Home

નમસ્કાર, મિત્રો

મારા ગુજરાતી બ્લોગ “દાદાજીની વાતો” પર આપનું સ્વાગત છે.

અહીં આપને મળશે રસપ્રદ સાહિત્ય, માહિતીસભર આર્ટિકલ્સ, આરોગ્ય વિષયક અધિકૃત માહિતીવાળા લેખો, પ્રવાસ વર્ણન, વાર્તાઓ, હાસ્ય અને વિનોદ, રોજબરોજના સમાચારમાંથી ચૂંટેલા સરસ સમાચારો, ગળે ના ઉતરે તેવી લોકોની મૂર્ખાઈના બનાવો, જોતાં જ ગમી જાય તેવા ફોટોગ્રાફ્સ, અને બીજું ઘણું બધું… 

તો હવે કરવા માંડો ક્લિક નીચે આપેલ વિવિધ લિંકસ પર અને ઉઠાવો આપના મનપસંદ વિષયનો આનંદ …

૧) મારાં પુસ્તકો:

i) સંભારણાં:

sambharana[suresh trivedi]

“સંભારણાં” માં પચાસેક વર્ષ પહેલાંના ગામડાના લોકજીવનની ખાટી-મીઠી વાતો રજૂ થઇ છે. તો ક્લિક કરો તેનાં વિવિધ પ્રકરણોની નીચે આપેલ લિંકસ પર અને માણો આ પુસ્તકનો રસાસ્વાદ:

(૧) પ્રસ્તાવના

(૨) મારું ગામ માડકા

(૩) બાપા અને બા

(૪) નિશાળ

(૫) મકાનોની બાંધણી

(૬) લોકજીવન

(૭) મનોરંજન

(૮) ગામડાનાં દૂષણો,

(૯) વાચકોના પ્રતિભાવો

(૧૦) સંભારણાં ડાઉનલોડ (PDF File -1 MB)

ii) વેદ થી પુરાણ સુધી:

ved

વેદ થી પુરાણ સુધીનાં શાસ્ત્રો” કેટલાં છે, ક્યાંક્યાં છે અને તેમાં શાનું વર્ણન છે, તેના વિષે જાણવાજોગ તમામ માહિતી સરળ શબ્દોમાં અહીં રજૂ કરેલ છે. તો ક્લિક કરો વિવિધ પ્રકરણોની નીચે આપેલ લિંકસ પર અને માણો આ પુસ્તકનો રસાસ્વાદ:

(૧) પ્રસ્તાવના

(૨) વેદ થી પુરાણ સુધી

(૩) શાસ્ત્રોનું વિભાગીકરણ

(૪) વેદ -સૌથી પ્રાચીન ગ્રંથ

(૫) વેદોનું જ્ઞાન

(૬) ઋગ્વેદ

(૭) યજુર્વેદ

(૮) શામવેદ

(૯) અથર્વવેદ

(૧૦) ‘વેદ’ના આધુનિક સંદેશ

(૧૧) વેદાંગ

(૧૨) ઉપવેદ

(૧૩) ઉપનિષદો

(હાલ દસ પ્રકરણ અપલોડ કરેલ છે, બાકીનાં પ્રકરણ ટૂંક સમયમાં મૂકાશે. તો આ બ્લોગ જોતા રહેશો. તમારું ઇમેલ અહીં નીચે રજીસ્ટર કરશો, તો જયારે પણ નવી પોસ્ટ મુકાશે, ત્યારે તમને ઈમેલથી જાણ થશે.)

iii) પહેલું સુખ તે… :

images
આજના જમાનામાં લોકો તંદુરસ્તી વિષે ઘણા સભાન થયા છે. પરંતુ ઘણીવાર છાપાં કે મેગેઝીનોમાં છપાતા તેમજ વોટ્સએપ કે ફેસબુક પર આવતા જાતજાતના નુસખા યોગ્ય ડોક્ટરની સલાહ વગર જાતે જ અજમાવવા લાગ્યા છે.

પરંતુ ઘણી વાર અનધિકૃત લોકો સસ્તી લોકપ્રિયતા માટે અનુભવસિધ્ધ ન હોય તેવા નુસખા પણ આયુર્વેદના નામે રજૂ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. એટલે મેં આરોગ્ય વિશેની જાણવા જેવી તમામ માહિતી પ્રમાણિત અને અધિકૃત સ્ત્રોતોમાંથી મેળવીને અહીં રજૂ કરેલ છે.

તો ક્લિક કરો વિવિધ પ્રકરણોની નીચે આપેલ લિંકસ પર અને માણો આ પુસ્તકનો રસાસ્વાદ:

૧) પહેલું સુખ તે…

(૨) કબજીયાતનો ક…

(૩) શું તમારા લોહીમાં લોખંડ છે ?

(૪) શું દવા વગર કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય?

(હાલ ચાર પ્રકરણ અપલોડ કરેલ છે, વધુ પ્રકરણ ટૂંક સમયમાં મૂકાશે. તો આ બ્લોગ જોતા રહેશો.)

iv) પ્રવાસ વર્ણન:

SAM_4413

તાજેતરમાં (મે, ૨૦૧૮માં) અમે બદરીનાથ અને કેદારનાથની યાત્રા કરી ધન્ય થયા. આ પ્રવાસની માહિતીસભર વિગતો રસાળ શૈલીમાં ફોટા તથા વિડીઓ સાથે અહીં જોઈ શકાશે: 

૧) ચારધામ યાત્રા -૧) હરદ્વાર

૨) ચારધામ યાત્રા -૨) કેદારનાથ

(હાલ બે પ્રકરણ અપલોડ કરેલ છે, બાકીનાં પ્રકરણ ટૂંક સમયમાં મૂકાશે. તો આ બ્લોગ જોતા રહેશો.)

v) મનની શક્તિ અપાર:

mind

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે ‘હે અર્જુન, હું દરેક મનુષ્યના હૃદયમાં વસું છું.’ હવે જો ભગવાન સ્વયં દરેક મનુષ્યના શરીરમાં વસતો હોય, તો પછી તે મનુષ્ય પણ ભગવાનના જેવી અનંત શક્તિઓ ધરાવતો હોવો જોઈએ. હવે પ્રશ્ન એ થાય છે કે ભગવાનના જેવી આ અનંત શક્તિઓ મનુષ્યમાં હોય છે, તો તે ક્યાં હોય છે અને તેને જગાડવા માટે શું કરવું જોઈએ?

મનની શક્તિને લગતા આવા પ્રશ્નોના જવાબ આ લેખમાળા દ્વારા આપવાનો પ્રયત્નકરવામાં આવ્યો છે.

૧) મનની શક્તિ અપાર

૨) શક્ય છે

 (હાલ બે પ્રકરણ અપલોડ કરેલ છે, બાકીનાં પ્રકરણ ટૂંક સમયમાં મૂકાશે. તો આ બ્લોગ જોતા રહેશો.)

 vi) ચટાકેદાર ઊંધિયું:

undhiyu
ઊંધિયું બનાવવામાં જે રીતે વિવિધ જાતનાં શાકભાજી ભેગાં કરીને તેમાંથી ચટાકેદાર અને લિજ્જતદાર વાનગી બને છે, તેજ રીતે મારા વિવિધ વિષય ઉપરના લેખો અહીં એકઠા કરીને એક શિર્ષક હેઠળ રજુ કર્યા છે, એટલે મેં આ કેટેગરીને ચટાકેદાર ઊંધિયું એવું નામ આપ્યું છે. તો ઊંધિયું નામ વાંચીને રેસીપી માટે અહીં સર્ચ કરનાર બહેનો માફ કરે !! તો ક્લિક કરો વિવિધ લેખોની નીચે આપેલ લિંકસ પર અને માણો આ પુસ્તકનો રસાસ્વાદ:

૧) ચટાકેદાર ઊંધિયું

૨) શ્રેષ્ઠ દાનવીર કોણ છે ?

૩) અંગદાન-શ્રેષ્ઠદાન

૪) બ્રાહ્મણ ઈતિહાસ

૫) શ્રીમાળી બ્રાહ્મણ ઈતિહાસ

vii) વાર્તા રે વાર્તા:

Chorti
મારી ટૂંકી વાર્તાઓ અહીં વાંચી શકાશે:

i) ચોરટી: આ વાર્તા સુપ્રસિદ્ધ ગુજરાતી વાર્તામાસિક “મમતા” ના ઓક્ટોબર, ૨૦૧૭ના અંકમાં છપાયેલ છે. ગામડાની ગરીબ, અભણ અને વારસાગત મજબૂરીથી ચોરીની આદત ધરાવતી સ્ત્રી ગુલાબો અને શહેરના નામાંકિત પ્રોફેશનલ અભય વચ્ચે પાંગરેલ પ્રેમની કથા કહેતી આ લવસ્ટોરી “ચોરટી” વાંચવા અહીં ક્લિક કરો.

ii) માઈક્રોફિક્શન વાર્તાઓ: ૧૦૦ શબ્દો સુધીની માઈક્રો વાર્તાઓ વાંચવા માટે અહીં ક્લિક કરો.

iii) સાચી નિવૃત્તિ: આ વાર્તા માતૃભારતી એપ દ્વારા ઓક્ટોબર ૨૦૧૭માં આયોજિત રાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં વિજેતા જાહેર થયેલ છે. અનિલરાય નિવૃત્તિ પછી નવરા પડવાથી કંટાળીને ઉદાસીન રહેવા લાગ્યા છે, ત્યારે તેમનો દીકરો મુકેશ તેમને ફરી ખુશખુશાલ કરવા શું કરે છે, તે આ ટૂંકી વાર્તા “સાચી નિવૃત્તિ” માં રજૂ થયેલ છે. આ વાર્તા વાંચવા અહીં ક્લિક કરો.

iv) કળિયુગનો કાનુડો: તાજેતરમાં રાજકોટના એક વ્યક્તિએ પોતાની વૃદ્ધ અને બીમાર માતાને ધાબા પરથી ફેંકી દઈને તેનું મૃત્યુ નીપજાવ્યું હતું. આ કરુણ સત્ય ઘટના પર આધારિત મારી વાર્તા “કળિયુગનો કાનુડો” વાંચવા અહીં ક્લિક કરો.

૨) મગજ કસો:

images

મગજમારીના શોખીનો માટે બુદ્ધિવર્ધક કોયડા, પઝલ્સ, બ્રેઈન ગેઈમ્સ અને બીજું ઘણું બધું જુઓ અને તમારા IQ નો ટેસ્ટ કરો નીચેની લિંકસ પર:

૧) મગજ કસો

૨) મગજ કસો ભાગ ૨

૩) મગજ કસો ભાગ ૩

પણ મગજ કસ્યા સિવાય જવાબોના પાના પર જશો નહિ હોં કે !

૩) મનમોહક ફોટોગ્રાફ્સ:

IMG_225088677232657

ચિત્રકામ કે ફોટોગ્રાફીનો થોડોઘણો શોખ હોય તો સરસ ફોટો જોઇને હંમેશાં દિલ ખુશ થઇ જાય છે. હવે તો અત્યાધુનિક અને ઉંચી ગુણવત્તા ધરાવતા કેમેરા મોબાઈલમાં જ મળતા થઇ ગયા હોવાથી અને પ્રિન્ટ કાઢવાનો ખર્ચ તથા સમયની બચત પણ થતી હોવાથી લોકો આડેધડ ફોટા પાડતા થઇ ગયા છે. પરંતુ પ્રોફેશનલ ફોટોગ્રાફરના ફોટા માણવાની મજા તો કંઇક અલગ જ હોય છે.

અત્યારના ઈન્ટરનેટના યુગમાં આવા અદભૂત ફોટા માણવાનું પણ સહેલુંસટ થઇ ગયું છે. પરંતુ દરેક જણ પાસે નેટ પર ખાંખાખોળા કરવાનો સમય, ધીરજ અને કુશળતા હોતી નથી. તેથી મને થયું કે ચલો, દિલ ખુશ થાય એવા ફોટા સહેલાઈથી જોઈ શકાય તેવું એક પેજ બનાવું. તો ક્લિક કરો નીચેની લિંકસ પર અને માણો મનમોહક ફોટોગ્રાફ્સની મઝા.

૧) અદભૂત ક્ષણે ઝડપેલા ફોટોગ્રાફસ

૨) અહો ! આશ્ચર્યમ્ !!

૪) હાસ્ય વિનોદ:

laughter-300x3001

હસે તેનું ઘર વસે. તો ચાલો આપણે પણ થોડું હસી લઈએ. આપની અનુકુળતા માટે હાસ્યની અલગ અલગ કેટેગરીની લિંકસ નીચે આપેલ છે.

૧) પૌરાણિક પ્રસંગો – તીરછી નજરે

 વોટ્સ એપ પર મળેલા જોક્સમાંથી પૌરાણિક પ્રસંગોને લગતા હાસ્યપ્રસંગો અહીં મૂકેલ છે.  

૨) હાસ્યગીત અને શાયરી

કેટલીક જાણીતી રચનાઓ, રચનાકારના આભાર સાથે અહીં મૂકેલ છે.

૩) English Vinglish

વોટ્સ એપ પર મળેલા જોક્સમાંથી કેટલાક અંગ્રેજી હાસ્યપ્રસંગો અહીં મૂકેલ છે.

૪) વણનોંધાયેલા ભારતીય વિશ્વવિક્રમો  -તીરછી નજરે

આ મારો મૌલિક હાસ્યલેખ છે, જેમાં આપણાં પૌરાણિક પાત્રોના કેટલાક પ્રસંગોને તીરછી નજરે જોવાનો પ્રયત્ન કર્યો છે.

૫) ગુડમોર્નિંગ, ઇન્ડિયા:

newspaper

સવારના પહોરમાં ચા સાથે છાપું લઈને બેસીએ તો આખા છાપામાં મોટાભાગના સમાચાર મારધાડ કે લૂંટફાટ, ખૂન કે બળાત્કાર, ચોરી, દગો કે ઠગાઈ અથવા લાંચ કે કૌભાંડને લગતા જ નજરે પડે છે. આવા ખરાબ સમાચાર વાંચીને આપણને સવાર પહોરમાં જ ઢગલો નેગેટીવ વાયબ્રેશન્સ મળે છે, જેની અસરથી આપણો આખો દિવસ નિરાશાજનક અને ગમગીન નીવડે છે. આથી મને વિચાર આવ્યો કે દરરોજના છાપામાંથી જે કંઇ સારા સમાચાર હોય તેને તારવી લઈને આ બ્લોગમાં તેનું એક અલગ પેજ બનાવી રજુ કરું, જેથી વાંચકોને આ સારા સમાચાર વાંચીને પોઝીટીવ વાયબ્રેશન્સ મળે અને સવારના પહોરમાં કરેલી આવી “ગુડમોર્નિંગ વિશ” આ મિત્રોનો દિવસ સુધારવામાં થોડીઘણી નિમિત્ત બને. તો ચાલો સરસ અને આનંદદાયક સમાચારો વાંચવા અહીં ક્લિક કરો.

૬) મૂરખનો સરદાર કોણ છે:

download (1)

આપણને બધાને બીજા લોકોની મૂર્ખાઈની વાત કરવામાં અને તેને ચગાવવામાં બહુ જ રસ પડે છે. પરંતુ વાસ્તવમાં દરેક જણ નાની-મોટી મૂર્ખાઈ તો કરતા જ રહેતા જ હોય છે. જો આપણે આજુબાજુ સુક્ષ્મ દ્રષ્ટિથી જોતા રહીએ, તો કેટલાય મૂરખ આપણને નજરે પડશે. આવા મૂરખ લોકોમાંથી વધારે મૂર્ખાઈનું કામ કરનાર એટલે કે “મૂરખનો સરદાર” વાસ્તવિક જિંદગીમાંથી શોધીને અહીં તમારી સમક્ષ રજૂ કરેલ છે, જેમને આપણે બધા મળીને આપીશું “મૂરખનો સરદાર એવૉર્ડ”. તો ચાલો, મૂરખના સરદારને ઓળખવા અહીં ક્લિક કરો.

૭) મારાં રેખાચિત્રો:

20150109_145850

મારા કોલેજકાળ અને તે પછીના સમય દરમ્યાન દોરેલા સ્કેચીઝ જોવા અહીં ક્લિક કરો.

૮) મારો ટિકિટસંગ્રહ:

1

કોલેજકાળ દરમ્યાન ટપાલની ટિકિટો (પોષ્ટલ સ્ટેમ્પ્સ)ના સંગ્રહનો શોખ જાગ્યો હતો, જે લગભગ દસેક વર્ષ જળવાઈ રહ્યો. મોટે ભાગે આપણા દેશની જ ટિકિટો એકઠી કરી અને તેનું આલ્બમ સ્ટેમ્પ્સ ઓફ ઇન્ડિયા” (Stamps of India) બનાવેલ હતું. આ ટિકિટસંગ્રહમાંથી પસંદગીનાં પાનાં પર જવા અહીં ક્લિક કરો.

૯) સ્વપરિચય:

1934-4x6-1

મારી ઓળખાણ તથા સંપર્કની વિગતો જોવા અહીં ક્લિક કરો.

તો હવે તમારી પસંદગીના વિષયોની મઝા માણો, પરંતુ આપને તે લેખ કેવો લાગ્યો, તે "મારો અભિપ્રાય" કોલમમાં જરૂરથી જણાવો. 
જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો તમારું ઇમેલ આઈડી અહીં રજીસ્ટર કરો, જેનાથી અહીં નવી પોસ્ટ મૂકાશે, ત્યારે આપને ઈમેલ દ્વારા જાણ થશે.  
મિત્રો, આપને જે પેજ પસંદ આવે, તે પેજને લાઇક (like) કરો તેમજ "અહીં મૂલ્યાંકન કરો" કોલમમાં રેટિંગ આપો. 
જે પેજ તમને પસંદ પડે તેને વોટ્સ એપ, ફેસબુક, ટ્વીટર, ગુગલ+ અને અન્ય સોશિયલ મિડિયા ઉપર શેર (SHARE) કરવા વિનંતી છે.   

અને અવારનવાર અહીં મળતા રહેવાનું ભૂલશો નહી હોં !!

મુલાકાત બદલ આભાર,

આપના સુંદર સ્વાસ્થ્યની શુભ કામનાઓ સાથે,

-સુરેશ ત્રિવેદી

Advertisements

તાજેતરની પોસ્ટ્સ

(૨) શક્ય છે!

સમ્રાટ નેપોલિયન એમ કહેતો હતો કે મારી ડીક્ષનેરીમાં ‘અશક્ય’ નામનો શબ્દ જ નથી. કદાચ નેપોલિયનને જિંદગીમાં મળેલી જ્વલંત સફળતાનું રહસ્ય તેની આ વિચારસરણીમાં જ છુપાયેલું છે. તેણે બધાં જ યુદ્ધ “આપણી જીત શક્ય છે” એમ ધારણા અને આત્મવિશ્વાસ રાખીને લડ્યાં અને તેને લીધે જ તે આ બધાં યુદ્ધોમાં વિજયી નીવડ્યો. યુદ્ધ રણક્ષેત્રનું હોય કે કારકિર્દીમાં … વાંચન ચાલુ રાખો (૨) શક્ય છે!

Rate this:

(૧) મનની શક્તિ અપાર

કસ્તુરીમૃગ મીઠી સુગંધ આવવાથી જંગલમાં ચારેબાજુ ડાફેરાં મારતાં શોધ્યા કરે છે કે આ સુગંધ ક્યાંથી આવી રહી છે. પરંતુ તેને ખ્યાલ આવતો નથી કે જે સુગંધ આવી રહી છે, તેનું મૂળ તેની પોતાની ડૂંટીમાં રહેલ કસ્તુરીમાં જ સમાયેલું છે. માણસને પણ કસ્તુરી મૃગ જેવું થયું છે. તે સફળતા અને સુખશાંતિ મેળવવા માટે બીજે બધે ડાફેરાં … વાંચન ચાલુ રાખો (૧) મનની શક્તિ અપાર

Rate this:

ચારધામ યાત્રા -૨) કેદારનાથ

તા. ૧૦.૦૫.૨૦૧૮ના રોજ (અમારા પ્રવાસના ત્રીજા દિવસે) હરદ્વારની મીડ ટાઉન હોટલમાં ઘરનો લાવેલો નાસ્તો કરીને સવારે નવ વાગે અમે કેદારનાથ મહાદેવની જય બોલીને ગૌરીકુંડ જવા રવાના થયા અને અમારી ખરી ચારધામ યાત્રા શરુ થઇ. એક કલાકે અમારો પહેલો પડાવ આવ્યો ઋષિકેશનો. આમ તો હરદ્વારથી ઋષિકેશ ૩૦ જ કિમી છે, પરંતુ એક તો વેકેશનનો સમય અને … વાંચન ચાલુ રાખો ચારધામ યાત્રા -૨) કેદારનાથ

Rate this:

વણનોંધાયેલ ભારતીય વિશ્વવિક્રમો –તીરછી નજરે

અવારનવાર સમાચાર વાંચવા મળે છે કે ફલાણા દેશના ફલાણા ભાઈએ આટલી મીનીટમાં આટલા પિત્ઝા બનાવીને કે પછી ખાઈને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં રેકોર્ડ નોંધાવ્યો અને ફલાણી બહેને આટલી મીનીટમાં આટલું ઊંધું ચાલીને કે પછી હાથ પર ચાલીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. જયારે જયારે હું આવા સમાચાર વાંચું છું, ત્યારે મનમાં એક ખ્યાલ આવી જાય છે … વાંચન ચાલુ રાખો વણનોંધાયેલ ભારતીય વિશ્વવિક્રમો –તીરછી નજરે

Rate this:

More Posts