-સાથે પ્રાણાયામ અને ધ્યાન પણ યોગનો એક બહુમૂલ્ય ભાગ છે. યોગના દરેક અંગને અપનાવો ત્યારે સંપૂર્ણ યોગ થાય અને એનાથી જ સંપૂર્ણ હેલ્થ મળે.

સંપૂર્ણ હેલ્થ સાથે અહી સંબંધ શારીરિક જ નહીં પરંતુ માનસિક પણ છે. માણસ સ્વભાવ કઈ રીતે બદલી શકે એ વિશે વાત કરતાં હંસાબહેન કહે છે, ‘સ્વભાવ બદલવા માટે સૌથી પહેલાં જાગૃતિની જરૂર છે. તમે પહેલાં એ બાબતે જાગૃત થાઓ કે હું શું કરું છું? મારા પર્ફેક્શનના દુરાગ્રહને કારણે હું વસ્તુઓને માણી શકતો નથી. હું ખુશ થતો નથી અને કોઈને થવા દેતો નથી. મને પર્ફેક્શન ગમે છે, પરંતુ એ જ અપેક્ષા હું સામેની વ્યક્તિ પાસે રાખું એ યોગ્ય નથી.’

‘ડાયાબિટીસ ધરાવતા લોકો ખૂબ હોશિયાર હોય છે. આવી અવેરનેસ લાવવી એ તેમના માટે અઘરી નથી. આ માટે યોગ તેમને ઘણી મદદ કરે છે.

પ્રાણાયામ તમારા મન પર કન્ટ્રોલ લાવવા માટે અતિ ઉપયોગી છે. આ સિવાય ધ્યાન પણ એટલું જ મહત્વનું છે. યોગથી શરીરમાં જે બૅલૅન્સ આવે છે એ બૅલૅન્સ વ્યક્તિના સ્વભાવને બદલવામાં મદદરૂપ છે. આ સિવાય જે અવેરનેસ વધે છે એ પણ આ પ્રયત્નને બળ આપે છે અને એ તમારા ડાયાબિટીસને કન્ટ્રોલ કરવામાં કે એનાથી છુટકારા માટે ઉપયોગી સાબિત થાય છે.’

સંપૂર્ણ ઇલાજ:

ડાયાબિટીસ સાઇકોસોમેટિક ડિસઑર્ડર છે અને એને કારણે જ એમાં મનનો ભાગ મહkવ ધરાવે છે એમ જણાવીને ડૉ. મયંક શાહ કહે છે, ‘અમે છેલ્લાં ૩૦ વર્ષથી ડાયાબિટીસ પર રિસર્ચ કરી રહ્યા છીએ એટલે અમે પ્રૅક્ટિકલ અનુભવોમાં પણ જોયું છે કે ઉતાવળિયો સ્વભાવ, ગુસ્સો અને અતિશય વિચાર જેને આજના સમયમાં સ્ટ્રેસ કહેવામાં આવે છે, એની અસર શરીર પર એ રીતે થાય છે કે એ ડાયાબિટીસરૂપે બહાર આવે છે.

ડાયાબિટીસના કોઈ પણ દરદીને તમે મળો તો તેનામાં આ ત્રણમાંથી એક કે ત્રણેય વસ્તુઓ વધારે પ્રમાણમાં જોવા મળે જ છે. આ લાગણીઓ મનમાં ધરબાઈ રહે તો એ વધુ નુકસાન કરે છે. એટલે જરૂરી છે કે માઇન્ડ થેરપી દ્વારા એનો ઉપાય કરવામાં આવે. માઇન્ડ થેરપીમાં અમે ઇમોશનલ ફ્રીડમ ટેક્નિક વાપરીએ છીએ જે ઘણી જ અસરકારક સાબિત થાય છે.

ડાયાબિટીસના ઇલાજમાં ખોરાકમાં બદલાવ, પૂરતી અને ગાઢ ઊંઘ, એક્સરસાઇઝ અને દવાઓ બધું જ મહત્વનું છે. જોકે એની સાથે મનનો ઇલાજ પણ મહત્વનો છે. આમ દરેક પાસા પર કામ કરીએ તો ડાયાબિટીસને જડમૂળથી ચોક્કસપણે દૂર કરી શકાય છે.’

 

આ લેખમાળાના પ્રથમ પ્રકરણ ૧) મનની શક્તિ અપાર પર જવા અહીં ક્લિક કરો.

આ લેખમાળાના બીજા પ્રકરણ ૨) શક્ય છે  પર જવા અહીં ક્લિક કરો.

આ લેખમાળાના ત્રીજા પ્રકરણ ૩) મનની શક્તિથી તંદુરસ્તી પર જવા અહીં ક્લિક કરો.

આ લેખમાળાના ચોથા પ્રકરણ ૪) મનની શક્તિથી સફળતા પર જવા અહીં ક્લિક કરો.

આ લેખમાળાના પાંચમા પ્રકરણ ૫) મનની શક્તિથી સુખ, શાંતિ, સંતોષ અને આનંદ પર જવા અહીં ક્લિક કરો.

 

આ પેજને વોટ્સ એપ, ફેસબુક, ટ્વીટર, ગુગલ+ અને અન્ય સોશિયલ મિડિયા ઉપર શેર કરવા વિનંતી છે.  

અવારનવાર અહીં મળતા રહેજો…

મુલાકાત બદલ આભાર,

તમારા સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે, 

-સુરેશ ત્રિવેદી

Advertisements

One thought on “૬) ડાયાબિટીસને મન સાથે શું સંબંધ છે?

મારો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s