(૩) મનની શક્તિથી તંદુરસ્તી

ટાઈટલ જોઇને ચોંકશો નહિ, કારણ કે કોઈપણ જાતની દવા લીધા વગર ફક્ત મનની શક્તિથી જ તંદુરસ્તી મેળવવી શક્ય છે. આ વાત મનઘડંત નથી પણ અનુભવસિદ્ધ છે, વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ છે અને વૈદો અને ડોક્ટરો દ્વારા પણ સ્વીકારાયેલી છે. તો ચાલો હવે જોઈએ કે મનની શક્તિથી તંદુરસ્તી કઈ રીતે શક્ય બને છે. રોગપ્રતિકારક શક્તિ: કુદરતે … વાંચન ચાલુ રાખો (૩) મનની શક્તિથી તંદુરસ્તી

Advertisements

(૨) શક્ય છે!

સમ્રાટ નેપોલિયન એમ કહેતો હતો કે મારી ડીક્ષનેરીમાં ‘અશક્ય’ નામનો શબ્દ જ નથી. કદાચ નેપોલિયનને જિંદગીમાં મળેલી જ્વલંત સફળતાનું રહસ્ય તેની આ વિચારસરણીમાં જ છુપાયેલું છે. તેણે બધાં જ યુદ્ધ “આપણી જીત શક્ય છે” એમ ધારણા અને આત્મવિશ્વાસ રાખીને લડ્યાં અને તેને લીધે જ તે આ બધાં યુદ્ધોમાં વિજયી નીવડ્યો. યુદ્ધ રણક્ષેત્રનું હોય કે કારકિર્દીમાં … વાંચન ચાલુ રાખો (૨) શક્ય છે!

(૧) મનની શક્તિ અપાર

કસ્તુરીમૃગ મીઠી સુગંધ આવવાથી જંગલમાં ચારેબાજુ ડાફેરાં મારતાં શોધ્યા કરે છે કે આ સુગંધ ક્યાંથી આવી રહી છે. પરંતુ તેને ખ્યાલ આવતો નથી કે જે સુગંધ આવી રહી છે, તેનું મૂળ તેની પોતાની ડૂંટીમાં રહેલ કસ્તુરીમાં જ સમાયેલું છે. માણસને પણ કસ્તુરી મૃગ જેવું થયું છે. તે સફળતા અને સુખશાંતિ મેળવવા માટે બીજે બધે ડાફેરાં … વાંચન ચાલુ રાખો (૧) મનની શક્તિ અપાર

ચારધામ યાત્રા -૨) કેદારનાથ

તા. ૧૦.૦૫.૨૦૧૮ના રોજ (અમારા પ્રવાસના ત્રીજા દિવસે) હરદ્વારની મીડ ટાઉન હોટલમાં ઘરનો લાવેલો નાસ્તો કરીને સવારે નવ વાગે અમે કેદારનાથ મહાદેવની જય બોલીને ગૌરીકુંડ જવા રવાના થયા અને અમારી ખરી ચારધામ યાત્રા શરુ થઇ. એક કલાકે અમારો પહેલો પડાવ આવ્યો ઋષિકેશનો. આમ તો હરદ્વારથી ઋષિકેશ ૩૦ જ કિમી છે, પરંતુ એક તો વેકેશનનો સમય અને … વાંચન ચાલુ રાખો ચારધામ યાત્રા -૨) કેદારનાથ

ચારધામ યાત્રા – ૧) હરદ્વાર

દરેક ધર્મમાં ધાર્મિક સ્થળોની જાત્રા (યાત્રા) કરવાની પ્રથા હોય છે, પરંતુ હિંદુ ધર્મમાં જાત્રાનું આગવું મહત્વ છે. વળી હિંદુ ધર્મમાં જાત્રાના પ્રકારો અને જાત્રાનાં સ્થળોનું વૈવિધ્ય પણ અન્ય તમામ ધર્મ કરતાં ઘણું વધારે છે. એટલે લોકો પોતાની શક્તિ અને ભક્તિ મુજબ નજીકના કે દૂરના, સરળ કે કઠીન માર્ગ પર, વાહન દ્વારા કે પગે ચાલીને, અરે … વાંચન ચાલુ રાખો ચારધામ યાત્રા – ૧) હરદ્વાર

કળિયુગનો કાનુડો

તાજેતરમાં રાજકોટના એક વ્યક્તિએ પોતાની વૃદ્ધ અને બીમાર માતાને ધાબા પરથી ફેંકી દઈને તેનું મૃત્યુ નીપજાવ્યું હતું. આ કરુણ ઘટના પર આધારિત મારી વાર્તા “કળિયુગનો કાનુડો” વાંચો. -સુરેશ ત્રિવેદી   કળિયુગનો કાનુડો ‘તમે ગમે તેમ કરો, પણ હવે હું એ ડોશી સાથે રહેવાની નથી’  કામિની ગુસ્સાથી બોલી. ‘પણ તું જરા ધીમેથી બોલ… બા સાંભળે છે...’ … વાંચન ચાલુ રાખો કળિયુગનો કાનુડો

શ્રીમાળી બ્રાહ્મણ ઈતિહાસ

હાલના રાજસ્થાનના ઝાલોર જીલ્લામાં આવેલ ભીનમાળ શહેર પૂર્વકાળમાં શ્રીમાળનગર તરીકે જાણીતું હતું. ‘શ્રી’ નો અર્થ થાય છે ઐશ્વર્યની દેવી લક્ષ્મી અને માળ એટલે જગ્યા, અર્થાત દેવી લક્ષ્મી એ વસાવેલી જગ્યા. આમ શ્રીમાળનગર એ દેવી લક્ષ્મીએ વસાવેલું શહેર છે. ઐતિહાસિક તથ્યો મુજબ પૂર્વકાળમાં ભારતમાં વસતા બ્રાહ્મણોને પંચગૌડ અને પંચદ્રવિડ એમ બે ભાગમાં વિભાજીત કરાયા હતા. ભારતના … વાંચન ચાલુ રાખો શ્રીમાળી બ્રાહ્મણ ઈતિહાસ

સાચી નિવૃત્તિ

માતૃભારતી એપ દ્વારા આયોજિત રાષ્ટ્રીય વાર્તા સ્પર્ધા ઓક્ટોબર ર૦૧૭માં ૬ ભાષાની ૩૫૪ વાર્તાઓમાંથી ૫૪ વાર્તાઓ વિજેતા જાહેર થઇ. આ વિજેતા વાર્તાઓમાં મારી વાર્તા “સાચી નિવૃત્તિ”નો સમાવેશ થાય છે. તો હવે વાંચો આ વાર્તા “સાચી નિવૃત્તિ” અને આપનો ફીડબેક જણાવો. સાચી નિવૃત્તિ “કાકા, ચાલો, ટાઇમ પૂરો થઇ ગયો!” બગીચાના ચોકીદારે અનિલરાયને ઢંઢોળીને કહ્યું. ઝપકી લઇ રહેલ … વાંચન ચાલુ રાખો સાચી નિવૃત્તિ

પ્રેમ

"માતૃભારતી એપ" દ્વ્રારા આયોજિત ૧૦૦ શબ્દની માઈક્રોફિક્શન લવસ્ટોરીમાં મારી વાર્તા "પ્રેમ" સિલેક્ટ થઈને પબ્લિશ થઇ છે. હવે આ વાર્તા અહીં રજૂ કરું છું. પ્રેમ ચાંદનીને કાયમ અફસોસ થતો કે પોતાના જેવી સુંદર સ્ત્રીને દેખાવડા અને રસિક પતિને બદલે શામળો, ઠીંગણો અને રસહીન માણસ મળ્યો અને નામ પાછું મગનલાલ! દશ વર્ષના લગ્નજીવનમાં રોમેન્ટિક વાતો તો દૂર … વાંચન ચાલુ રાખો પ્રેમ

ચોરટી

ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ વાર્તા સામયિક "મમતા વાર્તા માસિક" ના ઓક્ટોબર, ૨૦૧૭ ના અંકમાં છપાયેલ મારી વાર્તા "ચોરટી" હવે અહીં રજૂ કરું છું. ગામડાની ગરીબ, અભણ અને વારસાગત મજબૂરીથી ચોરીની આદત ધરાવતી ગુલાબોને શહેરના ભણેલગણેલ અભય સાથે પાંગરેલ પ્રેમની કથા કહેતી આ 'લવ સ્ટોરી' છે. ચોરટી ગુજરાત મેલ આજે સમયસર સવારે સાત વાગે અમદાવાદ રેલ્વે સ્ટેશનના … વાંચન ચાલુ રાખો ચોરટી

(૯) ‘વેદ’ના આધુનિક સંદેશ

વેદ વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ છે. જયારે દુનિયાના અન્ય ભાગોના લોકો જંગલવાસીનું જીવન ગુજારતા હતા, ત્યારે આપણા પ્રાચીન ઋષિઓએ અધ્યાત્મ અને તત્વજ્ઞાન, કૌટુંબિક અને સામાજિક નિયમો, ધર્મ અને રાજકીય સિદ્ધાંતો, ઈતિહાસ અને વિજ્ઞાનની વાતો જેવા અનેકવિધ વિષયોનું અદભૂત અને તલસ્પર્શી જ્ઞાન ધરાવતા આ ગ્રંથો રચ્યા હતા. એટલું જ નહીં, પણ જયારે માનવ સંસ્કૃતિ વિકાસનું પ્રથમ … વાંચન ચાલુ રાખો (૯) ‘વેદ’ના આધુનિક સંદેશ

(૮) અથર્વવેદ

આપણે જોયું કે ઋગ્વેદમાં પદ્યરૂપ મંત્રો છે, યજુર્વેદમાં ગદ્યરૂપ મંત્રો છે અને સામવેદમાં ગેયરૂપ મંત્રો છે અને આ ત્રણેય વેદોનાં નામકરણ પણ તેમાં સમાવિષ્ટ મંત્રોના લક્ષણ મુજબ થયેલાં છે. એટલેકે ઋક (=પદ્ય) પરથી ઋગ્વેદ, યજુ: (=ગદ્ય) પરથી યજુર્વેદ અને સામ (=ગેય) પરથી સામવેદ નામ આવ્યાં છે. પરંતુ ચોથા વેદ અથર્વવેદમાં પદ્ય, ગદ્ય અને ગેય એમ ત્રણેય પ્રકારના … વાંચન ચાલુ રાખો (૮) અથર્વવેદ

(૭) સામવેદ

સંસ્કૃતમાં સામ એટલે ગેય, ગાઈ શકાય તેવું, ગાન, ગાયન, ગીત. મંત્રોના સ્વરૂપની દ્રષ્ટિએ સામવેદના મંત્રો "ગેય" એટલેકે ગાઈ શકાય તેવા સ્વરૂપે છે, એટલા માટે આ વેદ સામવેદ તરીકે ઓળખાય છે. સંસ્કૃત શબ્દાર્થ મુજબ सा એટલે ઋક અર્થાત્ ઋચા અને अम: એટલે ગાન. આમ ઋચાઓ અને ગાન મળીને સામ બને છે, એટલે કે ઋચાઓ સ્વરબદ્ધ થઈને … વાંચન ચાલુ રાખો (૭) સામવેદ

(૬) યજુર્વેદ

ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં એક ઉલ્લેખ એવો પણ મળે છે કે વેદોનું વિભાજન ચાર વેદમાં થયું તે પહેલાં એક જ વેદ યજુર્વેદ હતો. જો કે આ વાતને વિદ્વાનોનું સમર્થન મળતું નથી, પરંતુ હકીકતમાં વૈદિકકાળમાં યજુર્વેદને અધિક મહત્વ તો મળતું જ હતું, કારણ કે તે સમયે યજ્ઞનો મહિમા ઘણો હતો અને યજુર્વેદમાં યજ્ઞવિધિને ખૂબ મહત્વ આપવામાં આવ્યું … વાંચન ચાલુ રાખો (૬) યજુર્વેદ

(૫) ઋગ્વેદ

  ચારે ય વેદોમાં "ઋગ્વેદ" સૌથી પ્રાચીન છે. વિષયની દ્રષ્ટિએ તે સૌથી ગહન અને મહત્વપૂર્ણ છે, કદની દ્રષ્ટિ એ તે ચારે વેદોમાં સૌથી મોટો છે અને ધર્મ, સંસ્કૃતિ તથા ભાષાશાસ્ત્રીય અભ્યાસ વિગેરેની દ્રષ્ટિએ તેનું મહત્વ સવિશેષ છે. શાસ્ત્રોનું માનવું છે કે ગૃહસ્થનો સૌથી પહેલો ધર્મ છે સારી રીતે જીવન ગુજારવા માટેનાં આવશ્યક સાધનો મેળવવાં. આ માટેનું … વાંચન ચાલુ રાખો (૫) ઋગ્વેદ

(૨) શાસ્ત્રોનું વિભાગીકરણ

પ્રકરણ (૧)માં આપણે શાસ્ત્રો વિષે પ્રાથમિક માહિતી મેળવી અને જોયું કે શાસ્ત્રોના બે મુખ્ય વિભાગો છે: શ્રુતિ અને સ્મૃતિ. પરંતુ વધુ વિગતવાર અભ્યાસ કરવા માટે હિંદુ ધર્મનાં બધાં શાસ્ત્રોને કુલ ૧૨ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે: ૧) વેદ: પ્રાથમિક દ્રષ્ટીએ વેદના ચાર ભાગ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદનો મુખ્ય વિષય પદાર્થજ્ઞાન છે. અર્થાત્ તેમાં સંસારમાં … વાંચન ચાલુ રાખો (૨) શાસ્ત્રોનું વિભાગીકરણ

(૪) વેદોનું જ્ઞાન

વેદ હિંદુધર્મનો પ્રથમ અને પ્રમુખ ધર્મગ્રંથ હોવા છતાં આપણે બધાએ એ વાતનો સ્વીકાર કરવો જ પડશે કે હાલ વેદ અને આપણી વચ્ચે બહુ મોટી ખાઈ ઉભી થઇ ગઈ છે. કદાચ કુલ હિન્દુઓના એક ટકા લોકોને પણ ચાર વેદનાં નામની ખબર જ નહીં હોય, તો તેમાં સમાયેલ જ્ઞાન વિષે પૂછવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી. … વાંચન ચાલુ રાખો (૪) વેદોનું જ્ઞાન

બ્રાહ્મણ ઈતિહાસ

ભગવાન પરશુરામ, ગુરુ દ્રોણાચાર્ય, મહર્ષિ વેદવ્યાસ અને મહર્ષિ વશિષ્ઠ ૧) બ્રાહ્મણ –શબ્દાર્થ: બ્રાહ્મણ એટલે બ્રહ્મને જાણનાર. “બ્રહ્મ” શબ્દના અનેક અર્થ છે, જેવાકે આત્મા, ચૈતન્ય, નિરંજન નિરાકાર પરમાત્મા, વેદ, વિગેરે. એટલે આ સર્વેને જાણનારને બ્રાહ્મણ કહેવાય.  ગુજરાતી ભાષાના સર્વમાન્ય અને આધારભૂત જ્ઞાનકોષ “ભગવદ્દોમંડળ”માં ‘બ્રાહ્મણ’ શબ્દના અનેક અર્થ આપેલ છે, જે ટૂંકમાં નીચે મુજબ છે: અગ્નિ આચાર્ય, ગોર … વાંચન ચાલુ રાખો બ્રાહ્મણ ઈતિહાસ

શું દવા વગર કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય?

તંદુરસ્તી પરની મારી લેખમાળા “પહેલું સુખ તે....” શરુ કરી, ત્યારે જ મેં વાચકોને વચન આપ્યું હતું કે અહીં ફક્ત અધિકૃત સ્ત્રોતમાંથી મેળવેલ માહિતી અથવા અનુભવસિદ્ધ માહિતી જ રજૂ કરીશ. તે મુજબ પ્રથમ લેખ “કબજીયાતનો ક” મારા ખુદના અનુભવ આધારિત હતો અને બીજો લેખ “શું તમારા લોહીમાં લોખંડ છે ? એ અધિકૃત મેગેઝીનના લેખ આધારિત હતો. … વાંચન ચાલુ રાખો શું દવા વગર કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય?

૨) અંગદાન-શ્રેષ્ઠદાન

આપણે અગાઉના લેખમાં જોયું કે અંગદાન શા માટે સર્વે પ્રકારનાં દાનમાં શ્રેષ્ઠદાન ગણાય છે. હવે આપણે જોઈશું કે અંગદાન એટલે શું અને આપણા શરીરનાં કેટલાં અને કયાં કયાં અંગોનાં દાન કરી શકાય છે, આવું દાન કોણ, ક્યારે તથા કઈ રીતે કરી શકે છે અને અંગદાનઇચ્છુક વ્યક્તિ તે માટેની નોંધણી કઈ રીતે કરી શકે છે. અંગદાન એટલે … વાંચન ચાલુ રાખો ૨) અંગદાન-શ્રેષ્ઠદાન