આ બ્લોગ માટે વાંચકો શું કહે છે?

આ બ્લોગના હોમ-પેજ પર મળેલ વાંચકોના પ્રતિભાવ ટેકનીકલ કારણોસર તે પેજ પર દર્શાવી શકાયા નથી, એટલે અહીં રજૂ કરેલ છે.  30 comments હિતેન કે દવે ડિસેમ્બર 3, 2017 પર 11:02 પી એમ(PM) સંપાદન કરો સારો બ્લોગ બનાવ્યો છે. જવાબ આપો જયેન્દ્ર પંડ્યા ઓક્ટોબર 9, 2017 પર 11:54 એ એમ (AM) સંપાદન કરો મુરબ્બી શ્રી સુરેશભાઈ, … વાંચન ચાલુ રાખો આ બ્લોગ માટે વાંચકો શું કહે છે?

Advertisements

કોયડા ૩.૧૧ નો જવાબ

બંને રેત ઘડિયાળો એક સાથે શરૂ કરો, પરંતુ પ્રવાહીને ગરમ કરવાનું શરૂ ના કરો. ૭ મિનીટની પહેલી ઘડિયાળ ખાલી થાય, ત્યારે પ્રવાહી ગરમ કરવા મૂકો. તે સમયે ૧૧ મિનીટની બીજી ઘડિયાળની ૪ મિનીટ બાકી હશે. તે પૂરી થાય એટલે તેને ઉલટાવી દો. આ બીજી ઘડિયાળ ખાલી થાય ત્યારે કુલ ૧૫ મિનીટનો સમય થાય (૪ મિનીટ … વાંચન ચાલુ રાખો કોયડા ૩.૧૧ નો જવાબ

કોયડા ૩.૧૦ નો જવાબ

બંને રેત ઘડિયાળો એક સાથે શરૂ કરો. ૭ મિનીટની પહેલી ઘડિયાળ ખાલી થાય એટલે તેને ઉલટાવી દો. હવે જયારે ૧૧ મિનીટની બીજી ઘડિયાળ ખાલી થાય, ત્યારે પહેલી ઘડિયાળને ફરી ઉલટાવી દો. તે સમયે કુલ ૧૧ મિનીટ થઇ હોય, માટે પહેલી ઘડિયાળના નીચેના પાત્રમાં ૪ મિનીટ ચાલે તેટલી રેતી આવી હોય. હવે પહેલી ઘડિયાળ જયારે ખાલી … વાંચન ચાલુ રાખો કોયડા ૩.૧૦ નો જવાબ

કોયડા ૩.૯ નો જવાબ

બંને રેત ઘડિયાળો એકસાથે શરૂ કરો. ૪ મિનીટવાળી પહેલી ઘડિયાળ ખાલી થાય એટલે તેને ઉલટાવી દો. હવે જયારે ૭ મિનીટવાળી બીજી ઘડિયાળ ખાલી થાય, ત્યારે તેને પણ ઉલટાવી દો. હવે જયારે પહેલી ઘડિયાળ ફરી ખાલી થાય ત્યારે કુલ ૮ મિનીટ થાય અને તે સમયે બીજી ઘડિયાળના નીચેના પાત્રમાં ૧ મિનીટ ચાલે તેટલી રેતી આવી હોય. … વાંચન ચાલુ રાખો કોયડા ૩.૯ નો જવાબ

કોયડા ૩.૮ નો જવાબ

અગાઉના કોયડા નં. ૭ માં સ્વસ્તિક બનાવીને કાપ મૂક્યો હતો. જયારે આ કોયડામાં નીચે બતાવ્યા મુજબ બે એવી સીધી લાઈનના કાપ મુક્યા કે જેનાથી રચાતા ચાર ટુકડા બાજુની આકૃતિ મુજબ સ્વસ્તિક આકારમાં ગોઠવીને ચોરસ રચી શકાયો. આ ખરેખર એક ઘણો અઘરો કહી શકાય તેવો કોયડો છે અને જો તમે ખરેખર જવાબ જોયાં વગર આ કોયડો … વાંચન ચાલુ રાખો કોયડા ૩.૮ નો જવાબ

કોયડા ૩.૭ નો જવાબ

સ્વિસ ક્રોસના વચ્ચેના ચોરસ ભાગમાં સ્વસ્તિક આકાર દોરી, ચાર ભાગ કરીને નીચે મુજબ લંબચોરસ બનાવી શકાય. 

કોયડા ૩.૬ નો જવાબ

જો તમારો જવાબ ૨૫ હોય, તો તમે ખરેખર પાંચમા ધોરણમાં જ ભણો છો. જો તમારો જવાબ ૨૧ હોય તો તમે થોડું વધીને છઠ્ઠા ધોરણમાં છો. અને તમે ૨૦ નો જવાબ શોધ્યો હોય તો તમે સાતમા ધોરણ સુધી પહોંચ્યા છો. પરંતુ જો તમારો જવાબ ૨૭ હોય, તો તમે ખરેખર જીનિયસ છો, અભિનંદન. (સફરજન ૧૪ + દ્રાક્ષ … વાંચન ચાલુ રાખો કોયડા ૩.૬ નો જવાબ

કોયડા ૩.૫ નો જવાબ

પહેલાં આ કોયડાનો જવાબ બતાવી દઉં અને તે જવાબ કેવી રીતે શોધ્યો છે, એ પછી બતાવીશ. આ બલ્બની મજબૂતાઈ ઓછામાં ઓછા ૧૪ પ્રયત્નથી શોધી શકાશે. આ જવાબ નીચે મુજબની શક્યતાઓના આધારે મળે છે: પહેલો તબક્કો: એક બલ્બ ૧૪મા માળથી ફેંકો. જો તે ફૂટી જાય, તો એટલું નક્કી થાય કે આ બલ્બ ૧ થી ૧૪ માળ … વાંચન ચાલુ રાખો કોયડા ૩.૫ નો જવાબ

કોયડા ૩.૪ નો જવાબ

મનમોહનસિંહ ગમે તેટલી વધુ ઝડપથી ગાડી ચલાવે તો પણ હવે તેમના માટે ૬૦ કિમી ની સરેરાશ ઝડપ પ્રાપ્ત કરવી શક્ય નથી. આ વાત આપણે ઉદાહરણથી સમજીએ. ધારોકે દિલ્હીથી અમદાવાદનું અંતર a કિમી છે. હવે મનમોહનસિંહને ૬૦ કિમી ની સરેરાશ ઝડપ મેળવવી હોય તો a/૬૦ કલાકમાં અમદાવાદ પહોંચી જવું પડે. પરંતુ મનમોહનસિંહ અડધું અંતર, એટલે કે … વાંચન ચાલુ રાખો કોયડા ૩.૪ નો જવાબ

કોયડા ૩.૩ નો જવાબ

દેવઆનંદ પોતાની ચાલુ થયેલ ભીંતઘડિયાળમાં સમય જોઇને (ધારો કે ૮ કલાક) રાજકપૂરને ઘેર જવા નીકળશે. ત્યાં સમય પૂછીને (ધારો કે ૧૦.૩૫ કલાક) તે જ ઝડપે અને તેવાં જ ડગલાં ભરીને પોતાને ઘેર પાછો આવશે. હવે ફરીથી પોતાની ભીંતઘડિયાળમાં સમય જોશે (ધારો કે ૮.૨૦ કલાક). હવે ભીંતઘડિયાળના બે સમય વચ્ચેનો તફાવત (૮.૨૦ – ૮) એટલે કે … વાંચન ચાલુ રાખો કોયડા ૩.૩ નો જવાબ

કોયડા ૩.૨ નો જવાબ

માખીએ કુલ ૧૫૦ કિમી અંતર કાપ્યું હશે. ૫૦ કિમીની ઝડપે સામસામે જતાં બે એન્જીન ૨૦૦ કિમીના અંતરે છે. એટલે આ બંને એન્જીનને ભેગાં થતાં ૨ કલાક લાગે. હવે માખીની ઝડપ ૭૫ કિમી હોવાથી તે આ ૨ કલાકના સમય દરમ્યાન કુલ ૧૫૦ કિમીનું અંતર કાપે. આ કોયડાના ઉકેલ માટે માખી બંને એન્જીન વચ્ચે કેટલા આંટાફેરા કરે … વાંચન ચાલુ રાખો કોયડા ૩.૨ નો જવાબ

કોયડા ૩.૧ નો જવાબ

જુદાજુદા સમયમાં થતી કોઈ એકસરખી ક્રિયાના કોયડા ઉકેલવા માટે એક એકમમાં કેટલું કાર્ય થાય છે તે જાણવું જરૂરી બને છે. અર્થાત આ કોયડામાં એક કલાકમાં કેટલી ટાંકી ભરાશે તે પહેલાં જાણવું જોઈએ. હવે પહેલા નળથી ૬ કલાકમાં ટાંકી ભરાય છે, અર્થાત ૧ કલાકમાં ૧/૬ ટાંકી ભરાશે. આજ રીતે બીજા, ત્રીજા અને ચોથા નળથી ૧ કલાકમાં … વાંચન ચાલુ રાખો કોયડા ૩.૧ નો જવાબ

મગજ કસો -ભાગ ૨ ના જવાબ

મિત્રો, મારી પોષ્ટ "મગજ કસો" ના દરેક કોયડાના જવાબો અલગ અલગ પોષ્ટમાં મૂકેલ હતા. પરંતુ હવે તમારી સગવડ અને સરળતા માટે "મગજ કસો ભાગ ૨" ના બધાજ કોયડાઓના જવાબ એક જ પોષ્ટમાં એક સાથે મૂકેલ છે. તો મારી આપ સર્વેને વિનંતી છે કે જવાબ જોતી વખતે તમે જે કોયડો ઉકેલ્યો હોય, તેનો જ જવાબ જોશો. … વાંચન ચાલુ રાખો મગજ કસો -ભાગ ૨ ના જવાબ

કોયડો (૨૨)નો જવાબ

જો છગન સાચો હોય, તો જગનનું વાક્ય પણ સાચું પડે છે. જો મગન સાચો હોય, તો પણ જગનનું વાક્ય સાચું પડે છે. જો જગન સાચો હોય, તો મગનનું વાક્ય સાચું પડે છે. આમ પ્રથમ દ્રષ્ટીએ બધા સંજોગોમાં બે વ્યક્તિઓનાં વાક્ય સાચાં જણાય છે, જેથી કોયડો અશક્ય જણાય છે. પરંતુ વધુ શક્યતા વિચારતાં, જો મુકેશ અંબાણી … વાંચન ચાલુ રાખો કોયડો (૨૨)નો જવાબ

કોયડો (૨૧)નો જવાબ

બે રીત શક્ય છે: ૧) પહેલાં ૩ લિટરનું માપીયું ભરો અને તે તેલ ૫ લિટરના માપીયાંમાં નાખો. ફરી ૩ લિટરનું માપીયું ભરો અને તે તેલ ૫ લિટરના માપીયાંમાં નાખો. હવે ૩ લિટરના માપીયાંમાં ૧ લિટર તેલ બાકી રહેશે. ૫ લિટરનું માપીયું ખાલી કરી, આ ૧ લિટર તેલ તેમાં નાખો. ફરી ૩ લિટરનું માપીયું ભરો અને … વાંચન ચાલુ રાખો કોયડો (૨૧)નો જવાબ

કોયડો (૨૦)નો જવાબ

પહેલાં (૧) અને (૨) મિત્ર જાય = ૨ મિનીટ (૧) ટોર્ચ લઈને પાછો આવે = ૧ મિનીટ હવે (૩) અને (૪) મિત્રો જાય = ૧૦ મિનીટ (૨) ટોર્ચ લઈને પાછો આવે = ૨ મિનીટ હવે (૧) અને (૨) મિત્રો જાય = ૨ મિનીટ કુલ ૧૭ મિનીટ હવે "મગજ કસો"ના પેજ પર પાછા જવા માટે અહીં … વાંચન ચાલુ રાખો કોયડો (૨૦)નો જવાબ

કોયડો (૧૯)નો જવાબ

જો તમારો જવાબ “ગૈગૈ” હોય તો તે ખોટો છે. સાચો જવાબ છે “માયા”. હજુ ખ્યાલ ના આવ્યો હોય તો કોયડો ફરી વાંચી જાઓ...  હવે "મગજ કસો"ના પેજ પર પાછા જવા માટે અહીં ક્લિક કરો.

કોયડો (૧૮)નો જવાબ

જો તમારો જવાબ ૫૦૦૦ હોય તો તે ખોટો છે. સાચો જવાબ ૪૧૦૦ છે. આપણું મગજ ઉતાવળમાં કેવી ભૂલ કરે છે, તેનો આ એક નમુનો છે. હવે "મગજ કસો"ના પેજ પર પાછા જવા માટે અહીં ક્લિક કરો.

કોયડો (૧૭)નો જવાબ

જો તમે “છેલ્લેથી બીજો” જવાબ ધાર્યો હોય તો તે ખોટો છે. વાસ્તવમાં તમે છેલ્લા દોડવીરને વટાવીને આગળ થઇ શકો જ નહીં, કારણકે જો તમે તે દોડવીરની પાછળ હો, તો તે દોડવીર છેલ્લો દોડવીર ના રહે. આમ આ કોયડો મૂળભૂત રીતે અશક્ય છે. તો હવે ખબર પડી ને કે ગમ્મત માટેનો કોયડો કેવો હોય? હવે "મગજ … વાંચન ચાલુ રાખો કોયડો (૧૭)નો જવાબ

કોયડો (૧૬)નો જવાબ

જો તમે પહેલા સ્થાનનો જવાબ પસંદ કર્યો હશે, તો તે ખોટો છે. કારણકે, બીજા નંબરના સ્પર્ધકને વટાવો એટલે તમે તેના સ્થાને, એટલેકે બીજા સ્થાને જ પહોંચો. પ્રથમ નંબરનો સ્પર્ધક તો હજુ આગળ હોય જ. હવે "મગજ કસો"ના પેજ પર પાછા જવા માટે અહીં ક્લિક કરો.