લીવર અને કીડનીનું દાન કરીને ત્રણ લોકોની જિંદગી બચાવી !

જુનાગઢ જીલ્લાના મોટી મોણપરી ગામનાં ૩૧ વર્ષિય વર્ષાબેન અચાનક બીપી વધી જવાથી બ્રેઈનડેડ થઇ ગયાં. તેમના ઉદારદિલ પતિ રાજેશભાઈએ વર્ષાબેનનાં લીવર અને બંને કિડનીનું દાન કરીને ત્રણ લોકોની જિંદગી બચાવી છે. લો વાંચો ૩૧-૦૧-૨૦૧૬ના ગુજરાત સમાચારમાં છપાયેલ આ સમાચાર અને આ અદભૂત સેવાકાર્ય બદલ આપો અભિનંદન રાજેશભાઈ તથા તેમના પરિવારને ! જો તમે અંગદાન વિષે … વાંચન ચાલુ રાખો લીવર અને કીડનીનું દાન કરીને ત્રણ લોકોની જિંદગી બચાવી !

Advertisements

દારૂના અડ્ડાઓ પર પ્રજાની રેડ !

મારી લેખશ્રેણી “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” અંતર્ગત અગાઉ સારા સમાચાર જણાવ્યા હતા કે ઠાકોરસમાજ દ્વારા તેમના સમાજના લોકોને દારૂની લતમાંથી છોડાવવા માટે પ્રશંસનીય વ્યસનમુક્તિ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. હવે આ અભિયાન વધુ જલદ બન્યું છે અને ઠાકોર-ક્ષત્રિય સેનાએ બનાસકાંઠા જીલ્લામાં ઠેરઠેર દારૂના અડ્ડાઓ પર રેડ કરી છે, જેમાં પોલીસ પણ સાથ આપી રહી છે. લો … વાંચન ચાલુ રાખો દારૂના અડ્ડાઓ પર પ્રજાની રેડ !

અમદાવાદની કીડની હોસ્પીટલે કીડની ટ્રાન્સપ્લાન્ટનો વિશ્વવિક્રમ તોડ્યો !

અમેરિકાની સાન એન્ટોનિયો ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલે વર્ષ ૨૦૧૨માં ૬૮ કીડની ટ્રાન્સપ્લાન્ટ કરીને વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો. હવે આપણા અમદાવાદની કીડની હોસ્પીટલે વર્ષ ૨૦૧૫માં ૭૭ કીડની ટ્રાન્સપ્લાન્ટ કરીને આ વિશ્વવિક્રમ તોડ્યો છે !  તો વાંચો ૩૧-૦૧-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર અને આવી ઉમદા કામગીરી બદલ આપો અભિનંદન ડો. એચ.એલ.ત્રિવેદી અને તેમની ટીમને ! જો તમે અંગદાન વિષે … વાંચન ચાલુ રાખો અમદાવાદની કીડની હોસ્પીટલે કીડની ટ્રાન્સપ્લાન્ટનો વિશ્વવિક્રમ તોડ્યો !

દારૂ છોડાવવા માટે દારૂડિયાઓનાં માથાનું મુંડન !

ઠાકોરસમાજ દ્વારા તેમના સમાજના લોકોને દારૂની લતમાંથી છોડાવવા માટે વ્યસનમુક્તિ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના આગથળા ગામે ચાર યુવાનોને સમજાવવા છતાં દારૂ પીવાનું ચાલુ રાખતાં, તેમના જ સમાજના લોકોએ ભેગા થઈને તેમનાં માથાં મૂંડાવ્યાં હતાં. આ સમાચાર વાંચી મને તો સ્વરાજ્યની ચળવળ વખતે મહિલાઓ દ્વારા ચલાવાયેલી દારૂનાં પીઠાંની પિકેટિંગ … વાંચન ચાલુ રાખો દારૂ છોડાવવા માટે દારૂડિયાઓનાં માથાનું મુંડન !

ઠાકોર સમાજની લાખોની રેલીમાં લોકોએ બતાવી અદભૂત સ્વયંશિસ્ત !

જયારે એક જગ્યાએ બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય, ત્યારે ઘણી અવ્યવસ્થા અને અફડાતફડી સર્જાતાં હોય છે. થોડા સમય પહેલાં અમદાવાદના જીએમડીસી મેદાન પર પાટીદાર સમાજના લોકો ઘણી મોટી સંખ્યામાં ભેગા થયેલા, ત્યારે ગંભીર તોફાનો ફાટી નીકળ્યાં હતાં. જેનાથી રેલીમાં ભાગ લેનારા લોકો, પોલીસ અને સામાન્ય પ્રજા, સર્વેને ઘણી હાલાકી સહન કરવી પડી હતી. મોટેભાગે … વાંચન ચાલુ રાખો ઠાકોર સમાજની લાખોની રેલીમાં લોકોએ બતાવી અદભૂત સ્વયંશિસ્ત !

માણસાનાં શારદાબેને અંગદાન થકી ત્રણ જણને જીવનદાન આપ્યું !

માણસા તાલુકાના રીદ્રોલ ગામનાં શારદાબેન પટેલ ન્યુમોનિયાની બીમારીને કારણે બ્રેઇનડેડ થઇ ગયાં હતાં. દેહદાન માટે જાગૃતિનું કાર્ય કરતી “સદ્કાર્ય સેવા સમાજ” સંસ્થા દ્વારા સમજાવટ પછી શારદાબેનના પરિવારે શારદાબેનનાં કીડની અને લીવરનું અંગદાન કર્યું હતું. જેનાથી ત્રણ વ્યક્તિઓને જીવનદાન મળ્યું હતું. તો હવે વાંચો ૨૪-૦૧-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર અને આ પૂણ્યકાર્યના ભાગીદાર એવાં શારદાબેન, … વાંચન ચાલુ રાખો માણસાનાં શારદાબેને અંગદાન થકી ત્રણ જણને જીવનદાન આપ્યું !

ફ્રાન્સે ૧૩૦ વર્ષ પહેલાં મેળવેલું હરિહર ભગવાનની મૂર્તિનું મસ્તક કંબોડિયાને પરત કર્યું !

ફ્રાન્સે ૧૩૦ વર્ષ પહેલાં મેળવેલું હરિહર ભગવાનની મૂર્તિનું મસ્તક કંબોડિયાને પરત કર્યું, જેને પ્રતિમાના બાકીના ભાગ સાથે જોડી દેવાયું છે ! વાંચો ૨૨-૦૧-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ સમાચાર અને ફ્રાંસ સરકારના આ સ્તુત્ય કાર્યને દાદ આપો. હવે આપણે આશા રાખીએ કે ફ્રાન્સના આ સરાહનીય પગલામાંથી બ્રીટન જેવા દેશો કંઇક શીખે અને આપણા દેશમાંથી ઉઠાવીને લઇ … વાંચન ચાલુ રાખો ફ્રાન્સે ૧૩૦ વર્ષ પહેલાં મેળવેલું હરિહર ભગવાનની મૂર્તિનું મસ્તક કંબોડિયાને પરત કર્યું !

સુરતની બ્રેઈનડેડ વ્યક્તિએ ત્રણ જણને નવું જીવન બક્ષ્યું !

સુરતના ૫૨ વર્ષીય હિંમતભાઈ સાવલિયા બ્રેઈન હેમરેજ થવાથી એકાએક બ્રેઇનડેડ થઇ ગયા. સુરતસ્થિત “ડોનેટલાઈફ” સંસ્થાના સેવાભાવી પ્રમુખ નીલેશ માંડલેવાલેની સમજાવટ બાદ હિંમતભાઈના પરિવારે હિંમતભાઈનાં અંગોનું દાન કરીને માનવતાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરત અને મુંબઈના ડોક્ટરોએ તાત્કાલિક પગલાં લઈને હિંમતભાઈનું હૃદય અને બે કીડની સફળતાપૂર્વક કાઢી લઈને ત્રણ અલગઅલગ જરૂરિયાતમંદ દર્દીઓને પ્રત્યારોપણ કરીને તેમને … વાંચન ચાલુ રાખો સુરતની બ્રેઈનડેડ વ્યક્તિએ ત્રણ જણને નવું જીવન બક્ષ્યું !

એક માલિકે તેની સેવા કરનાર નોકરને ભેટ આપી રૂ. એક કરોડની માતબર રકમ !

વડોદરાના જાણીતા ચિત્રકાર જેરામ પટેલનાં કેટલાંક ચિત્રો રૂ. ૬ કરોડમાં વેચાયાં. ઉદારદિલ જેરામભાઈએ આ રકમમાંથી રૂ. એક કરોડ જેવી માતબર રકમ તેમની છેલ્લાં ૪૦ વર્ષથી સેવા કરનાર ડાહ્યાભાઈ મારવાડીને ભેટ આપીને કદર કરી અને સાથે સાથે સમાજને એક આદર્શ માલિક અને સેવાભાવી નોકરનો ઉત્કૃષ્ટ દાખલો બેસાડ્યો છે. તો હવે વાંચો ૧૯-૦૧-૨૦૧૬ના નવગુજરાત સમયમાં છપાયેલ આ … વાંચન ચાલુ રાખો એક માલિકે તેની સેવા કરનાર નોકરને ભેટ આપી રૂ. એક કરોડની માતબર રકમ !

રિક્ષા ડ્રાઈવરનો પુત્ર સી.એ. ફાઈનલની પરિક્ષામાં પાસ !

મારા પુસ્તક “સંભારણાં”માં મેં લખ્યું હતું કે “સારું ભણવા માટે વિદ્યાર્થીને કોઈ ખાસ સગવડ કે સાધનસામગ્રીની જરૂર હોતી નથી. માત્ર થોડું દિમાગ, થોડું ધ્યાન, થોડી મહેનત અને થોડી દોરવણી (શિક્ષક અને વાલી તરફથી) આટલીજ વસ્તુઓની જરૂર હોય છે સારું ભણવા માટે.” તાજેતરમાં સુરતના એક રિક્ષા ડ્રાઈવરના રાહુલ વાઘ નામના પુત્રે સી.એ. (CA)ની ઘણી અઘરી ગણાતી … વાંચન ચાલુ રાખો રિક્ષા ડ્રાઈવરનો પુત્ર સી.એ. ફાઈનલની પરિક્ષામાં પાસ !

સુરતી હૃદય મેળવનાર મુંબઈના રાજન કહે છે કે ‘ગુજરાતનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું” !

સુરતના ૪૫ વર્ષીય જગદીશભાઈને કમનસીબે રોડ અકસ્માત થતાં ડોક્ટરોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા. સુરતસ્થિત “ડોનેટલાઈફ” સંસ્થાના સેવાભાવી પ્રમુખ નીલેશ માંડલેવાલેની સમજાવટ બાદ મૃતકના પરિવારે જગદીશભાઈનાં અંગોનાં દાનની સંમતી આપી. ડોક્ટરોએ જગદીશભાઈનું હૃદય મુંબઈના ૫૨ વર્ષીય રાજન દેસાઈને સફળ પ્રત્યારોપણ કર્યું, ત્યારે રાજન બોલી ઉઠયા કે “હું ગુજરાતનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું.” વાંચો ૧૨-૦૧-૨૦૧૬ના નવગુજરાત … વાંચન ચાલુ રાખો સુરતી હૃદય મેળવનાર મુંબઈના રાજન કહે છે કે ‘ગુજરાતનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું” !

શાહરુખખાને દિલગીરી વ્યક્ત કરી !

અસહિષ્ણુતાના મામલે બોલીવુડના માનીતા અને જાણીતા કલાકારો શાહરુખખાન અને આમિરખાને દેશની પ્રતિષ્ઠાને અસર થાય એવી કોમેન્ટ્સ કરી, જેનાથી દેશભરમાં ખૂબ જ ઉહાપોહ થયો. ખાસ કરીને ન્યુઝ અને સોશિયલ મિડિયા મારફત લોકોએ આ કલાકારોના આવા વલણનો ઉગ્ર વિરોધ કર્યો અને શાહરુખખાનની આગામી ફિલ્મ “દિલવાલે” જોવા થીએટરમાં ન જવા માટે ઘણો પ્રચાર કર્યો. ભારતીય પ્રજાની ટૂંકી યાદદાસ્તના … વાંચન ચાલુ રાખો શાહરુખખાને દિલગીરી વ્યક્ત કરી !

જાપાનમાં એક છાત્રા માટે ટ્રેન દોડે છે !

આપણા દેશમાં સરકાર બાળકોના શિક્ષણ માટે પાયાની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી પડી શકાતી નથી, ત્યારે જાપાનમાં ફક્ત એક છાત્રા માટે ટ્રેન દોડાવવાનું ચાલુ રાખીને બાળકોને શિક્ષણ આપવા માટે સરકારે કેટલી હદ સુધી જવું જોઈએ, તેનું ઉમદા ઉદાહરણ જાપાને પૂરું પાડ્યું છે. તો હવે વાંચો તા. ૧૦/૦૧/૨૦૧૬ના "નવગુજરાત સમય"માં છપાયેલ આ સમાચાર અને તેની નીચે લખેલ મારી … વાંચન ચાલુ રાખો જાપાનમાં એક છાત્રા માટે ટ્રેન દોડે છે !

૧૪ વર્ષથી દર્દીઓ અને તેમનાં સગાંઓને એક ટંક જમવાનું મફત પહોંચાડતા સેવાભાવી હેમંતભાઈ !

અમદાવાદના માદલપુરમાં રહેતા હેમંતભાઈ પટેલ છેલ્લાં ૧૪ વર્ષથી વી એસ હોસ્પીટલના ગરીબ દર્દીઓ અને તેમનાં સગાંઓને સાંજે એક ટાઇમ મફત જમવાનું પૂરું પાડીને એક અનોખો સેવાયજ્ઞ ચલાવે છે. ધન્ય છે હેમંતભાઈની આ ઉમદા સેવા-પ્રવૃતિને ! તો હવે વાંચો તા. ૦૯/૦૧/૨૦૧૬ના "નવગુજરાત સમય"માં છપાયેલ આ સમાચાર:   આ લેખમાળાના મૂળ શીર્ષક લેખ “ગુડ મોર્નિંગ, ઇન્ડિયા” પર જવા … વાંચન ચાલુ રાખો ૧૪ વર્ષથી દર્દીઓ અને તેમનાં સગાંઓને એક ટંક જમવાનું મફત પહોંચાડતા સેવાભાવી હેમંતભાઈ !

વૃક્ષપ્રેમી સજ્જને વૃક્ષ કપાતું રોકવા મહીને રૂ ૬૦ હજારના ભાડાથી દુકાન રાખી !

આપણા દેશમાં સામાન્ય રીતે લોકો પોતાના નાના લાભ કે સ્વાર્થ માટે વર્ષો જૂનું ઝાડ કાપી નાખતાં વિચાર કરતા નથી. ત્યારે લો ગાર્ડન, અમદાવાદના રહીશ સંજયભાઈએ એક ઝાડ બચાવવા તેની સામેની દુકાન ૯ વર્ષ માટે ભાડે રાખી લીધી ! તો હવે વાંચો વિગતવાર સમાચાર (નવગુજરાત સમય, તા. ૦૮/૦૧/૨૦૧૬) અને આપો સંજયભાઈને અભિનંદન. અરે ભાઈ, તેમના સરનામાની … વાંચન ચાલુ રાખો વૃક્ષપ્રેમી સજ્જને વૃક્ષ કપાતું રોકવા મહીને રૂ ૬૦ હજારના ભાડાથી દુકાન રાખી !

દુર્લભ ઝાડ કપાઈ ન જાય તે માટે પોલીસે “ઈ ટેગિંગ” કરાવ્યું !

લોકોની સામાન્ય માન્યતા મુજબ આપણા દેશમાં પોલીસની છાપ સારી નથી. જો કે મારા પોતાના અને બીજા ઘણા મિત્રોના અંગત અનુભવો મુજબ આ વાત સાચી નથી. વાસ્તવમાં પોલીસકર્મીઓ તેમની મુશ્કેલીભરી નોકરી (અન્ય સરકારી કર્મચારીઓની સરખામણીમાં) દરમ્યાન સમાજ ઉપયોગી ઘણાં સારાં કાર્ય કરતા જ હોય છે, પરંતુ વૃક્ષોની જાળવણીનું કાર્ય પોલીસ શરુ કરે ત્યારે તો આપણને તેમના … વાંચન ચાલુ રાખો દુર્લભ ઝાડ કપાઈ ન જાય તે માટે પોલીસે “ઈ ટેગિંગ” કરાવ્યું !

“આઈ લવ યુ” કહેવાનું શરુ કર્યું અને મોત પાછું ઠેલાયું !

ખાડિયા, અમદાવાદના રહીશ અને નાટક તથા ટીવી સિરિયલના જાણીતા કલાકાર અર્ચન ત્રિવેદીને કમનસીબે એકસાથે ત્રણ જાતનાં કેન્સરની જીવલેણ બીમારી થઇ. મૃત્યુને નજર સમક્ષ જોઇને ભાંગી પડવાને બદલે આ બહાદુર કલાકારે નક્કી કર્યું કે “ મરવું તો વટથી જ અને જીવાય ત્યાં સુધી બધાને પ્રેમ કરવો.” એટલે ૩૫ વર્ષીય આ અભિનેતાએ શરુ કર્યું દરેક જણને “ … વાંચન ચાલુ રાખો “આઈ લવ યુ” કહેવાનું શરુ કર્યું અને મોત પાછું ઠેલાયું !

ગુડમોર્નિંગ, ઇન્ડિયા

સવારના પહોરમાં ચા સાથે છાપું લઈને બેસીએ તો આખા છાપામાં મોટાભાગના સમાચાર મારધાડ કે લૂંટફાટ, ખૂન કે બળાત્કાર, ચોરી, દગો કે ઠગાઈ અથવા લાંચ કે કૌભાંડને લગતા જ નજરે પડે છે. આવા ખરાબ સમાચાર વાંચીને આપણને સવાર પહોરમાં જ ઢગલો નેગેટીવ વાયબ્રેશન્સ મળે છે, જેની અસરથી આપણો આખો દિવસ નિરાશાજનક અને ગમગીન નીવડે છે. વાસ્તવમાં … વાંચન ચાલુ રાખો ગુડમોર્નિંગ, ઇન્ડિયા