(૮) અથર્વવેદ

આપણે જોયું કે ઋગ્વેદમાં પદ્યરૂપ મંત્રો છે, યજુર્વેદમાં ગદ્યરૂપ મંત્રો છે અને સામવેદમાં ગેયરૂપ મંત્રો છે અને આ ત્રણેય વેદોનાં નામકરણ પણ તેમાં સમાવિષ્ટ મંત્રોના લક્ષણ મુજબ થયેલાં છે. એટલેકે ઋક (=પદ્ય) પરથી ઋગ્વેદ, યજુ: (=ગદ્ય) પરથી યજુર્વેદ અને સામ (=ગેય) પરથી સામવેદ નામ આવ્યાં છે. પરંતુ ચોથા વેદ અથર્વવેદમાં પદ્ય, ગદ્ય અને ગેય એમ ત્રણેય પ્રકારના … વાંચન ચાલુ રાખો (૮) અથર્વવેદ

Advertisements

(૭) સામવેદ

સંસ્કૃતમાં સામ એટલે ગેય, ગાઈ શકાય તેવું, ગાન, ગાયન, ગીત. મંત્રોના સ્વરૂપની દ્રષ્ટિએ સામવેદના મંત્રો "ગેય" એટલેકે ગાઈ શકાય તેવા સ્વરૂપે છે, એટલા માટે આ વેદ સામવેદ તરીકે ઓળખાય છે. સંસ્કૃત શબ્દાર્થ મુજબ सा એટલે ઋક અર્થાત્ ઋચા અને अम: એટલે ગાન. આમ ઋચાઓ અને ગાન મળીને સામ બને છે, એટલે કે ઋચાઓ સ્વરબદ્ધ થઈને … વાંચન ચાલુ રાખો (૭) સામવેદ

(૬) યજુર્વેદ

ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં એક ઉલ્લેખ એવો પણ મળે છે કે વેદોનું વિભાજન ચાર વેદમાં થયું તે પહેલાં એક જ વેદ યજુર્વેદ હતો. જો કે આ વાતને વિદ્વાનોનું સમર્થન મળતું નથી, પરંતુ હકીકતમાં વૈદિકકાળમાં યજુર્વેદને અધિક મહત્વ તો મળતું જ હતું, કારણ કે તે સમયે યજ્ઞનો મહિમા ઘણો હતો અને યજુર્વેદમાં યજ્ઞવિધિને ખૂબ મહત્વ આપવામાં આવ્યું … વાંચન ચાલુ રાખો (૬) યજુર્વેદ

(૫) ઋગ્વેદ

  ચારે ય વેદોમાં "ઋગ્વેદ" સૌથી પ્રાચીન છે. વિષયની દ્રષ્ટિએ તે સૌથી ગહન અને મહત્વપૂર્ણ છે, કદની દ્રષ્ટિ એ તે ચારે વેદોમાં સૌથી મોટો છે અને ધર્મ, સંસ્કૃતિ તથા ભાષાશાસ્ત્રીય અભ્યાસ વિગેરેની દ્રષ્ટિએ તેનું મહત્વ સવિશેષ છે. શાસ્ત્રોનું માનવું છે કે ગૃહસ્થનો સૌથી પહેલો ધર્મ છે સારી રીતે જીવન ગુજારવા માટેનાં આવશ્યક સાધનો મેળવવાં. આ માટેનું … વાંચન ચાલુ રાખો (૫) ઋગ્વેદ

(૨) શાસ્ત્રોનું વિભાગીકરણ

પ્રકરણ (૧)માં આપણે શાસ્ત્રો વિષે પ્રાથમિક માહિતી મેળવી અને જોયું કે શાસ્ત્રોના બે મુખ્ય વિભાગો છે: શ્રુતિ અને સ્મૃતિ. પરંતુ વધુ વિગતવાર અભ્યાસ કરવા માટે હિંદુ ધર્મનાં બધાં શાસ્ત્રોને કુલ ૧૨ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે: ૧) વેદ: પ્રાથમિક દ્રષ્ટીએ વેદના ચાર ભાગ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદનો મુખ્ય વિષય પદાર્થજ્ઞાન છે. અર્થાત્ તેમાં સંસારમાં … વાંચન ચાલુ રાખો (૨) શાસ્ત્રોનું વિભાગીકરણ

(૪) વેદોનું જ્ઞાન

વેદ હિંદુધર્મનો પ્રથમ અને પ્રમુખ ધર્મગ્રંથ હોવા છતાં આપણે બધાએ એ વાતનો સ્વીકાર કરવો જ પડશે કે હાલ વેદ અને આપણી વચ્ચે બહુ મોટી ખાઈ ઉભી થઇ ગઈ છે. કદાચ કુલ હિન્દુઓના એક ટકા લોકોને પણ ચાર વેદનાં નામની ખબર જ નહીં હોય, તો તેમાં સમાયેલ જ્ઞાન વિષે પૂછવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી. … વાંચન ચાલુ રાખો (૪) વેદોનું જ્ઞાન

વેદ થી પુરાણ સુધી

વેદ થી માંડીને પુરાણ સુધીના બધા ગ્રંથો સામાન્ય રીતે “શાસ્ત્ર” તરીકે ઓળખાય છે. લોકો અવારનવાર કહેતા હોય છે કે શાસ્ત્રમાં આમ કહ્યું છે ને તેમ કહ્યું છે. પરંતુ ક્યા શાસ્ત્રમાં આવું કહ્યું છે, તેમ પૂછો તો તેઓ મૂંઝાઈ જશે. કારણકે મોટાભાગના લોકોએ વેદ, ઉપનિષદ, પુરાણ, વિગેરે શાસ્ત્રોનાં નામ તો સાંભળ્યાં હોય છે, પરંતુ તે ઉપરાંત … વાંચન ચાલુ રાખો વેદ થી પુરાણ સુધી

(૩) વેદ -સૌથી પ્રાચીન ગ્રંથ

  આપણાં બધાં શાસ્ત્રોમાં "વેદ" સૌથી પ્રાચીન ગ્રંથ છે અને તે બીજાં બધાં શાસ્ત્રોનું મૂળ છે. વાસ્તવમાં વેદ એ ફક્ત હિંદુ સંસ્કૃતિનો કે આપણા દેશનો જ નહિ પરંતુ સમગ્ર વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. "વેદ"નો અર્થ : શબ્દાર્થ : ‘વેદ’ શબ્દ ‘વિદ’ ધાતુ પરથી બન્યો છે. વિદ એટલે જાણવું અને વેદ એટલે જાણકારી અર્થાત્ જ્ઞાન. વિદ … વાંચન ચાલુ રાખો (૩) વેદ -સૌથી પ્રાચીન ગ્રંથ

પ્રસ્તાવના-

  સામાન્ય વ્યવહારમાં લોકો અવારનવાર કહેતા હોય છે કે શાસ્ત્રમાં આમ કહ્યું છે ને તેમ કહ્યું છે. પરંતુ જો તેમને પૂછવામાં આવે કે ક્યા શાસ્ત્રમાં આવું કહ્યું છે, તો જરૂરથી તેઓ મૂંઝવણમાં મૂકાઇ જાય. કારણકે મોટાભાગના લોકોએ વેદો, ઉપનિષદો, પુરાણો, વિગેરે શાસ્ત્રોનાં નામ તો સાંભળ્યાં હોય છે, પરંતુ તે ઉપરાંત બીજાં ક્યાં ક્યાં શાસ્ત્રો છે … વાંચન ચાલુ રાખો પ્રસ્તાવના-

(૧) વેદ થી પુરાણ સુધી

વેદ થી માંડીને છેક પુરાણ સુધીના અને ક્યારેક તો તે પછી છેક મધ્યયુગ સુધીમાં રચાયેલા બધા ગ્રંથો સામાન્ય રીતે શાસ્ત્રો તરીકે ઓળખાય છે. તેથી સૌ પ્રથમ તો શાસ્ત્ર એટલે શું તે સમજવું જરૂરી છે.   શાસ્ત્ર એટલે શું ? શબ્દાર્થ : ‘शास्ति च त्रायते च इति शास्त्रम्।’   અર્થાત્ શાસન અને સંરક્ષણ કરે તે શાસ્ત્ર. ભાવાર્થ : ઋષિઓના … વાંચન ચાલુ રાખો (૧) વેદ થી પુરાણ સુધી