હું જન્મે બ્રાહ્મણ, કર્મે વૈશ્ય, વિચારે ક્ષત્રિય અને આચારે શુદ્ર છું.
હું અભ્યાસે વિજ્ઞાનનો અનુસ્નાતક અને કાયદાનો સ્નાતક છું.
હું વ્યવસાયે બેન્કર છું.
હું ધર્મે માનવતાવાદી, સ્વભાવે વાસ્તવવાદી અને દિલથી પર્યાવરણવાદી છું.
હું આજીવન વિદ્યાર્થી છું અને વાંચન, લેખન, સંગીત, પેઇન્ટિંગ, ફોટોગ્રાફી અને ટિકિટસંગ્રહનો શોખ ધરાવું છું.
મને યોગ, કુદરતી જીવનશૈલી અને હિંદુ સંસ્કૃતિ પ્રત્યે ઘણો લગાવ છે.
લેખક તરીકે તો હું નવો નિશાળીયો છું. મારું એક પુસ્તક “સંભારણાં” પ્રકાશિત થયેલ છે, જેમાં મેં વર્ષ ૧૯૬૦ના ગ્રામ્યજીવનની વાતો રજૂ કરી છે. હાલ મારી ઈ-બુક “વેદ થી પુરાણ સુધી” પર કામ કરી રહ્યો છું. કેટલીક વાર્તાઓ લખી છે. આરોગ્ય વિષયક અને મોટીવેશનલ લેખો લખ્યા છે.
મારાં લખાણો મારા બ્લોગ “દાદાજીની વાતો” પર ઉપલબ્ધ છે. dadajinivato.com પર આ બ્લોગની મુલાકાત લેવા અને આપનાં સલાહ-સૂચન આપવા વિનંતી છે.
બીજી પર્સનલ વિગતો આ મુજબ છે:
નામ : સુરેશભાઈ ચીમનલાલ ત્રિવેદી
વતન : વાવ, જી. બનાસકાંઠા
રહેઠાણ : અમદાવાદ
સંપર્ક : ઈ મેલ – sctwav@gmail.com
: મો.નં. : ૯૪૦૯૧૪૩૨૮૯
જન્મ વર્ષ : ૧૯૫૩
પ્રાથમિક શિક્ષણ : સરકારી નિશાળ, માડકા, જી. બનાસકાંઠા
હાઇસ્કુલ શિક્ષણ : શ્રી વિનય મંદિર, વાવ, અને શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિર, પાલનપુર, જી. બનાસકાંઠા
કોલેજ શિક્ષણ : એમ જી સાયન્સ ઇન્સ્ટીટયુટ, અમદાવાદ અને નવગુજરાત લોં કોલેજ , અમદાવાદ
સર્વિસ : બેંક ઓફ ઇન્ડિયા – અમદાવાદ, તળાજા, કલોલ, સુરત
હાલ : નિવૃત્તિની મજા માણવાનું ચાલુ છે.
શોખ : વાંચન, લેખન, પ્રવાસ, ફોટોગ્રાફી, ચિત્રકામ, સંગીત, ક્લાસિક ફિલ્મો માણવી, સામાજીક સેવાકાર્ય, બ્લોગીંગ, યોગાભ્યાસ,
બહુ જ સરસ, સુરેશભાઈ.
આપ નિવૃત્તિના ટાઈમે ખૂબ જ એન્જોય કરી રહ્યા છો.
ખૂબ ખૂબ આભાર, આવી રસ-પ્રચુર સામગ્રી ઈન્ટરનેટના આંગણે આપવા બદલ.
ખૂબ ખૂબ આભાર, નારણભાઈ, આપના પ્રતિભાવ માટે.
Feedback received thru email dtd. 18.07.2018
Name: હરીશ દવે (Harish Dave)
Email: davehs2000@hotmail.com
Website: https://gujarat1.wordpress.com
Comment:
આપે બહુ જ નમ્રતાથી આપનો પરિચય મૂકી દીધો છે, સુરેશભાઈ! વાચક જેમ જેમ આપના બહુમુખી વ્યક્તિત્વને જાણે તેમ આપને નજીકથી ઓળખી શકે! અને તેમાં એક ‘સુરેશ ત્રિવેદી’માંથી બીજા ‘સુરેશ ત્રિવેદી’ બેઠા થતા દેખાય.
આપને અહીં મળીને આનંદ થાય છે.
બેંક ઓફ ઇંડિયામાં મારા મોટાભાઈ અને અન્ય ઘણા પરિચિતોએ સેવા આપી છે, આપણા છેડા ક્યાંક અપરોક્ષ રીતે પણ અડતા હશે!
આપની પ્રવૃત્તિ આગળ ધપતી રહે! આપને મારી હાર્દિક શુભેચ્છાઓ!
આભાર, હરીશભાઈ, આપના ઉષ્માભર્યા શબ્દો માટે.
આપના બ્લોગમાં ભ્રમણ કર્યું, આપનો પરિચય વાંચ્યો.
ખૂબ આનંદ થયો. સુંદર લખાણો માટે અભિનંદન.
Nice