Home

નમસ્કાર, મિત્રો,

એક ગુજરાતી દ્વારા, બધા ગુજરાતીઓ માટે, આપણી પોતાની ગુજરાતી ભાષામાં પ્રસ્તુત છે બ્લોગ “દાદાજીની વાતો”.

અહીં આપને મળશે આરોગ્ય વિષયક અધિકૃત માહિતીવાળા આર્ટીકલ્સ, પ્રેરણાત્મક લેખો, વાર્તાઓ અને કવિતાઓ, હાસ્ય અને વિનોદની વાતો, પ્રવાસકથાઓ, રસપ્રદ સાહિત્ય, માહિતી લેખો, રોજબરોજના સમાચારમાંથી ચૂંટેલા પોઝીટીવ સમાચારો, ગળે ના ઉતરે તેવા લોકોની મૂર્ખાઈના બનાવો, જોતાં જ ગમી જાય તેવા ફોટોગ્રાફ્સ, અને બીજું ઘણું બધું…

તો હવે કરો ક્લિક નીચે આપેલ વિવિધ લિંકસ પર અને ઉઠાવો આપના મનપસંદ વિષયનો આનંદ…

૧) તાજા ખબર:

તાજેતરના બનાવો અને વિવિધ કાર્યક્રમો અંગે જાણવાલાયક રસપ્રદ માહિતી અહીં મળશે:
# કઈ રીતે પસંદ કરશો નવા નિયમ મુજબનું ટીવી ચેનલ પેકેજ?

tv-2
૧લી ફેબ્રુઆરી ૨૦૧૯થી ટ્રાઈ દ્વારા ટીવી ચેનલના ગ્રાહકો માટે ક્રાંતિકારી કહી શકાય તેવા નિયમો લાગુ પાડવામાં આવનાર છે. ટ્રાઈના આ નવા નિયમોની રજેરજ માહિતી તેમજ વિવિધ ચેનલ્સ અને તેનાં પેકેજની પસંદગી કઈ રીતે કરવી તેનું સંપૂર્ણ માર્ગદર્શન ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ આ વેબસાઈટ “દાદાજીની વાતો” પર રજૂ થઇ રહ્યું છે. આ પેજ પર જવા અહીં ક્લિક કરો.
# અમદાવાદ ફ્લાવર શૉ ૨૦૧૯:

flower show
અમદાવાદ ખાતે તા. ૧૬ થી ૨૨ જાન્યુઆરી ૨૦૧૯ દરમ્યાન યોજાયેલ અદભૂત ફ્લાવર શો વિષે આકર્ષક ફોટા સાથે સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ વખત આ બ્લોગ પર રજૂ થઇ છે. આ પેજ પર જવા અહીં ક્લિક કરો.

૨) પહેલું સુખ તે જાતે નર્યા :

images

સમયની સાથે લોકો તંદુરસ્તી વિષે ઘણા સભાન થયા છે. પરંતુ ઘણીવાર અનધિકૃત લોકો સોશિયલ મીડિયા પર અનુભવસિધ્ધ ન હોય તેવા નુસખા આયુર્વેદના નામે રજૂ કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે. એટલે મેં આરોગ્યને લગતી માહિતી પ્રમાણિત અને અધિકૃત સ્ત્રોતોમાંથી મેળવીને અહીં રજૂ કરેલ છે. તો ક્લિક કરો આ લિંકસ પર અને બનો આરોગ્યવાન:
# પહેલું સુખ તે…
# કબજીયાતનો ક…
# શું તમારા લોહીમાં લોખંડ છે ?
# શું દવા વગર કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય?
# ફળ ક્યારે અને કઈ રીતે ખાવાં
# આર્થ્રાઇટિસ (સંધિવા)થી કેવી રીતે બચવું?
# હાર્ટએટેક અને એલોપથી – આશ્ચર્યજનક ચોખવટ
# દેશી ગાયનું દૂધ અને જર્સી ગાયનુ દૂધ – વૈજ્ઞાનિક દ્રષ્ટિએ
(વધુ પોસ્ટ્સ ટૂંક સમયમાં મૂકાશે, તો આ બ્લોગ જોતા રહેશો.)

૩) મનની શક્તિ અપાર:

mind
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે ‘હે અર્જુન, હું દરેક મનુષ્યના હૃદયમાં વસું છું.’
હવે સ્વયં ભગવાન જો દરેક મનુષ્યના શરીરમાં વસતો હોય, તો પછી મનુષ્ય પણ ભગવાનના જેવી અનંત શક્તિઓ ધરાવતો હોવો જોઈએ. આ અનંત શક્તિઓ મનુષ્યમાં ક્યાં હોય છે અને તેને જગાડવા માટે શું કરવું જોઈએ, એવા અનેક પ્રશ્નોના જવાબ આ લેખમાળા ‘મનની શક્તિ અપાર’ દ્વારા મેળવવા અહીં ક્લિક કરો.

૪) મગજ કસો:

images

મગજમારીના શોખીનો બુદ્ધિવર્ધક કોયડા, પઝલ્સ, બ્રેઈન ગેઈમ્સ અને બીજું ઘણું બધું માણો અને તમારા IQનો ટેસ્ટ કરો નીચેની લિંકસ પર:

# મગજ કસો

# મગજ કસો ભાગ ૨

# મગજ કસો ભાગ ૩

પણ મગજ કસ્યા સિવાય જવાબોના પાના પર જશો નહિ હોં કે !

૫) વેદ થી પુરાણ સુધી:

ved
વેદ થી માંડીને પુરાણ સુધીના બધા ગ્રંથો “શાસ્ત્ર” તરીકે ઓળખાય છે. આપણે ઘણીવાર કહીએ તો છીએ કે શાસ્ત્રમાં આમ કહ્યું છે કે તેમ કહ્યું છે, પરંતુ ક્યા શાસ્ત્રમાં કહ્યું છે, તેની કોઈ જાણકારી આપણને હોતી નથી. એટલે શાસ્ત્રો કેટલાં છે અને દરેક શાસ્ત્રમાં શાનું વર્ણન છે, તેની રસપ્રદ વાતો જાણવા માટે અહીં ક્લિક કરો.

૬) પ્રવાસકથા:
i) ચારધામ યાત્રા: ચારધામ યાત્રાની માહિતીસભર વિગતો રસાળ શૈલીમાં ફોટા તથા વિડીઓ સાથે જોવા અહીં ક્લિક કરો.
ii) હમ્પી પ્રવાસ: કર્ણાટકના મશહૂર પર્યટન સ્થળ હમ્પીના પ્રવાસની માહિતીસભર વિગતો રસાળ શૈલીમાં ફોટા તથા વિડીઓ સાથે જોવા અહીં ક્લિક કરો.
૭) વાર્તા રે વાર્તા:

Chorti

# ચોરટી: સુપ્રસિદ્ધ ગુજરાતી વાર્તામાસિક મમતામાં છપાયેલ આ વાર્તામાં ગામડાની ગરીબ અને ચોરીની આદત ધરાવતી સ્ત્રી ગુલાબો અને શહેરના નામાંકિત પ્રોફેશનલ અભય વચ્ચે પાંગરેલ પ્રેમની કથા છે. આ લવસ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો.
# માઈક્રોફિક્શન વાર્તાઓ: ૧૦૦ શબ્દો સુધીની માઈક્રો વાર્તાઓ વાંચવા માટે અહીં ક્લિક કરો.
# સાચી નિવૃત્તિ: માતૃભારતી અભિયાન દ્વારા આયોજિત રાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં વિજેતા જાહેર થયેલ આ વાર્તામાં નિવૃત્તિ પછી ઉદાસીન રહેતા પિતાને તેમનો દીકરો કઈરીતે ફરીથી ખુશખુશાલ કરે છે, તે જાણવા અહીં ક્લિક કરો.
# કળિયુગનો કાનુડો: તાજેતરમાં રાજકોટના એક વ્યક્તિએ પોતાની વૃદ્ધ અને બીમાર માતાને ધાબા પરથી ફેંકી દઈને તેનું મૃત્યુ નીપજાવ્યું હતું. આ કરુણ સત્ય ઘટના પર આધારિત વાર્તા “કળિયુગનો કાનુડો” વાંચવા અહીં ક્લિક કરો.

૮) હાસ્ય વિનોદ:

laughter-300x3001

હસે તેનું ઘર વસે. તો ચાલો આપણે પણ અહીં ક્લિક કરીને થોડું હસી લઈએ.

૯) સંભારણાં:

sambharana[suresh trivedi]

મારા પુસ્તક “સંભારણાં”માં પચાસેક વર્ષ પહેલાંના ગામડાના લોકજીવનની ખાટી-મીઠી વાતો રજૂ થઇ છે. આ પુસ્તકનો રીવ્યુ ‘નવગુજરાત સમય’ દ્વારા આ મુજબ થયો છે:

‘સંભારણાં’ હાથમાં લીધાં પછી પૂરું કરીને જ મૂકાય તેવું છે. તેમાં લેખકે ગુજરાતના છેવાડાના અછતગ્રસ્ત વાવ તાલુકાના સાવ નાના ગામમાં વીતેલાં આઠ વર્ષના શૈશવની યાદો, સ્વસ્થ અને તટસ્થ નાગરિક-ચિંતનની સાથે વર્ણવી છે. ગામડામાં મધ્યમવર્ગના શિક્ષકના કુટુંબમાં સંસ્કારી રીતે ઉછેર પામેલા એક નિવૃત્ત બૅન્ક કર્મચારી કેવી આંતરસમૃદ્ધિ ધરાવી શકે અને તેને કેવી સંઘેડાઉતાર લખાવટથી લોકો સમક્ષ મૂકી શકે તેનો આ પુસ્તક ઉત્તમ દાખલો છે.

આ પુસ્તકનાં વિવિધ પ્રકરણોનો રસાસ્વાદ માણવા અહીં ક્લિક કરો.

૧૦) ચટાકેદાર ઊંધિયું:

undhiyu

જે રીતે વિવિધ જાતનાં શાકભાજી ભેગાં કરીને તેમાંથી ચટાકેદાર અને લિજ્જતદાર ઊંધિયું બને છે, તેજ રીતે વિવિધ વિષય ઉપરના લેખો ચટાકેદાર ઊંધિયું શિર્ષક હેઠળ રજુ કર્યા છે. તો ક્લિક કરો નીચેની લિંકસ પર અને માણો વિવિધ વિષયોનો રસાસ્વાદ:
# ચટાકેદાર ઊંધિયું
# શ્રેષ્ઠ દાનવીર કોણ છે ?
# અંગદાન-શ્રેષ્ઠદાન
# બ્રાહ્મણ ઈતિહાસ
# શ્રીમાળી બ્રાહ્મણ ઈતિહાસ

૧૧) મનમોહક ફોટોગ્રાફ્સ:

IMG_225088677232657

ચિત્રકામ કે ફોટોગ્રાફીનો શોખ હોય તો સરસ ફોટો જોઇને હંમેશાં દિલ ખુશ થઇ જાય છે. હવે તો ઉંચી ગુણવત્તા ધરાવતા કેમેરા મોબાઈલમાં જ મળતા થઇ ગયા હોવાથી અને પ્રિન્ટ કાઢવાનો ખર્ચ પણ નથી થતો, એટલે લોકો આડેધડ ફોટા પાડતા થઇ ગયા છે. પરંતુ પ્રોફેશનલ ફોટોગ્રાફરના ફોટા માણવાની મજા તો કંઇક અલગ જ હોય છે. તો ક્લિક કરો નીચેની લિંકસ પર અને માણો દિલ ખુશ થાય એવા મનમોહક ફોટોગ્રાફ્સની મઝા.

# અદભૂત ક્ષણે ઝડપેલા ફોટોગ્રાફસ
# અહો ! આશ્ચર્યમ્ !!

૧૨) ગુડમોર્નિંગ, ઇન્ડિયા:

newspaper

સવારના પહોરમાં ચા સાથે છાપું લઈને બેસીએ તો ખરાબ સમાચારો વાંચીને આપણને સવાર પહોરમાં જ ઢગલો નેગેટીવ વાયબ્રેશન્સ મળે છે, જેની અસરથી આપણો આખો દિવસ ગમગીન નીવડે છે. એટલે દરરોજના છાપામાંથી જે કંઇ સારા સમાચાર હોય તેને તારવી લઈને અહીં રજુ કર્યા છે, જેથી તમને સારા સમાચાર વાંચીને પોઝીટીવ વાયબ્રેશન્સ મળે. આ આનંદદાયક સમાચારો વાંચવા અહીં ક્લિક કરો.

૧૩) મૂરખનો સરદાર કોણ છે:

download (1)

આપણને બધાને બીજા લોકોની મૂર્ખાઈની વાત કરવામાં અને તેને ચગાવવામાં બહુ જ રસ પડે છે. પરંતુ વાસ્તવમાં ઘણા લોકો નાની-મોટી મૂર્ખાઈ કરતા જ હોય છે. આવા લોકોમાંથી વધારે મૂર્ખાઈનું કામ કરનાર એટલે કે “મૂરખનો સરદાર” વાસ્તવિક જિંદગીમાંથી શોધીને અહીં તમારી સમક્ષ રજૂ કરેલ છે. તેમને “મૂરખનો સરદાર એવૉર્ડ” આપવા અહીં ક્લિક કરો.

૧૪) કેટલાંક રેખાચિત્રો:

20150109_145850

મારા કોલેજકાળ અને તે પછીના સમય દરમ્યાન દોરેલા સ્કેચીઝ અહીં જોવા મળશે.

૧૫) સ્ટેમ્પ્સ ઓફ ઇન્ડિયા:

1

આપણા દેશની ટપાલ ટિકિટોના આલ્બમ સ્ટેમ્પ્સ ઓફ ઇન્ડિયા” પર જવા અહીં ક્લિક કરો.

૧૬) સ્વપરિચય:

1934-4x6-1

મારી ઓળખાણ તથા સંપર્કની વિગતો અહીં મળશે.

૧૭) વાંચકોના પ્રતિભાવ:

K.3
આ બ્લોગ માટે મળેલ વાંચકોના પ્રતિભાવ અહીં જોવા મળશે.
આ બ્લોગનું આઈ ડી હવે એકદમ ટૂંકું, સરળ અને યાદ રહી જાય તેવું બનાવ્યું છે
દાદાજીની વાતો ડોટ કોમdadajinivato.com, જેની નોધ લેવા વિનંતી છે.

તો હવે તમારી પસંદગીના વિષયોની મઝા માણો અને આપનો પ્રતિભાવ “મારો અભિપ્રાય” કોલમમાં જણાવો.

આ બ્લોગને ફોલો કરો, જેનાથી બ્લોગની નવાજુની આપને ઈમેલ દ્વારા પ્રાપ્ત થશે.

મિત્રો, આપને જે પેજ પસંદ આવે, તે પેજને લાઇક (like) કરવા, “અહીં મૂલ્યાંકન કરો” કોલમમાં રેટિંગ આપવા અને અને વોટ્સ એપ, ફેસબુક, વિગેરે સોશિયલ મિડિયા પર આપના મિત્રો સાથે શેર (SHARE) કરવા વિનંતી છે.

અવારનવાર અહીં મળતા રહેજો…

મુલાકાત બદલ આભાર,

આપના સુંદર સ્વાસ્થ્યની શુભ કામનાઓ સાથે,

-સુરેશ ત્રિવેદી

Advertisements

તાજેતરની પોસ્ટ્સ

કઈ રીતે પસંદ કરશો નવા નિયમ મુજબનું ટીવી ચેનલ પેકેજ?

ટીવી રસિયાઓ આનંદો! હવે તમારા ‘અચ્છે દિન’ આવી ગયા છે! કારણકે હવે તમે વણજોઈતી ચેનલો કેન્સલ કરીને ટીવી ચેનલનો બિનજરૂરી ખર્ચ ઘટાડી શકશો! ૧લી ફેબ્રુઆરી ૨૦૧૯થી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા –ટ્રાઈ દ્વારા ટીવી ચેનલના ગ્રાહકોની સવલત, સરળતા અને બિનજરૂરી ખર્ચને ધ્યાનમાં રાખીને ક્રાંતિકારી કહી શકાય તેવા નિયમો લાગુ પાડવામાં આવનાર છે. ટ્રાઈના આ નવા નિયમોની … વાંચન ચાલુ રાખો કઈ રીતે પસંદ કરશો નવા નિયમ મુજબનું ટીવી ચેનલ પેકેજ?

Rate this:

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૧૯

ભારતના અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ “અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૧૯” અમદાવાદમાં શરૂ થઇ ગયો છે. આ “ખરીદોત્સવ” વિષેની રજેરજ માહિતી ગુજરાતી ભાષામાં ફક્ત આ વેબસાઈટ “દાદાજીની વાતો” @dadajinivato.com પર રજૂ થઈ રહી છે. તા. ૧૭ થી ૨૮ જાન્યુઆરી, ૨૦૧૯ દરમ્યાન બાર દિવસ સુધી ચાલનારા આ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ … વાંચન ચાલુ રાખો અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૧૯

Rate this:

અમદાવાદ ફ્લાવર શૉ ૨૦૧૯

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  દ્વારા દર વર્ષે સુંદર ફ્લાવર શૉ નું આયોજન કરવામાં આવે છે. આ પ્રણાલિકા અંતર્ગત આ વર્ષે પણ અમદાવાદના સાતમા ફ્લાવર શૉ “અમદાવાદ ફ્લાવર શૉ ૨૦૧૯” નું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તારીખ ૧૬.૦૧.૨૦૧૯ના રોજ સવારે ૮.૩૦ કલાકે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આવેલ ફ્લાવર ગાર્ડન અને ઈવેન્ટ ગ્રાઉન્ડ, ટાગોર હોલ પાછળ, … વાંચન ચાલુ રાખો અમદાવાદ ફ્લાવર શૉ ૨૦૧૯

Rate this:

દેશી ગાયનું દૂધ અને જર્સી ગાયનુ દૂધ – વૈજ્ઞાનિક દ્રષ્ટિએ

  કુદરતની વ્યવસ્થા મુજબ દરેક સસ્તન પ્રાણીઓનાં બચ્ચાંઓ પોતાની માતાનું દૂધ પી ને મોટાં થાય છે. પરંતુ એક વાર બીજો ખોરાક લેવાનું ચાલુ કરે, પછી તે દૂધ પીવાનું છોડી દે છે. ફક્ત મનુષ્ય જ એવું પ્રાણી છે, જે જન્મે ત્યારથી દૂધ પીવાનું ચાલુ કરે છે, તે છેક મૃત્યુપર્યંત ચાલુ રાખે છે. જંગલી અવસ્થામાં હતો ત્યારથી … વાંચન ચાલુ રાખો દેશી ગાયનું દૂધ અને જર્સી ગાયનુ દૂધ – વૈજ્ઞાનિક દ્રષ્ટિએ

Rate this:

More Posts